gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગૂગલ અમેરિકા પછી ભારતમાં દુનિયાનું સૌથી મોટું એઆઈ હબ બનાવશે

– ભારત માત્ર ગ્રાહક નહીં, એઆઈ ઈનોવેશનનું જનરેટર બની રહ્યું છે: ગૂગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયન

નવી દિલ્હી : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓને ભારતમાં રોકાણ વધારવા સામે ચેતવણી આપી હોવા છતાં એપલથી લઈને ગૂગલ જેવી મોટી અને નાની ટેક કંપનીઓએ  ભારતમાં રોકાણ વધાર્યું છે. આવી જ એક પહેલના ભાગરૂપે અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે મંગળવારે ભારતમાં અત્યાર સુધીનું સૌથી વધુ ૧૫ અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. ૧.૩૩ લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ગૂગલ અદાણી ગૂ્રપ સાથે ભાગીદારીમાં અમેરિકાની બહાર આંધ્ર પ્રદેશમાં દુનિયાનું સૌથી મોટું એઆઈ હબ બનાવશે.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ મંગળવારે દિલ્હીમાં આયોજિત ભારત એઆઈ શક્તિ મેગા ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, તેમની કંપની ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નું વિશાળ હબ બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં ૧૫ અબજ ડોલર (અંદાજે રૂ. ૧.૩૩ લાખ કરોડ)નું રોકાણ કરશે. ગૂગલ અદાણી ગૂ્રપ સાથે ભાગીદારીમાં ૧ ગીગાવોટના ડેટા સેન્ટર સહિત એઆઈ આંતરરાષ્ટ્રીય ડેટા હબ બનાવશે, જેનાથી આંધ્ર પ્રદેશમાં પ્રત્યક્ષ ૬,૦૦૦ સુધી અને પરોક્ષ રીતે ૩૦,૦૦૦ સુધીની રોજગારી ઊભી થઈ શકે છે.

પિચાઈએ કહ્યું, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ અંગે વાત કરી છે અને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેમનું પહેલું એઆઈ હબ બનાવવા માટે અમેરિકન ટેક્નોલોજી દિગ્ગજની યોજના જણાવી હતી. વિશાખાપટ્ટનમમાં બનનારું વિશાળ ડેટા સેન્ટર અને એઆઈ બેઝ સ્વચ્છ ઊર્જા અને ફાઈબર ઓપ્ટિક નેટવર્કથી સંચાલિત હશે. આ ડેટા સેન્ટર ભારતમાં ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સોલ્યુશન્સ અને એઆઈ મોડેલ્સના વિકાસમાં ગતિ લાવશે. ભારત માત્ર ગ્રાહક નહીં, એઆઈ ઈનોવેશનનું જનરેટર બની રહ્યું છે.

અદાણી ગૂ્રપના ગૌતમ અદાણીએ જણાવ્યું કે, તેમની કંપની અદાણીકોનેક્સ ભારતની બીજા ક્રમની સૌથી મોટી મોબાઈલ ઓપરેટર ભારતી એરટેલ સાથે મળીને આ પ્રોજેક્ટ પર ગૂગલ સાથે ભાગીદારી કરશે. ગૂગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયને જણાવ્યું કે, આ સૌથી મોટું એઆઈ હબ હશે, જેમાં અમે અમેરિકાની બહાર જંગી રોકાણ કરી રહ્યા છીએ. ગૂગલ છેલ્લા ૨૧ વર્ષથી ભારતમાં કામ કરી રહી છે. આજે ૧૪,૦૦૦થી વધુ ભારતીયો ગૂગલ સાથે જોડાયા છે. ગૂગલની પાંચ એઆઈ લેબ અગાઉથી જ ભારતમાં એક્ટિવ છે.

ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈએ એક્સ પર લખ્યું, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું. અમે વિશાખાપટ્ટનમમાં પહેલા ગૂગલ એઆઈ કેન્દ્ર માટે પોતાની યોજનાઓ અંગે વિગતે વાત કરી હતી, જે એક ઐતિહાસિક સિદ્ધિ છે. આ કેન્દ્ર ગીગાવોટ સ્તરીય કમ્પ્યુટિંગ ક્ષમતા, એક નવું આંતરરાષ્ટ્રીય સબ-સી ગેટવે અને વિશાળ ઊર્જા ઈનોવેશન સાથે લાવે છે. તેના માધ્યમથી અમે પોતાની ઔદ્યોગિક અગ્રણી ટેક્નોલોજીને ભારતના ઉદ્યોગો અને વપરાશકારો સુધી પહોંચાડીશું, જેથી એઆઈ ઈનોવેશનમાં ગતિ આવશે અને દેશભરમાં વિકાસને ગતિ મળશે.

