gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર: હાઈવેની કામગીરી બની કાળમુખી, ઓવરલોડ લાકડા ભરેલા ટ્રેક્ટર પરથી પટકાતા મજૂરનું મોત, 2 બાળક…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર: હાઈવેની કામગીરી બની કાળમુખી, ઓવરલોડ લાકડા ભરેલા ટ્રેક્ટર પરથી પટકાતા મજૂરનું મોત, 2 બાળક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લામાં હાલ નેશનલ હાઈવે 56 ચાર લેન (નસવાડી તાલુકાના ધામસિયા થી બોડેલી તાલુકાના જબુગામ સુધી) બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, તેમાં રોડની સાઇડમાંથી વૃક્ષો કાપીને જંગલ ખાતાના ડેપોમાં લઈ જવાના કામકાજ દરમિયાન કરૂણ ઘટના ઘટી છે, લાકડા ભરેલા ટ્રેક્ટરમાંથી મજૂરી અર્થે આવેલો એક યુવક પડી જતાં તેનું કંપારીભર્યું મોત થયું છે. મૃતક બે બાળકોના પિતા છે, પત્ની 24 વર્ષની ઉંમરે વિધવા બની છે!

ઓવરલોડ લાકડાને કારણે બની ઘટના?

નર્મદા જિલ્લાના ઝરવાણી ગામનો રાજેશ સનિયાભાઈ વસાવા લાકડા ભરેલા ટ્રેક્ટરમાં બેઠો હતો, ટ્રેક્ટર ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા તે ટ્રેક્ટરમાંથી પટકાઈ ટાયરમાં આવી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું. મૃતકના સગાઓનો આક્ષેપ છે કે ગેરકાયદે રીતે ટ્રેકટર લાકડા ભરવાની કામગીરી ચાલી રહી હતી, ઓવરલોડ લાકડા ભરેલા હતા જે દોરડાથી પણ બાંધેલા ન હતા, ટ્રેક્ટર ખેતી માટેના ઉપયોગનું હતું જેમાં લાકડા ભરી શકાય નહીં, પણ રોડ બનાવનાર કોન્ટ્રાકટરો અને અધિકારીઓ મજબૂરીનો ફાયદો ઉઠાવી મજૂરી કરતાં આદિવાસી સમાજના મજૂરોને મોતના મુખમાં ધકેલે છે. કોઈ પણ સુરક્ષા વગર ઓવરલોડમાં લાકડા હેરફેર કરવાનું કામકાજ થઈ રહ્યું હતું. 

છોટાઉદેપુર: હાઈવેની કામગીરી બની કાળમુખી, ઓવરલોડ લાકડા ભરેલા ટ્રેક્ટર પરથી પટકાતા મજૂરનું મોત, 2 બાળકો નોંધારા બન્યા 2 - image

ધારાસભ્ય અને સાંસદે મદદની આપી ખાતરી

મૃતકના પરિવારજનો અકસ્માત થયા બાદ મૃતદેહ સ્વીકારવા તૈયાર ન હતા. જે બાદ નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ અને છોટાઉદેપુર સાંસદ જસુ રાઠવાએ મૃતકના પરિવાર માટે ગ્રામજનોની માંગણી સ્વીકારી હતી. પરિવારને આર્થિક મદદ મળે તે માટે  ત્રણ લાખ રૂપિયા અપાવવાની ખાતરી આપી હતી. 

માણસની જિંદગીની કિંમત માત્ર ત્રણ લાખ રૂપિયા?

અહીં સવાલ એ ઊભો થાય છે કે ક્યાં સુધી ગરીબ મજૂરોનો જીવ આમ જ જતો રહેશે, તેના બે નાના બાળકો અને 24 વર્ષની પત્નીનું શું? કેમ કોન્ટ્રાકટર કે અધિકારીઓ મૃતકના પરિવારની મદદે ન આવ્યા કે ન કોઈ આર્થિક સહાય કરી, શું માણસની જિંદગીની કિંમત માત્ર ત્રણ લાખ રૂપિયા છે?  હાલ તો વસાવા પરિવાર પર આફત આવી પડી છે, બે બાળકોના માથેથી મોભી છીનવાઇ ગયો છે, પત્ની આક્રંદ અને વલોપાત કરી રહી છે. 

