![]()
Missing Bike E-Memo in Bodeli: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં ત્રણ વર્ષ પહેલાં ચોરાઈ ગયેલી વેપારીની બાઈક હજુ સુધી મળી નથી, પરંતુ તેનો ઈ-મેમો અચાનક આ બાઈક માલિકના મોબાઈલ પર આવતાં આખો પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો. વડોદરા પોલીસે મેમોમાં હેલ્મેટ વિના બાઈક ચલાવવાના કારણે 500 રૂપિયાનો દંડ લગાવાયો છે અને તેમાં ચાલકનો સ્પષ્ટ ફોટો પણ છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના વેપારી જાવેદ ખત્રીની બાઈક GJ 34 C 7891 28મી ડિસેમ્બર 2022ના રોજ ચોરાઈ ગઈ હતી. આ અંગેની અરજી બોડેલી પોલીસ સ્ટેશનમાં આપી હતી, જોકે, ત્રણથી આ બાઈક વેપારીને મળી નહોવા છતા વડોદરા પોલીસે બાઈકનો 500 રૂપિયાનો ઈ મેમો 20.8.2025ના રોજ આરપીડીથી મોકલતા આ પરિવાર જનો પણ અચરજમાં મુકાઈ ગયા હતા.
આ પણ વાંચો: ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ
વેપારીએ પોલીસમાં રજૂઆત કરી
ચોરાયેલી બાઈકનો ઈ મેમો મળતા વેપારીએ પોલીસમાં લેખિતમાં રજૂઆત કરી હતી. વેપારીના જણાવ્યાનુસાર, 20મી ઓગસ્ટ 2025ના રોજના મોબાઈલ પર વડોદરાના મકરપુરા પોલીસ મથકથી 500 રૂપિયાનો ઈ-મેમો આવ્યો છે. આ મેમોમાં બાઈક હેલ્મેટ વિના ચલાવવાના કારણે દંડ લગાવાયો છે અને તેમાં ચાલકનો સ્પષ્ટ ફોટો પણ જોવા મળે છે. જેથી મને લાગે છે કે, મારી આ બાઈક કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાઈ રહી છે, જો આ મામલે વધુ તપાસ થતા ત્રણ વર્ષ પહેલાં ચોરાયેલી મારી બાઈક મને પાછી મળી શકે છે.










