વડોદરાઃ છાણીની કેનાલમાં આજે બપોરે બે મિત્રો તણાતાં એકનો બચાવ થયો હતો.પરંતુ બીજો લાપત્તા થઇ જતાં તેને શોધવા માટે ફાયર બ્રિગેડ કામે લાગી છે. રાતે એનડીઆરએફને પણ બોલાવવામાં આવી છે.
છાણી મેન રોડ થી ટીપી-૧૩ જવાના માર્ગે આવેલી કેનાલ પાસે ડૂબવાના બનાવો વારંવાર બનતા હોવાથી ફેન્સિંગ કરવા માટે તેમજ જ્યાં ફેન્સિંગમાં કાણાં પાડયા છે તે રીપેર કરવા માટે માંગણી કરવામાં આવી છે.
આજે કેનાલમાં વધુ એક આશાસ્પદ કિશોર ડૂબી ગયો હોવાનો બનાવ બનતાં લોકોના ટોળાં ઉમટયા છે.










