
– રાહુલ, પ્રિયંકા સહિત 30ની અટકાયત બાદ છૂટકારો : અખિલેશ બેરિકેડ્સ કુદયા
– ચૂંટણી કમીશનરે મુલાકાત ન આપી, સાંસદોએ અગાઉ મંજુરી ન લીધી સરકાર કંઇ વાતથી ડરે છે કમીશનરને મળવા દેતા નથી : ખડગે
– માત્ર 30 જ સાંસદોને ચૂંટણી પંચની ઓફિસે લઇ જવાની છૂટ હતી : દિલ્હી પોલીસ
નવી દિલ્હી : મતદાર યાદીમાં ગડબડ કરીને ભાજપ માટે મતોની ચોરી કરવામાં આવી રહી હોવાના આરોપો સાથે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને દિલ્હીમાં સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી રેલી કાઢી હતી. જોકે સાંસદોને આગળ વધતા અટકાવવા માટે બેરિકેડ્સ તૈનાત કરી દેવાયા હતા. તેમ છતા સાંસદોએ આગળ વધવાનો પ્રયાસ કરતા મોટાભાગનાની અટકાયત કરવામાં આવી હતી.










