![]()
Vande Bharat Sleeper Train in West Bengal : નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્રની મોદી સરકારે પશ્ચિમ બંગાળને મોટી ભેટ આપી છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા, રેલવે મંત્રાલયે બંગાળ માટે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના રૂટની જાહેરાત કરી છે. આ ટ્રેન ગુવાહાટીથી કોલકાતા વચ્ચે દોડશે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં કરશે.
સ્વદેશી ટેક્નોલોજી આધારિત છે આ વંદે ભારત ટ્રેન
સ્વદેશી ટેકનોલોજીથી બનેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો હાઈ-સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, રેલવેએ નવા વર્ષના પ્રથમ દિવસે જ તેના રૂટની જાહેરાત કરીને મુસાફરોને ખુશખબર આપી છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતાં જણાવ્યું કે, “વર્ષ 2026 સુધારાઓનું વર્ષ છે. આવનારા દિવસોમાં આવી જ વધુ ટ્રેનોની ઝલક જોવા મળશે.” પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા વંદે ભારત સ્લીપર ટ્રેનની આ ભેટને કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત તરીકે જોવામાં આવી રહી છે.
The first Vande Bharat sleeper train will run from Guwahati to Kolkata. Prime Minister Narendra Modi will flag off the train on this route in the coming days. The inauguration is expected to take place within the next 15-20 days, around January 17-18.
The fare for the Vande… pic.twitter.com/ZBsqyY2rl9
— ANI (@ANI) January 1, 2026
વંદે ભારત સ્લીપરનું ભાડું નક્કી
સત્તાવાર માહિતી મુજબ, ગુવાહાટીથી કોલકાતા માટે થર્ડ એસીનું ભાડું ₹2300, સેકન્ડ એસીનું ભાડું ₹3000 અને ફર્સ્ટ એસીનું ભાડું ₹3600 હશે.
જાન્યુઆરીમાં જ થશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી મહિનામાં જ દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 17 અથવા 18 જાન્યુઆરીએ ઉદ્ઘાટન થઈ શકે છે. રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું કે આગામી 6 મહિનામાં 8 અને વર્ષના અંત સુધીમાં 12 વધુ વંદે ભારત સ્લીપર ટ્રેનો શરૂ કરવામાં આવશે.