મૃતકના પરિજનોએ કરી આર્થિક સહાયની માગ

મૃતકના સગા  ધીરજ વસાવાએ કહ્યું કે, ‘અમારા જ ગામનો યુવક કામ અર્થે પાણેજ ગામ ગયો હતો, અમને જણાવાયું છે કે તે ટ્રેક્ટરની ટ્રોલીમાંથી પડી ગયો હતો,  એ ટ્રોલીમાં 300 મણ જેટલા લાકડા ભરેલા હતા. જે ઓવરલોડ હતા, જે લાકડાઓ રાતોરાત ભરાઈ ગયા અને ઘટનાસ્થળે નવા લાકડા મૂકી દીધા, અમારા ગામના મૃતક ભાઈ અને તેના પરિવારને વહેલી તકે ન્યાય મળે અને આર્થિક સહાય મળે’

આ પણ વાંચો: અમરેલી: સ્ટેટ હાઈવેની કામગીરીમાં રોડ સેફ્ટીના અભાવે 36 કલાકમાં 2ના મોત, કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

પોલીસે ચાર અલગ અલગ કલમો હેઠળ નોંધ્યો ગુનો

બોડેલી પોલીસ સ્ટેશનના PSIના જણાવ્યા અનુસાર, ‘મજૂરો લાકડા ભરી ગોડાઉનમાં ખાલી કરતાં હતા, કદાચ ટ્રેક્ટર થોડું ઝડપી ચલાવતા હતા જેથી એક મજૂર પડી ગયો હતો. જે બાદ તે ટ્રેક્ટર નીચે આવી જતાં તે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ લાવવામાં આવેલો હતો. ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેની સાથે કામ કરતાં મજૂરોની ફરિયાદ લેવામાં આવેલી છે, બોડેલી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 281 તેમજ 106/1, MV એક્ટની કલમ 177, 184, મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
અમરેલી: સ્ટેટ હાઈવેની કામગીરીમાં રોડ સેફ્ટીના અભાવે 36 કલાકમાં 2ના મોત, કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રીને…

અમરેલી: સ્ટેટ હાઈવેની કામગીરીમાં રોડ સેફ્ટીના અભાવે 36 કલાકમાં 2ના મોત, કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રીને...

રાજકોટ નશીબવંતુઃ માંજરેકર, મોંગિયા, ચામિંદાવાસ જેવા ક્રિકેટરોનું ડેબ્યૂ-પ્લેસ | Rajkot is lucky: Deb…

રાજકોટ નશીબવંતુઃ માંજરેકર, મોંગિયા, ચામિંદાવાસ જેવા ક્રિકેટરોનું ડેબ્યૂ-પ્લેસ | Rajkot is lucky: Deb...

અમદાવાદના પતંગ બજારમાં ‘પંજાબ-બરેલી’નો દબદબો, ભાવમાં 20% વધારો છતાં પેચ લડાવવાનો ઉત્સાહ યથાવત | Ahme…

અમદાવાદના પતંગ બજારમાં 'પંજાબ-બરેલી'નો દબદબો, ભાવમાં 20% વધારો છતાં પેચ લડાવવાનો ઉત્સાહ યથાવત | Ahme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોન્ટ્રાક્ટરે સલામતીના સાધનો પૂરા ના પાડયા અને બે નિર્દોષોના જીવ ગયા | without safty two men dead in…

કોન્ટ્રાક્ટરે સલામતીના સાધનો પૂરા ના પાડયા અને બે નિર્દોષોના જીવ ગયા | without safty two men dead in…

5 months ago
ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w…

ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w…

5 months ago
‘ઓપરેશન બ્લૂ સ્ટાર મોટી ભૂલ, ઈન્દિરાએ જીવ આપી કિંમત ચૂકવી..’: પી. ચિદમ્બરમનું નિવેદન | Operation Blu…

‘ઓપરેશન બ્લૂ સ્ટાર મોટી ભૂલ, ઈન્દિરાએ જીવ આપી કિંમત ચૂકવી..’: પી. ચિદમ્બરમનું નિવેદન | Operation Blu…

9 months ago
બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ અને સન્માન સમારોહ યોજાયો…

બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ અને સન્માન સમારોહ યોજાયો…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News