gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘છોટીકાશી’માં શ્રાવણ માસનાં અંતિમ સોમવારે પણ નાના મોટા અનેક શિવાલયોમાં ભક્તોની મેદની | Crowd of devo…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
‘છોટીકાશી’માં શ્રાવણ માસનાં અંતિમ સોમવારે પણ નાના મોટા અનેક શિવાલયોમાં ભક્તોની મેદની | Crowd of devo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

છોટી કાશી’નું બિરૂદ પામેલા જામનગર શહેરમાં શ્રાવણ માસમાં અને વિશેષ કરીને શ્રાવણીયા સોમવારે ભોળાનાથની આરાધના કરવા ભક્તો તત્પર હોય છે. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોય સવારથી શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. વિવિધ શિવાલયોમાં વિવિધ ઝાંખી તથા મહાઆરતી સહિતનાં આયોજન થયા છે. 

ભગવાન ભોળાનાથ ફક્ત જલાભિષેકથી પ્રસન્ન થઇ જનારા હોય તેમની સરલ ઉપાસના દરેક જન માટે ઇશ્વર કૃપા પ્રાપ્ત કરવાનો સહેલો માર્ગ છે. સોમવારે શિવ ભક્તોએ શિવલિંગ પર જલાભિષેક કરી તથા બિલીપત્ર અર્પણ કરી તુરંત પ્રસન્ન થનારા ભગવાન આશુતોષનાં આશિષ મેળવવા પ્રાર્થના કરી હતી.

કે.વી.રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની કતાર જોવા મળી હતી. ચારેય દિશામાંથી શિવલિંગનાં દર્શન થઇ શકે એવું આ એકમાત્ર શિવાલય ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંની મહાઆરતી તથા પ્રતિદિન શિવલિંગને કરવામાં આવતા અનોખા વિશિષ્ટ શ્રીંગાર ને કારણે ભોળાનાથનાં દિવ્ય સ્વરૂપોની ઝાંખીથી ભક્તો ભાવવિભોર થાય છે.

'છોટીકાશી'માં શ્રાવણ માસનાં અંતિમ સોમવારે પણ નાના મોટા અનેક શિવાલયોમાં ભક્તોની મેદની 2 - image

જામધર્માદા ટ્રસ્ટ હેઠળનાં તથા શહેરની સ્થાપના પૂર્વેનાં માનવામાં આવતા પુરાણપ્રસિદ્ધ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભક્તોએ હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો.વર્ષભર દર સોમવારે આ શિવાલયે દર્શનાર્થે આવતા ભક્તોની પણ બહોળી સંખ્યા છે, ત્યારે શ્રાવણ મહિનાનાં સોમવારે અહી હજારોની સંખ્યામાં દર્શનાર્થી ઉમટે છે. 

શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવોપાસના આરંભ થઇ ગઇ હતી. પૂજારીઓ દ્વારા અભિષેક – રૂદ્રી કરવામાં આવ્યા હતાં. 

ટાઉનહોલ નજીક આવેલ અને ભક્તોની ભીડ ભાંગનાર સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પણ શ્રાવણનાં અંતિમ સોમવારે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. 

સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ ચિતાનંદજીનાં મંદિર તરીકે ઓળખાતા અને એક હજાર શિવલિંગ ધરાવતા આ ધર્મસ્થાનમાં શ્રી ભૂતનાથ મહાદેવની ઉપાસના માટે પણ ભક્તો ઉમટ્યા હતાં. મહાદેવનો અભિષેક – થાળ વગેરે પૂજન અર્ચન કરવામાં આવ્યા હતાં. 

શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે ભક્તોને મહાદેવનાં મહાકાલ સ્વરૂપનાં દર્શન થયા હતાં. સવારે અહીં ભસ્મ આરતીનાં અલૌકિક દર્શનનો લાભ લેવા શિવ ભક્તો ઉમટી પડ્યા હતાં

પ્રાચીન શિવાલયોમાં ગણના થાય એવા ખોજા નાકા વિસ્તાર નજીક આવેલ શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે પણ ભક્તો શિવોપાસના માટે પહોંચ્યા હતાં. ગઢની રાંગની દિવાલ નજીક આ મંદિરનું પરિસર તેની પ્રાચીનતા પુરવાર કરવાની સાથે રજવાડી સમયમાં ગઢની રાંગ નજીક આ મંદિરમાં ભીમનાથ મહાદેવને રક્ષક સ્વરૂપે પૂજવામાં આવતા હોવાની માન્યતાને સમર્થન આપે છે. 

