gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

G METRO NEWS by G METRO NEWS
July 13, 2026
in GUJARAT
0 0
0
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક
0
VIEWS
Share on FacebookShare on Twitter

આરોગ્ય તંત્રને દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા અપાયા આદેશ

રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના અપાઈ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

આરોગ્ય મંત્રી શ્રી પાનશેરીયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના સચોટ નિદાન માટે લેબોરેટરી ટેસ્ટિંગની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. કુલ ૨૭ શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી ૧૯ નમૂનાના પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યા છે. જેમાંથી ૭ પોઝિટિવ અને ૧૨ નેગેટિવ આવ્યા છે. જ્યારે બાકી રહેલા ૮ નમૂનાઓનું પરીક્ષણ પરિણામ આવવાનું બાકી છે, જે આજે સાંજ સુધીમાં આવી જશે.

ચાલુ વર્ષે ચાંદીપુરા વાયરસના કારણે કુલ ત્રણ પોઝિટિવ બાળકોના દુઃખદ મૃત્યુ થયા છે, જે અંગે મંત્રીશ્રીએ બેઠકમાં દુ:ખ વ્યક્ત કરીને હવે રાજ્યમાં એકપણ બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ ન થાય તે અંગે સઘન કાળજી લેવા આરોગ્ય તંત્રને તાકીદ કરી હતી.

આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-IMAની મદદ લેવામાં આવી રહી છે. રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાઇડલાઇન જાહેર કરી ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા જણાવાયું છે. નાના સેન્ટરો અને ખાનગી ક્લિનિક ચલાવતા ડૉક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે કે, જો આવો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો પ્રાથમિક સારવાર બાદ સમય બગાડ્યા વિના બાળકને ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ધરાવતી મોટી હોસ્પિટલોમાં તુરંત જ દાખલ કરવામાં આવે, જેથી બાળકની કિંમતી જિંદગી બચાવી શકાય.

આરોગ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪માં રાજ્યના જે ૬૧ સ્થળો પરથી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા, તે તમામ સ્થળો પર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દવાનો છંટકાવ અને લોકજાગૃતિના કાર્યક્રમો યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. જૂના આ ૬૧ સ્થળોમાંથી એક પણ જગ્યાએ નવો કેસ રિપીટ થયો નથી. જે નવા વિસ્તારોમાં દર્દીઓ મળી આવ્યા છે, ત્યાં પણ પ્રશાસન દ્વારા તુરંત જ ફોગિંગ, સેન્ડફ્લાય માખીના નાશ માટે સ્પ્રે અને સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. વાયરસના ફેલાવાને રોકવા માટે રાજ્યના નાનામાં નાના આરોગ્ય કેન્દ્ર સુધી દવાનો પૂરતો જથ્થો અને જરૂરી તબીબી પુરવઠો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોએ પણ સાવચેતી રાખવી અનિવાર્ય છે. જો કોઈ બાળકમાં તાવ, ઉલટી કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય, તો તુરંત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. આ ઉપરાંત આરોગ્ય તંત્રને દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા આદેશ આપવામાં આવ્યા છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, શહેરી આરોગ્ય કમિશનર  ડૉ. સંધ્યા ભુલ્લર, ગ્રામ્ય આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ, જાહેર આરોગ્ય અધિક નિયામક ડૉ. નિલમ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software
GUJARAT

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

July 13, 2026
PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …
GUJARAT

PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …

July 13, 2026
મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:
GUJARAT

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:

July 13, 2026
Next Post
PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …

PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie ...

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરવલ્લીના પહાડો-જંગલો બચાવો! આવતીકાલે ખેડબ્રહ્મામાં ચૈતર વસાવાનું જન સંમેલન, આંદોલનની ચિમકી | Sabark…

અરવલ્લીના પહાડો-જંગલો બચાવો! આવતીકાલે ખેડબ્રહ્મામાં ચૈતર વસાવાનું જન સંમેલન, આંદોલનની ચિમકી | Sabark…

7 months ago
વડોદરાના સાવલીમાં નાણાની લેતી દેતીના ઝઘડામાં માતા-પુત્ર પર હુમલો | Mother and son attacked in a disp…

વડોદરાના સાવલીમાં નાણાની લેતી દેતીના ઝઘડામાં માતા-પુત્ર પર હુમલો | Mother and son attacked in a disp…

10 months ago
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું : એસ.ઓ.જી શાખાની ટુકડીએ શખ્…

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું : એસ.ઓ.જી શાખાની ટુકડીએ શખ્…

3 months ago
મોબાઇલથી સીધા રોકડા ઉપડશે: હવે ATM નહીં, UPI દ્વારા બનશે શક્ય | NPCI working on feature in which use…

મોબાઇલથી સીધા રોકડા ઉપડશે: હવે ATM નહીં, UPI દ્વારા બનશે શક્ય | NPCI working on feature in which use…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News