gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુજરાતી નેતા-વેપારીઓની વર્ષોથી મુંબઈ પર નજર: રાજ ઠાકરે, સરદાર પટેલ અંગે પણ વિવાદિત ટિપ્પણી | Raj Tha…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in INDIA
0 0
0
ગુજરાતી નેતા-વેપારીઓની વર્ષોથી મુંબઈ પર નજર: રાજ ઠાકરે, સરદાર પટેલ અંગે પણ વિવાદિત ટિપ્પણી | Raj Tha…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Raj Thackeray Claims Sardar Patel Opposed Giving Mumbai to Maharashtra : મહારાષ્ટ્રમાં ઠાકરે બ્રધર્સ હિન્દીનો વિરોધ કરવા મેદાનમાં ઉતર્યા છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જોકે હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે. આટલું જ નહીં લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલ વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી છે. 

સરદાર પટેલ પર વિવાદિત ટિપ્પણી

મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મીરા ભાયંદરમાં એક સભામાં દાવો કર્યો છે કે ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓ દાયકાઑથી મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આટલું જ નહીં આચાર્ય અત્રેના એક પુસ્તકના સંદર્ભને ટાંકીને રાજ ઠાકરેએ કહ્યું છે કે મને એ જાણીને આઘાત લાગ્યો કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપવું જોઈએ તેવી સૌથી પ્રથમ માંગણી વલ્લભભાઈ પટેલે કરી હતી. વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને આપવું જોઈએ નહીં. 

રાજ ઠાકરેના આ નિવેદન બાદ ગુજરાતનાં પાટીદાર નેતાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 

આટલું જ નહીં તેમણે સરદાર પટેલની સાથે સાથે મોરારજી દેસાઇ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જ્યારે પણ મહારાષ્ટ્રમાં આંદોલન થયા ત્યારે મોરારજી દેસાઇએ મરાઠી લોકો પર ગોળીબાર કરાવી તેમની હત્યા કરાવી.  

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- મુંબઈને અલગ કરશે તેના ટુકડા કરી નાંખીશું

બીજી તરફ રાજ ઠાકરેના ભાઈ ઉદ્ધવ ઠાકરેએ પણ દાવો કર્યો છે કે મુંબઈ દેશનું આર્થિક પાટનગર છે એ વાત લોકોને આંખના કણાની જેમ ખૂંચે છે. તેથી મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત લઈ જવાયા. મુંબઈ આર્થિક પાટનગર તરીકે વિકસી રહ્યું છે તેથી અમદાવાદ માટે બુલેટ ટ્રેન શરૂ થઈ રહી છે. 

અગાઉ પણ બંને ભાઈઓએ ગુજરાત વિરુદ્ધ કરી હતી ટિપ્પણી 

થોડા દિવસ અગાઉ મુંબઈના વરલીમાં થયેલી સભામાં પોતાના સંબોધનમાં રાજ ઠાકરેએ ધમકી આપતાં કહ્યું હતું કે કોઈ નાટક કરશે તો અમે થપ્પડ મારીશું જ. રાજ ઠાકરેએ કહ્યું, કે ‘તમારી પાસે વિધાનસભામાં સત્તા હશે, અમારી પાસે રસ્તા પર સત્તા છે. જે બાળાસાહેબ ન કરી શક્યા એ ફડણવીસે કરી બતાવ્યું, અમને બે ભાઈઓને એક કર્યા. અમે 125 વર્ષ સુધી મરાઠાઓએ રાજ કર્યું, અમે કોઈના પર મરાઠી થોપવાનો પ્રયાસ નથી કર્યો. મીરા રોડ પર એક શખસે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના માથે લખ્યું છે કે તે ગુજરાતી છે? હજુ તો અમે કશું કર્યું પણ નથી! કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરશે તો કાનની નીચે બજાવવી જ પડશે. હવે ધ્યાન રાખજો, આવું કશું કરો ને ત્યારે વીડિયો ન બનાવતા, સમજી ગયા ને? આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે.’

મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત મોકલી દેવાયા, હા અમે ગુંડા જ છીએ: ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું હતું, કે ‘અમે બે ભાઈઓ સાથે રહેવા માટે જ આજે એક થયા છીએ. ફડણવીસ કહે છે કે ગુંડાગીરી સાંખી નહીં લેવાય. પણ જો પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી છે, તો હા અમે ગુંડા છીએ. અમને હિન્દુ અને હિન્દુસ્તાન મંજૂર છે પણ હિન્દી નહીં. હિન્દી થોપવાનો પ્રયાસ સાંખી નહીં લેવાય. તમારી સાત પેઢી ખતમ થઈ જશે પણ અમે આવું થવા નહીં દઈએ. એક ગદ્દાર ગઈકાલે બોલ્યો કે ‘જય ગુજરાત’. મહારાષ્ટ્ર આવતા તમામ ઉદ્યોગ ધંધા ગુજરાત મોકલી દેવાયા. આ લોકોએ ગુજરાતમાં પટેલોને ભડકાવ્યા તેમને હાંસિયે ધકેલ્યા અને સત્તા પ્રાપ્ત કરી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ એવું જ કર્યું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
’42 દેશોમાં ફર્યા પણ મણિપુર ન ગયા,’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન મોદી પર પ્રહાર

'42 દેશોમાં ફર્યા પણ મણિપુર ન ગયા,' કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન મોદી પર પ્રહાર

ગેરેન્ટીમાં હોય છતાં માર્ગ પર ખાડા પડી જવા મામલે ઇજારદાર, અધિકારી બંને પાસેથી દંડ વસૂલો : અમીબેન રાવ…

ગેરેન્ટીમાં હોય છતાં માર્ગ પર ખાડા પડી જવા મામલે ઇજારદાર, અધિકારી બંને પાસેથી દંડ વસૂલો : અમીબેન રાવ...

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કહ્યું- ‘મેં રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો’…

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કહ્યું- 'મેં રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો મધ્ય-દક્ષિણ ગુજરાતમાં કેવો રહેશે માહોલ | Kutch Sauras…

કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો મધ્ય-દક્ષિણ ગુજરાતમાં કેવો રહેશે માહોલ | Kutch Sauras…

12 months ago
રશિયા યુક્રેન વચ્ચે સમાધાનની શકયતાએ કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડની સ્થિતિ | Precious metals range bou…

રશિયા યુક્રેન વચ્ચે સમાધાનની શકયતાએ કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડની સ્થિતિ | Precious metals range bou…

12 months ago
ચાંદીની કિંમતમાં ફરી મોટો ઘટાડો, એક ઝાટકે સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ | silver price cras…

ચાંદીની કિંમતમાં ફરી મોટો ઘટાડો, એક ઝાટકે સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ | silver price cras…

9 months ago
ગોવાથી રેલવેના પાર્સલોમાં વડોદરામાં દારૃની ડિલિવરીનું નેટવર્ક | liquer caught at railway parcel offi…

ગોવાથી રેલવેના પાર્સલોમાં વડોદરામાં દારૃની ડિલિવરીનું નેટવર્ક | liquer caught at railway parcel offi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News