
India-Japan Chandrayaan 5 Mission : અવકાશના ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ટોક્યોમાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે કે, ભારતની અવકાશ સંશોધન સંસ્થા ISRO અને જાપાનની એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી JAXA સંયુક્ત રીતે ચંદ્રયાન-5 મિશન પર કામ કરશે.
ભારત-જાપાનનું લૂનર પોલર એક્સપ્લોરેશન મિશન
આ મિશનનું નામ લૂનર પોલર એક્સપ્લોરેશન (LUPEX) છે, જે વર્ષ 2027-28માં લોન્ચ થવાની સંભાવના છે. આ મિશનમાં જાપાનના H3 રોકેટનો ઉપયોગ થશે.










