![]()
Jamnagar Police : જામનગર તાલુકાના આલિયા ગામમાં રહેતા સવાભાઈ વિજાભાઈ પડસારીયા નામના શખ્સને જામનગરની અદાલતે ચેક રીટર્ન અંગેના કેસમાં તકસીરવાન ઠરાવ્યો હતો, અને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. પરંતુ આરોપી નાસતો ફરતો રહ્યો હોવાથી પંચકોશી એ. ડિવિઝનનો પોલિસ સ્ટાફ તેને શોધી રહ્યો હતો.
દરમિયાન ઉપરોક્ત આરોપી સવાભાઈ ભરવાડ ગઈકાલે સાંજે ધુવાવ ગામની સીમ વિસ્તારમાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઝડપી લીધો હતો, અને તેને અદાલત સમક્ષ રજૂ કરતાં જેલ હવાલે કરી દેવાયો છે.










