![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધાી હતી. વિશ્વ બજારના સમાચાર આગેકૂચ બતાવતા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં તેજીનો પવન ફૂંકાયો હતો. જો કે ઉંચા મથાળે નવા વેપાર ધીમા રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજેે ચાંદીના ભાવન કિલોના ઝડપી રૂ.૧૫૦૦ ઉછળી રૂ.૧ લાખ ૧૩ હજાર ૫૦૦ની ટોચે પહોંચી ગયા હતા.
અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૦ વધ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧ લાખ ૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧ લાખ ૧૨૦૦ બોલાતા થયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૧૬થી ૩૩૧૭ વાળા ઉછલી ૩૩૫૮થી ૩૩૫૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધ્યા પછી ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડો ફંડોની લેવાલી વધ્યાના સમાચાર મળ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૩૭.૭૩થી ૩૭.૭૪ વાળા વધી આજે ૩૮.૪૩ થઈ ૩૮.૩૯થી ૩૮.૪૦ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૭૦૬૩ વાળા વધી રૂ.૯૭૮૫૦ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૭૪૫૩ વાળા વધી રૂ.૯૮૨૪૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧ લાખ ૧૧ હજારથી વધી રૂ.૧ લાખ ૧૨ હજાર ૭૦૦ના મથાળે પહોંચ્યા હતા.
મુંબઈ સોના-ટાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૪૧૩થી ૧૪૧૪ વાળા વધી ૧૪૭૯થી ૧૪૮૦ ડોલર બોલાયા હતા. જ્યારે વૈશ્વિક પેલેડીયમના ભાવ ૧૨૩૪થી ૧૨૩૫ વાળા વધી ૧૨૩૬થી ૧૨૩૧થી ૧૨૩૨ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૭૦થી ૧.૭૫ ટકા વધ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ફરી વધી બેરલના ૭૦ ડોલર ઉપર ગયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૬૮.૭૨ વાળા વધી ૭૦.૬૭થી ૭૦.૬૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૬.૬૨ વાળા વધી ૬૮.૮૧ ડોલર રહ્યા હતા.
યુરોપના દેશોએ રશિયાના ક્રૂડ પર નવા અંકુશો લાદયાના સમાચાર હતા. આના પગલે વિશ્વ બજારમાં રશિયાના ક્રૂડની સપ્લાય ઘટવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ વધુ ૧૪થી ૧૫ ટકા વધવાની શક્યતા છે. સોનાના વૈશ્વિક ભાવ વધી ડિસેમ્બર અંત સુધીમાં ઔંશના ૩૮૦૦ ડોલર ઉપર જઈ ૩૮૩૫થી ૩૮૪૦ ડોલર સુધી જવાની શકયતા બતાવાઈ છે.










