gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુરના રૂમડિયામાં ‘ગોળ ફર્યાનો મેળો’: બાધા પૂર્ણ થતા લાકડાના મંચ પર ગોળ-ગોળ ફેરવવાની અનોખી પર…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુરના રૂમડિયામાં ‘ગોળ ફર્યાનો મેળો’: બાધા પૂર્ણ થતા લાકડાના મંચ પર ગોળ-ગોળ ફેરવવાની અનોખી પર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tribal Culture In Chhota Udepur: આદિવાસી સમાજ માટે હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ આસ્થા, શ્રદ્ધા અને વર્ષો જૂની સંસ્કૃતિને જીવંત રાખવાનો અવસર છે. છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા રૂમડિયા ગામમાં હોળીના પર્વે માનતા પૂર્ણ કરવાની એક એવી પરંપરા જોવા મળે છે જે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

વતન તરફ પરત ફરવાનો પર્વ

આદિવાસી સમાજમાં હોળીનું મહત્ત્વ એટલું છે કે રોજગાર કે અન્ય કારણોસર રાજ્યના કોઈપણ ખૂણે ગયેલા લોકો આ દિવસે પોતાના વતન પરત ફરે છે. આ પર્વ પર પરિવાર સાથે મળીને આખા વર્ષ દરમિયાન દેવ સમક્ષ માનેલી માનતાઓ પૂર્ણ કરવામાં આવે છે. ધંધા-રોજગાર, લગ્ન કે આરોગ્ય માટે લેવાયેલી બાધા-આખડીઓ હોળીની પવિત્ર જ્વાળા સાક્ષીએ પૂરી કરાય છે.

છોટા ઉદેપુરના રૂમડિયામાં 'ગોળ ફર્યાનો મેળો': બાધા પૂર્ણ થતા લાકડાના મંચ પર ગોળ-ગોળ ફેરવવાની અનોખી પરંપરા, વિદેશીઓ ઉમટ્યા 2 - image

રૂમડિયા ગામમાં માનતા પૂર્ણ કરવાની પદ્ધતિ ખૂબ જ અનોખી છે. અહીં જે વ્યક્તિની માનતા પૂર્ણ થઈ હોય, તેને લાકડાના એક ખાસ આડા મંચ (ગાડા જેવું માળખું) પર બાંધીને હવામાં ગોળ-ગોળ ફેરવવામાં આવે છે. પહેલી નજરે આ દ્રશ્ય જોખમી લાગે, પરંતુ ગામલોકોના મતે વર્ષોથી ચાલતી આ પરંપરામાં આજદિન સુધી કોઈને ઈજા થઈ નથી.

આ પણ વાંચો: VIDEO | છોટાઉદેપુર: હોળી પર્વે ‘ઘેરૈયા’ની પરંપરા, 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિની અનોખો વારસો

છોટા ઉદેપુરના રૂમડિયામાં 'ગોળ ફર્યાનો મેળો': બાધા પૂર્ણ થતા લાકડાના મંચ પર ગોળ-ગોળ ફેરવવાની અનોખી પરંપરા, વિદેશીઓ ઉમટ્યા 3 - image

અહીં દેશ-વિદેશથી સહેલાણીઓ અહીં ઉમટી પડે છે 

લોકો આ વિધિને પોતાના દેવ પ્રત્યેની પરમ આસ્થા અને વિશ્વાસ તરીકે જુએ છે. આ પ્રસંગે રૂમડિયા ગામમાં એક વિશાળ મેળો ભરાય છે. આ મેળાની વિશેષતા તેનું સાંસ્કૃતિક પાસું છે. રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ આદિવાસી યુવક-યુવતીઓ આકર્ષણ જમાવે છે. ઢોલ અને મંજીરાના તાલે ગ્રામજનો સામૂહિક નૃત્ય કરી પોતાની ખુશી વ્યક્ત કરે છે. આદિવાસી સંસ્કૃતિ, કલા અને અનોખા પહેરવેશને નિહાળવા માટે દેશ-વિદેશથી સહેલાણીઓ અહીં ઉમટી પડે છે અને આ મનોહર દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કરે છે.

છોટા ઉદેપુરના રૂમડિયામાં 'ગોળ ફર્યાનો મેળો': બાધા પૂર્ણ થતા લાકડાના મંચ પર ગોળ-ગોળ ફેરવવાની અનોખી પરંપરા, વિદેશીઓ ઉમટ્યા 4 - image

છોટા ઉદેપુરના રૂમડિયા ગામની આ હોળી આધુનિક યુગમાં પણ પેઢી દર પેઢી ચાલતી પરંપરા અને સમુદાયની એકતાનો જીવંત સંદેશ આપે છે. અહીં હોળી એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ એક સામાજિક મિલન અને આદિવાસી અસ્મિતાનું ગૌરવ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..
GUJARAT

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

March 11, 2026
હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…
GUJARAT

હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

March 11, 2026
આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.
GUJARAT

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

March 11, 2026
Next Post
ગુજરાતના 7 જિલ્લામાં ગરમીનું યલો ઍલર્ટ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ હીટવેવની આગાહી |…

ગુજરાતના 7 જિલ્લામાં ગરમીનું યલો ઍલર્ટ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ હીટવેવની આગાહી |...

Me Time: હંમેશા સાથે રહેવું જ પ્રેમ નથી, સંબંધોને બચાવવા માટે પર્સનલ સ્પેસ પણ જરૂરી | importance of personal space in relationships to strengthen love

યુદ્ધને લીધે દુબઈમાં ફસાયા એક જ પરિવારના 13 ગુજરાતી પ્રવાસીઓ, વતન પરત ફરવા સરકાર પાસે માગી મદદ | Ira…

યુદ્ધને લીધે દુબઈમાં ફસાયા એક જ પરિવારના 13 ગુજરાતી પ્રવાસીઓ, વતન પરત ફરવા સરકાર પાસે માગી મદદ | Ira...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું | Pakistan stock market …

પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું | Pakistan stock market …

1 week ago
જામનગર જિલ્લાના સિક્કા ગામમાં ચકચારી સગીરા બળાત્કાર કેસમાં મોટો વળાંક, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીન…

જામનગર જિલ્લાના સિક્કા ગામમાં ચકચારી સગીરા બળાત્કાર કેસમાં મોટો વળાંક, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીન…

5 months ago
ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર  રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

11 months ago
નવસારી બાદ સુરત ભાજપમાં ભડકો, આદિવાસી મોરચાના મંત્રીનું રાજીનામું, મૂક્યા ગંભીર આરોપ | surat distric…

નવસારી બાદ સુરત ભાજપમાં ભડકો, આદિવાસી મોરચાના મંત્રીનું રાજીનામું, મૂક્યા ગંભીર આરોપ | surat distric…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News