gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા | China recalls 300 engineer…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in INDIA
0 0
0
ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા | China recalls 300 engineer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એન્જિનિયરોને પાછા બોલાવવા મુદ્દે ચીનની ચૂપકીદી

ચીને ભારત તથા દક્ષિણ પૂર્વ એશિયામાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને પાર્ટ્સની નિકાસ પર અંકુશ મૂકવાના સંકેતો આપ્યા હતા

નવી દિલ્હી: ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનનું ઉત્પાદન હબ બન્યું છે અને વૈશ્વિક નિકાસમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. એપલના આઈફોનની વૈશ્વિક નિકાસમાં ભારતનું યોગદાન 20 ટકા જેટલું છે. એપલ હવે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ નવો આઈફોન-૧૭ લોન્ચ કરવા જઈ રહી છે, જેનું ઉત્પાદન તમિલનાડુમાં થઈ રહ્યું છે. આવા સમયે ચીને અવળચંડાઈ દર્શાવતા ફોક્સકોન ટેક્નોલોજી ગૂ્રપના તમિલનાડુ પ્લાન્ટમાંથી તેના અંદાજે ૩૦૦ એન્જિનિયરોને પાછા બોલાવી લીધા છે અને તેનું કોઈ કારણ પણ કહ્યું નથી.

અમેરિકન કંપની એપલ ભારતમાં ફોક્સકોન ટેક્નોલોજી ગૂ્રપ મારફત આઈફોનનું ઉત્પાદન કરે છે. ફોક્સકોન ટેક્નોલોજીએ આઈફોનના ઉત્પાદન માટે તમિલનાડુમાં પ્લાન્ટ સ્થાપ્યો છે. એપલ હવે ટૂંક સમયમાં આઈફોન-૧૭ લોન્ચ કરવાની છે તેવા સમયે જ ચીને ફોક્સકોન ટેક્નોલોજી ગૂ્રપના તમિલનાડુ પ્લાન્ટમાંથી તેના અંદાજે ૩૦૦ એન્જિનિયરોને પાછા બોલાવી લીધા છે. તાજેતરના મહિનાઓમાં ચીને બીજી વખત આવું પગલું ભર્યું છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ ચીનના આ પગલાંથી ભારતમાં એપલના વિસ્તરણની ગતિ પર અસર થઈ રહી છે. આ એન્જિનિયર ફોક્સકોનની યુજાન ટેક્નોલોજી યુનિટમાં કામ કરતા હતા, જે જૂના આઈફોન મોડેલ માટે ઈનક્લોઝર અને ડિસ્પ્લે મોડયુલ બનાવે છે. રિપોર્ટ મુજબ આ કર્મચારીઓને હવે ચીન પાછા મોકલી દેવાયા છે અને તમિલનાડુ સ્થિત ફોક્સકોને તેમની જગ્યાએ તાઈવાનના એન્જિનિયરોને બોલાવવાનું શરૂ કર્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષની શરૂઆતમાં પણ ફોક્સકોને કથિત રીતે ભારત સ્થિત તેની આઈફોન ફેક્ટરીમાંથી સેંકડો ચીની એન્જિનિયરો અને ટેકનિશિયનોને પાછા ઘરે મોકલી દીધા હતા.

મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે ચીને મૌખિકરૂપે નિયામકો અને સ્થાનિક સરકારોને ભારત તથા દક્ષિણ પૂર્વ એશિયામાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને પાર્ટ્સની નિકાસ પર અંકુશ મૂકવા માટે સંકેતો આપ્યા હતા, જેથી ચીનમાંથી એપલના આઈફોનના ઉત્પાદનનું પલાયન રોકી શકાય. જોકે, એન્જિનિયરોને ભારતથી પાછા બોલાવવાના કારણો અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…
INDIA

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી | Shashi Tharoor’s Convoy…

April 4, 2026
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…
INDIA

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

April 4, 2026
એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…
INDIA

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

April 4, 2026
Next Post
અમદાવાદ- ધોળકા- ખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયના મોત | 4 cows die after being hit by an u…

અમદાવાદ- ધોળકા- ખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયના મોત | 4 cows die after being hit by an u...

દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા | Despite Scorpio bullets…

દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા | Despite Scorpio bullets...

બિહારમાં ભૂમાફિયાઓનો હાઇવેની જમીન પર કબજો, બારોબાર વેચી નાખી | Land mafias in Bihar seized highway l…

બિહારમાં ભૂમાફિયાઓનો હાઇવેની જમીન પર કબજો, બારોબાર વેચી નાખી | Land mafias in Bihar seized highway l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટોર્મ શેડો મિસાઈલ : આતંકીઓ ઉપર વરસેલું વ્યાધીનું વાવાઝોડું | Storm Shadow Missile: A storm of dise…

સ્ટોર્મ શેડો મિસાઈલ : આતંકીઓ ઉપર વરસેલું વ્યાધીનું વાવાઝોડું | Storm Shadow Missile: A storm of dise…

11 months ago
છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

3 weeks ago
વડોદરાના કામનાથ મહાદેવ મંદિરમાં રાત્રે અસામાજિક તત્વોની તોડફોડ | Anti social elements vandalized Vad…

વડોદરાના કામનાથ મહાદેવ મંદિરમાં રાત્રે અસામાજિક તત્વોની તોડફોડ | Anti social elements vandalized Vad…

3 months ago
મેઘરાજા હવે ખમૈયા કરો! 24 કલાકમાં ગુજરાતનાં 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | Rain Disrup…

મેઘરાજા હવે ખમૈયા કરો! 24 કલાકમાં ગુજરાતનાં 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | Rain Disrup…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News