વિવિધ જ્ઞાતિ વિશેષનાં શિવાલયોમાં પણ જ્ઞાતિજનો ભગવાન શિવનાં તેઓનાં આરાધ્ય સ્વરૂપની કૃપા પ્રાપ્ત કરવા પહોંચ્યા હતાં. પંચેશ્વર ટાવર પાસે નાગોરી જ્ઞાતિનાં શ્રી હેમેશ્વર મહાદેવ મંદિરે પણ જ્ઞાતિજનો ઉપરાંત નિત્ય દર્શનાર્થે આવતા ભક્તોએ શિવ આરાધના કરી હતી. લોહાણા મહાજન વાડી સ્થિત શ્રી ભીમાશંકર મહાદેવને રિઝવવા માટે પણ રઘુવંશી સમાજ તથા અન્ય શિવ ભક્તો ઉમટ્યા હતાં. એ જ રીતે સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ વડવગરા નાગર જ્ઞાતિનાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પણ નાગર બંધુઓ તથા અન્ય શિવ ભક્તો પણ જય હાટકેશનાં નાદ સાથે શિવ ભક્તિમાં તલ્લીન થયા હતાં.

પટેલ કોલોની વિસ્તારમાં આવેલ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે પણ સવારથી ભક્તો જળાભિષેક માટે પહોંચ્યા હતાં.તો ગ્રીન સીટી વિસ્તારમાં આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિર તથા શ્રી રામી વિશ્વનાથ મહાદેવ મંદિરે પણ ભક્તોએ ‘હર હર મહાદેવ’ નો નાદ ગૂંજવી છોટીકાશી નું નામ સાર્થક કર્યુ હતું.

શહેરનાં વિવિધ શિવાલયો તથા મંદિરો પાસે ટ્રાફિક નિયમન જળવાઇ રહે એ માટે સુરક્ષા તંત્ર દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આજે સાંજે શ્રાવણ મહિનાનાં અંતિમ સોમવારે વિવિધ શિવ મંદિરોમાં વિવિધ ઝાંખી – મહાઆરતી સહિતનાં ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…
GUJARAT

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

March 25, 2026
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…
GUJARAT

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

March 25, 2026
Next Post
જામનગરના પ્રદર્શન મેદાનના શ્રાવણી લોકમેળામાં સાતમ આઠમ નોમના તહેવારોમાં બે થી સવા બે લાખ લોકોએ મેળાનુ…

જામનગરના પ્રદર્શન મેદાનના શ્રાવણી લોકમેળામાં સાતમ આઠમ નોમના તહેવારોમાં બે થી સવા બે લાખ લોકોએ મેળાનુ...

પાલનપુર-આબુ રોડ નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ માફીની માગ સાથે ઉગ્ર દેખાવો, પોલીસ ખડે પગે | banaskantha fa…

પાલનપુર-આબુ રોડ નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ માફીની માગ સાથે ઉગ્ર દેખાવો, પોલીસ ખડે પગે | banaskantha fa...

જામનગરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા એક મહિલાની સોનાની બંગડી ડરાવી ધમકાવી લૂંટી લેનાર ધાડપાડુ ગ…

જામનગરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા એક મહિલાની સોનાની બંગડી ડરાવી ધમકાવી લૂંટી લેનાર ધાડપાડુ ગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતરિક્ષમાંથી પાછા આવેલા શુભાંશુ શુક્લા દિલ્હી પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરાયું | shubhanshu shukla land…

અંતરિક્ષમાંથી પાછા આવેલા શુભાંશુ શુક્લા દિલ્હી પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરાયું | shubhanshu shukla land…

7 months ago
મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near…

મહુધા વડા તળાવના પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies after bike hits divider near…

1 month ago
તરસાલીમાં દાગીના ચમકાવી આપવાના બહાને બે તોલા સોનુ ઓગાળી લીધું | Two tolas of gold were melted down o…

તરસાલીમાં દાગીના ચમકાવી આપવાના બહાને બે તોલા સોનુ ઓગાળી લીધું | Two tolas of gold were melted down o…

11 months ago
1.62 કરોડની ચાંદીના દાગીનાની ચોરીમાં રાજસ્થાનના સૂત્રધાર સહિત બે ઝડપાયા | Two arrested including mas…

1.62 કરોડની ચાંદીના દાગીનાની ચોરીમાં રાજસ્થાનના સૂત્રધાર સહિત બે ઝડપાયા | Two arrested including mas…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News