નવી દિલ્હીમાં ભારત એઆઈ શક્તિ મેગા ઈવેન્ટમાં ભારત સરકારના અનેક દિગ્ગજ મંત્રીઓ મંચ પર હાજર હતા, જેમાં નાણામંત્રી નિર્મલા સિતારામન, આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેમના પુત્ર તથા રાજ્યના આઈટી મંત્રી નારા લોકેશ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

ભારતમાં એઆઈ બૂમનો લાભ ઉઠાવવા આતુરતા

અમેઝોનની પાંચ વર્ષમાં 12.7 અબજ ડોલરના રોકાણ યોજના

– ભારતનું ડેટા સેન્ટર માર્કેટ ૨૦૨૭ સુધીમાં ૧૦૦ અબજ ડોલરને પાર થઈ જશે: નિષ્ણાતોનો દાવો

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર સોદામાં અવરોધોના કારણે બંને દેશો વચ્ચે આંશિક તણાવપૂર્ણ સંબંધો છતાં ભારતમાં સતત વિકસી રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બૂમનો લાભ ઊઠાવવા અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ રોકાણ વધારી રહી છે. અમેઝોને ભારતમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૨.૭ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે.

ભારતમાં માઈક્રોસોફ્ટ પણ તેના ડેટા સેન્ટરનું વિસ્તરણ કરી રહી છે, જે ભારતમાં અંદાજે એક અબજ ઈન્ટરનેટ યુઝર્સનો બેઝ ધરાવે છે. બીજીબાજુ ચેટજીપીટીની ઉત્પાદક ઓપનએઆઈએ ભારતમાં ૧ ગીગાવોટ ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારી કરી છે. અમેરિકન ટેક્નોલોજી કંપનીઓ ભારતમાં જે રીતે ડેટા સેન્ટર, એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારી રહી છે તે જોતાં નિષ્ણાતોનું માનવું છે કે ભારતનું ડેટા સેન્ટર બજાર વર્ષ ૨૦૨૭ સુધીમાં ૧૦૦ અબજ યુએસ ડોલરને પાર થઈ જશે. ભારતમાં તિવ્ર ગતિએ વિકસતા એઆઈ બજાર માટે કમ્પ્યુટિંગ પાવરની માગ વધી છે. એઆઈ માટે શક્તિશાળી કમ્પ્યુટિંગ ક્લસ્ટર્સમાં હજારો ચીપ્સને સાંસકળતા હાઈ-પરફોર્મન્સ ધરાવતા ડેટા સેન્ટર્સ જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
INDIA

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

May 14, 2026
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
INDIA

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

May 14, 2026
Next Post
નાણા વર્ષના પ્રથમ છ માસ દરમિયાન જેમ્સ જ્વેલરી નિકાસ 3.66% વધી 14 અબજ ડોલર | Gems and jewellery expor…

નાણા વર્ષના પ્રથમ છ માસ દરમિયાન જેમ્સ જ્વેલરી નિકાસ 3.66% વધી 14 અબજ ડોલર | Gems and jewellery expor...

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા રવિ કૃષિ મેળાનો ફિયાસ્કો | Fiasco of the Ravi Krishi Mela he…

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા રવિ કૃષિ મેળાનો ફિયાસ્કો | Fiasco of the Ravi Krishi Mela he...

અમદાવાદ સોનુ રૂપિયા 1,32,000 જ્યારે મુંબઈ ચાંદી રૂપિયા 1,83,000 | Ahmedabad gold is Rs 1 32 000 whil…

અમદાવાદ સોનુ રૂપિયા 1,32,000 જ્યારે મુંબઈ ચાંદી રૂપિયા 1,83,000 | Ahmedabad gold is Rs 1 32 000 whil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઠાસરાના પીપલવાડા પંથકમાં કાદવ-કીચડના રસ્તાથી હાલાકી | Muddy roads cause trouble in Pipalwada parish …

ઠાસરાના પીપલવાડા પંથકમાં કાદવ-કીચડના રસ્તાથી હાલાકી | Muddy roads cause trouble in Pipalwada parish …

5 months ago
14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ | gujarat rain forecast hea…

14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ | gujarat rain forecast hea…

8 months ago
સાનુકૂળ પરિબળોના ટેકા સાથે બિટકોઈન ફરી 94000 ડોલરની નજીક પહોંચ્યા | Bitcoin nears 94 000 again suppo…

સાનુકૂળ પરિબળોના ટેકા સાથે બિટકોઈન ફરી 94000 ડોલરની નજીક પહોંચ્યા | Bitcoin nears 94 000 again suppo…

5 months ago
એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News