![]()
ચાંગોદર
ઓવર બ્રિજ પર વિચિત્ર અકસ્માત
વાહનોની
સુરક્ષા અને ફિટનેસ અંગે સવાલ ઃ વાહનોના ફિટનેસ ચેક કરવા ડ્રાઇવ યોજવા માંગ
સાણંદ
– ચાંગોદરમાં ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી
એક ખાનગી કંપનીની બસનું ટાયર અચાનક નીકળીને નીચે સવસ રોડ પર પડતા, ત્યાંથી પસાર થઈ રહેલા
એક બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
‘યુનિસન ફાર્મા‘ કંપનીની સ્ટાફ બસ આજે ચાંગોદર બ્રિજ
પરથી પસાર થઈ રહી હતી. આ સમયે ચાલુ બસનું ટાયર અચાનક નીકળી ગયું હતુ અને
રગડતું-રગડતું બ્રિજ પરથી નીચે સવસ રોડ પર ખાબક્યું હતુ. આ સમયે સવસ રોડ પરથી બાઇક
લઇ પસાર થઇ રહેલા ભીખાભાઈ ઝાલા (ઉ.૪૫, બદરખા ગામ, તા. ધોળકા) પર બસનું તોતિંગ ટાયર બાઈક પર પડતાં ઘટના સ્થળે જ કમકમાટી
ભર્યું મોત નીપજ્યું હતુ.
આ
અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકો ટોળે વળતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. બીજી તરફ
અકસ્માતની જાણ થતાં ચાંગોદર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો
નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
આ
ઘટનાએ વાહનોની સુરક્ષા અને ફિટનેસ અંગે સવાલો ઊભા કર્યા છે. આગામી દિવસોમાં દરેક
વાહનોના ફિટનેસ ચેક કરી ડ્રાઈવ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.










