gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો પણ સરકારે યાદ કરાવ્યું કે એ તો ગુજરી ગયો છે | gujarat high co…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો પણ સરકારે યાદ કરાવ્યું કે એ તો ગુજરી ગયો છે | gujarat high co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court News: પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવના કારણે ગુજરાત હાઇકોર્ટમાં વર્ષો જૂની એક અપીલના કેસમાં આરોપીનું કેસ ચાલવા દરમ્યાન મૃત્યુ થઇ ગયુ હોવાની હકીકત સમયસર અદાલતના ઘ્યાન મૂકાઇ ન હતી, જેને લઇ હાઇકોર્ટે સરકારી વકીલની કચેરી અને પોલીસની ઝાટકણી કાઢી હતી અને આ કિસ્સામાં પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેનો સંકલનનો સંદતર અભાવ સામે આવ્યો છે, જેને લઇ બેદરકારી દાખવનાર કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી ખેડા જિલ્લા પોલીસ વડાને હુકમ કર્યો હતો.

હાઇકોર્ટે સરકારી વકીલની ઓફિસને પણ આવા કેસોની અંતિમ સુનાવણીમાં દલીલ શરૂ કરતા પહેલા આરોપીની ઉપલબ્ધતા કે ન હોવા અંગે ચકાસણી કરવા સહિતની બાબતોનું જવાબદારીપૂર્વક ઘ્યાન રાખવા ટકોર કરી હતી કે જેથી આ પ્રકારે અદાલતનો કિંમતી સમય વેડફાય નહી. 

કેસની સાચી હકીકતો ઘ્યાન પર આવ્યા બાદ જસ્ટિસ સી.એમ.રોય અને જસ્ટીસ ડી.એમ. વ્યાસની ખંડપીઠે આરોપી સામેનો કેસ પડતો મૂકી તેને દોષિત ઠરાવતો અગાઉનો હુકમ રદબાતલ ઠરાવ્યો હતો. જો કે, હાઇકોર્ટે આટલી ગંભીર બેદરકારી બદલ પોલીસ અને સરકારપક્ષની ભારે ટીકા કરી હતી. કંઇક વિચિત્ર અને રસપ્રદ એવા આ કેસના ઘટનાક્રમમાં હાઇકોર્ટે પત્નીની હત્યાના કેસમાં નડિયાદ ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકાયેલા આરોપીને તાજેતરમાં દોષિત ઠરાવ્યો હતો. જો કે, અપીલની સુનાવણી દરમ્યાન કોર્ટની વારંવારની તાકીદ અને નોટિસો છતાં આરોપી તરફથી કોઇ હાજર રહેતુ ન હતું. દરમ્યાન અપીલ કાયદાનુસાર ચલાવી આરોપીને દોષિત ઠરાવી તેને કેદની સજા સંભળાવતી વખતે આરોપીને હાજર રાખવા માટે હાઇકોર્ટે તેની વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. 

પરંતુ આરોપીને કેદની સજા સંભળાવાય તે તબક્કે ભારે આશ્ચર્ય અને અચાનક સરકારપક્ષ તરફથી અદાલતનું ઘ્યાન દોરાયું કે, આ કેસમાં આરોપી વર્ષ 2016માં ગુજરી ગયો છે, પોલીસ તરફથી છેક હમણાં અમને જાણ થઇ છે.  જેથી હાઇકોર્ટે બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી અને સરકારપક્ષ તેમ જ પોલીસની ભારે ટીકા કરતાં જણાવ્યું કે, પોલીસ તરફથી આટલા વર્ષો બાદ છેક છેલ્લા તબક્કે સરકારી વકીલનું ઘ્યાન દોરાયું તે બહુ ગંભીર બેદરકારી અને ફરજમાં નિષ્કાળજી કહેવાય. તેથી આ સમગ્ર મામલામાં જે કોઇ કસૂરવાર પોલીસ અધિકારી હોય તેની વિરૂદ્ધ ખેડા જિલ્લા પોલીસ વડાએ કાયદાનુસાર કાર્યવાહી કરવી. 

