gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ | chhota u…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ | chhota u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur Food poisoning: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદૂરપુર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગના સમાચાર સામે આવ્યા છે. શાળામાં આશરે 18 જેટલા બાળકોની અચાનક તબિયત લથડતા ફૂડ પોઇઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, શાળાના સંચાલકો દ્વારા આ મામલો રફે-દફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને વાલીને બાળકોની તબિયત વિશે જાણ કરવામાં આવી નહતી. પરંતુ, બાદમાં હકીકત સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ શાળાએ પહોંચી તપાસ માટે નમૂના એકઠા કર્યા હતા. 

આ પણ વાંચોઃ રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના બહાદૂરપુર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં અચાનક વિદ્યાર્થીઓની તબિયત લથડવા લાગી હતી. કુલ 18 જેટલા બાળકોને અચાનક ઊલટી અને પેટમાં દુખાવા જેવી બીમારીની સમસ્યા જોવા મળી હતી. આ ઉપરાંત બે વિદ્યાર્થીઓને તાવ અને 4 વિદ્યાર્થીને અશક્તિ તેમજ અન્ય 4ને શારીરિક દુખાવા જેવી તકલીફ ઊભી થઈ હતી. જોકે, શાળા દ્વારા બારોબાર તેમની સારવાર કરી દેવામાં આવી અને વાલીઓને આ વિશે જાણ કરવામાં આવી નહતી. જોકે, વિદ્યાર્થીઓની તબિયત વિશે માહિતી મળતા જ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. 

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ 2 - image

હોસ્ટેલની બહારની ગંદકી

શાળા સંચાલકોના ઉડાઉ જવાબ

શાળા સંચાલકોને જ્યારે આ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, હોસ્ટેલના ભોજનથી કોઇને ફૂડ પોઇઝનિંગ થયું નથી. વાલીઓ રવિવારે પોતાના બાળકો માટે ખાવાનું લઈને આવે છે. આ ખાવાનું બાળકોએ રવિવારે પણ ખાધું અને સોમવારે વાસી પણ ખાધું જેના કારણે તેમની તબિયત બગડી હોય શકે છે. 

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ 3 - image

ઇન્ચાર્જઃ રશ્મિબહેન

આ પણ વાંચોઃ પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર

આરોગ્ય વિભાગની ટીમ 72 કલાક કરશે તપાસ

જોકે, આરોગ્ય વિભાગના કર્મચારી આર. એસ. પટેલે જણાવ્યું કે, અમને વિદ્યાર્થીઓની તબિયત વિશે જાણ થતા તુરંત તપાસ માટે આવ્યા હતા. હાલ, હોસ્ટેલના રસોડાની સ્થિતિ જોઇને એવું જ લાગે છે કે, હોસ્ટેલના ભોજનથી જ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોય શકે છે. જોકે, હાલ અમે સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. 72 કલાક સુધી આરોગ્ય વિભાગની ટીમ અહીં કાર્યરત રહેશે અને તપાસ કરશે. જો તપાસમાં કંઇ શંકાસ્પદ જણાશે તો તે વિશે વિસ્તારથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ 4 - image

આરોગ્ય વિભાગના કર્મચારી

હોસ્ટેલમાં નીકળ્યો હતો સાપ

નોંધનીય છે કે, આ પહેલાં હોસ્ટેલના કેમ્પસમાં સાપ નીકળવાની બાબત પણ સામે આવી હતી. જોકે, પી.ટી. ટીચર દ્વારા આ અંગે ઉડાઉ જવાબ આપતા જણાવવામાં આવ્યું હતું કે, ‘આ તો કુદરતી છે, કેમ્પસમાં ખુલ્લી જમીન અને વૃક્ષો છે એટલે સાપ નીકળે. ગામના ઘરોમાં પણ સાપ નીકળે છે.’ જોકે, અહીં 350 જેટલા બાળકો જ્યારે હોસ્ટેલમાં રહેતા હોય ત્યારે તેમની સુરક્ષાની જવાબદારીને લઈને પણ ગંભીર સવાલ ઊભા થાય છે.

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ 5 - image

પી.ટી ટીચર વસીમ મન્સૂરી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …
GUJARAT

સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

June 24, 2026
સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…
GUJARAT

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

June 24, 2026
Next Post
ગીર ગઢડામાં માતાની નજરો સામે સિંહણ બે વર્ષની બાળકીને ઉઠાવી ગઇ, 1 કિ.મી. દૂર લાશ મળી | Lioness snatch…

ગીર ગઢડામાં માતાની નજરો સામે સિંહણ બે વર્ષની બાળકીને ઉઠાવી ગઇ, 1 કિ.મી. દૂર લાશ મળી | Lioness snatch...

રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ | Veteran cricketer Chete…

રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ | Veteran cricketer Chete...

હિટ એન્ડ રન કેસમાં વડોદરા પોલીસે અમદાવાદના કારચાલકને ઝડપી પાડ્યો, મૃતકની ઓળખ બાકી | Vadodara police …

હિટ એન્ડ રન કેસમાં વડોદરા પોલીસે અમદાવાદના કારચાલકને ઝડપી પાડ્યો, મૃતકની ઓળખ બાકી | Vadodara police ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બિહારના લોકોને રાજનીતિ સમજવી નથી પડતી, તેઓ દુનિયાને રાજનીતિ સમજાવે છે’, સુરતમાં બોલ્યા PM મોદી | PM…

‘બિહારના લોકોને રાજનીતિ સમજવી નથી પડતી, તેઓ દુનિયાને રાજનીતિ સમજાવે છે’, સુરતમાં બોલ્યા PM મોદી | PM…

7 months ago
ભાવનગરમાં કાગબાપુના ભજનોથી ગુંજી ઉઠ્યું ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ

ભાવનગરમાં કાગબાપુના ભજનોથી ગુંજી ઉઠ્યું ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ

7 months ago
રાજકીય સન્માન સાથે આજે બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં 3 દિવસનો શોક | Ajit Pawar…

રાજકીય સન્માન સાથે આજે બારામતીમાં અજિત પવારના અંતિમ સંસ્કાર, મહારાષ્ટ્રમાં 3 દિવસનો શોક | Ajit Pawar…

5 months ago
કમળા ચોકડી પાસેથી કારમાંથી બિયરના 288 ટીન ઝડપાયા | 288 cans of beer seized from a car near Kamla Cho…

કમળા ચોકડી પાસેથી કારમાંથી બિયરના 288 ટીન ઝડપાયા | 288 cans of beer seized from a car near Kamla Cho…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News