
Tiktok News: સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ દ્વારા દાવો કરાઇ રહ્યો છે કે ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવાયો છે, જો કે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારે ટિકટોકને અનબ્લોક કરવાનો કોઇ આદેશ જાહેર નથી કર્યો. એવું કોઇ પણ નિવેદન કે સમાચાર ખોટા છે.

શું દાવો કરાઇ રહ્યો છે?
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચાઇનીઝ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTokની વેબસાઇટ 5 વર્ષ પછી ભારતમાં ફરીથી લોન્ચ કરવામાં આવી છે.