હાઇકોર્ટે એવી પણ ટકોર કરી કે, આ પરથી સ્પષ્ટ થાય છે કે, પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચે પણ સંકલનનો સ્પષ્ટ અભાવ વર્તાય છે. ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ કે ચૂક ના થાય તેનું ઘ્યાન રાખવા હાઇકોર્ટે સરકારપક્ષને કડક તાકીદ કરી હતી અને જણાવ્યું હતું કે, સરકારી વકીલની ઓફિસે ( સરકારી વકીલોએ) પણ આવા કેસોની અંતિમ સુનાવણીમાં દલીલ શરૂ કરતા પહેલા આરોપીની ઉપલબ્ધતા કે ન હોવા અંગે ચકાસણી કરવા સહિતની બાબતોનું જવાબદારીપૂર્વક ઘ્યાન રાખવું કે જેથી આ પ્રકારે અદાલતનો કિંમતી સમય વેડફાય નહી. હાઇકોર્ટે ગુજરી ગયેલા આરોપી વિરૂદ્ધનો કેસ પડતો મૂકી તેને દોષિત ઠરાવતો હુકમ રદબાતલ કર્યો હતો અને આખરે કેસનો નિકાલ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…
GUJARAT

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

February 6, 2026
અમદાવાદના બગોદરાની હચમચાવતી ઘટના, મંદિર પરિસરમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો | Heartbreaking Incid…
GUJARAT

અમદાવાદના બગોદરાની હચમચાવતી ઘટના, મંદિર પરિસરમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો | Heartbreaking Incid…

February 6, 2026
ઉમરગામના સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી, 3 બેભાન | Gas leakage in chemi…
GUJARAT

ઉમરગામના સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી, 3 બેભાન | Gas leakage in chemi…

February 6, 2026
Next Post
દબાણ, રખડતાં ઢોર અને ગેરકાયદે પાર્કિંગ દૂર કરવા એ સ્થાનિક પોલીસની જવાબદારી : હાઈકોર્ટ | gujarat high…

દબાણ, રખડતાં ઢોર અને ગેરકાયદે પાર્કિંગ દૂર કરવા એ સ્થાનિક પોલીસની જવાબદારી : હાઈકોર્ટ | gujarat high...

અમરેલીના જશવંત ગઢમાં રખડતા શ્વાનનો આતંક, પિતાની નજર સામે દોઢ વર્ષના બાળક પર હુમલો | amreli jaswantga…

અમરેલીના જશવંત ગઢમાં રખડતા શ્વાનનો આતંક, પિતાની નજર સામે દોઢ વર્ષના બાળક પર હુમલો | amreli jaswantga...

ટ્રમ્પના ટેરિફ સામે શેરબજાર ગગડ્યા, સેન્સેક્સે 80000નું લેવલ તોડ્યું, 211 શેરમાં લોઅર સર્કિટ | sense…

ટ્રમ્પના ટેરિફ સામે શેરબજાર ગગડ્યા, સેન્સેક્સે 80000નું લેવલ તોડ્યું, 211 શેરમાં લોઅર સર્કિટ | sense...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હૉસ્પિટલોએ બાંયો ચડાવી | gujara…

ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હૉસ્પિટલોએ બાંયો ચડાવી | gujara…

10 months ago
નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

4 months ago
યુવાનની યુવતીને ખુલ્લી ધમકી તું મારી સાથે સંબંધ બાંધ નહીં તો નગ્ન વિડીયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મૂ…

યુવાનની યુવતીને ખુલ્લી ધમકી તું મારી સાથે સંબંધ બાંધ નહીં તો નગ્ન વિડીયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મૂ…

5 months ago
વિદેશી દારૃ, બિયર સહિત 11.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, | Goods worth Rs 11 40 lakh including forei…

વિદેશી દારૃ, બિયર સહિત 11.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, | Goods worth Rs 11 40 lakh including forei…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News