gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના એન્જિનિયરે રચ્યો ઇતિહાસ: લદાખનું 6248 મીટર અજાણ્યું શિખર સર કર્યું, ‘માઉન્ટ તારા’ નામ આપ્યુ…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
જામનગરના એન્જિનિયરે રચ્યો ઇતિહાસ: લદાખનું 6248 મીટર અજાણ્યું શિખર સર કર્યું, ‘માઉન્ટ તારા’ નામ આપ્યુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : “જ્યાં માર્ગ નથી, ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ”, આ ઉક્તિને સાર્થક કરતા જામનગરના એક યુવાને અદમ્ય સાહસ અને અડગ ઇચ્છાશક્તિ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જામનગર સિંચાઈ વિભાગમાં મદદનીશ ઇજનેર (ક્લાસ-2) તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ પોતાની ટીમના સભ્યો સાથે લદ્દાખના ઝંસ્કાર ક્ષેત્રમાં સ્થિત 6248 મીટરની ઊંચાઈના એક અજાણ્યા શિખર પર સફળતાપૂર્વક આરોહણ કરીને એક નવો રેકોર્ડ સર્જ્યો છે. તેમનો દાવો છે કે, આ શિખર પર આજ દિન સુધી કોઈએ આરોહણ કર્યું નહોતું, તેમણે આ સિદ્ધિને હિમાલયન અભિયાનના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાવ્યો છે.

જામનગરના એન્જિનિયરે રચ્યો ઇતિહાસ: લદાખનું 6248 મીટર અજાણ્યું શિખર સર કર્યું, 'માઉન્ટ તારા' નામ આપ્યું 2 - image

પડકારજનક અભિયાન: 13 દિવસનો સંઘર્ષ

કોલકાતાના અરિત્રા ચેટર્જીના નેતૃત્વ હેઠળની છ સભ્યોની આ ટીમે આ અભિયાન કોઈ પણ બાહ્ય સહાયતા, ગાઇડ કે કુકની મદદ વગર સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે પૂર્ણ કર્યું. આ અભિયાન દરમિયાન ટીમે અતિશય કઠોર પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. ટીમને સતત 13 દિવસ સુધી હિમવર્ષામાં ટકી રહેવું પડ્યું. અતિશય ઠંડી, ઊભા ખડકાળ ઢાળો, અને શિખર સર કરવાના દિવસે પણ 5 થી 6 ફૂટ જેટલી બરફની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. કઠોર પરિસ્થિતિઓને કારણે ત્રણ સભ્યોને પાછા ફરવું પડ્યું, પરંતુ બાકીના સભ્યોએ અદ્ભૂત હિંમત અને સાહસ બતાવીને શિખર સર કર્યું હતું.

જામનગરના એન્જિનિયરે રચ્યો ઇતિહાસ: લદાખનું 6248 મીટર અજાણ્યું શિખર સર કર્યું, 'માઉન્ટ તારા' નામ આપ્યું 3 - image

માઉન્ટ ‘તારા’નું નામકરણ

પર્વતારોહણની પ્રથા મુજબ, અનામી શિખર પર પ્રથમ વખત સફળ આરોહણ કરનાર ટીમ દ્વારા તેનું નામકરણ કરવામાં આવે છે. આ પ્રથાને અનુસરીને, નચિકેતા ગુપ્તા અને તેમની ટીમે આ નવા શિખરનું નામ “માઉન્ટ તારા” આપ્યું છે. નચિકેતા ગુપ્તાના મતે, આ નામ આસ્થા, આધ્યાત્મિક શક્તિ અને દિવ્ય ઊર્જાનું પ્રતિબિંબ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં

નચિકેતા ગુપ્તાએ જણાવ્યું કે, માઉન્ટ તારાનું સફળ આરોહણ માનવ સહનશક્તિ, એકતા અને દુનિયાના સૌથી પડકારજનક આબોહવાની મર્યાદાઓને પડકારવાની લાગણીનું પ્રતીક છે. તેમની આ ઐતિહાસિક સિદ્ધિ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને જામનગર માટે ગૌરવનો વિષય છે, જે નવી પેઢીને પ્રેરણા પૂરી પાડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગઢડા પંથકની મનોદિવ્યાંગ સગીરા સાથે નવ શખ્સોએ દુષ્કર્મ આચર્યું | Nine men raped a mentally challenged…
GUJARAT

ગઢડા પંથકની મનોદિવ્યાંગ સગીરા સાથે નવ શખ્સોએ દુષ્કર્મ આચર્યું | Nine men raped a mentally challenged…

March 27, 2026
ગ્રીન લેન્ડ ચોકડી પાસે ક્રેઇને બાઇક સવારનો ભોગ લીધો | A crane near the Green Land intersection kille…
GUJARAT

ગ્રીન લેન્ડ ચોકડી પાસે ક્રેઇને બાઇક સવારનો ભોગ લીધો | A crane near the Green Land intersection kille…

March 27, 2026
દંતાલીની સીમમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયાનું ખૂલ્યું | Youth dies in hit and run inciden…
GUJARAT

દંતાલીની સીમમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયાનું ખૂલ્યું | Youth dies in hit and run inciden…

March 27, 2026
Next Post

Explainer: ‘પ્લેનેટરી હેલ્થ ડાયેટ’, જાણો કેવી રીતે આ ભોજન પૃથ્વી અને પર્યાવરણને બચાવી શકે છે | Planetary Health Diet: The Global Meal Plan That Can Save Both Earth and Humans

અમદાવાદ: ‘ફ્રી’ પિત્ઝાની સ્કીમ દુકાનદારને મોંઘી પડી, AMCએ બે આઉટલેટ સીલ કરી નોટીસ ફટકારી | amc actio…

અમદાવાદ: 'ફ્રી' પિત્ઝાની સ્કીમ દુકાનદારને મોંઘી પડી, AMCએ બે આઉટલેટ સીલ કરી નોટીસ ફટકારી | amc actio...

ગણતરીના કલાકોમાં ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં ખામી, સોફ્ટવેર ઠપ થતાં મોડી રાત સુધી બેંક કર્મચારી કામે લાગ…

ગણતરીના કલાકોમાં ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં ખામી, સોફ્ટવેર ઠપ થતાં મોડી રાત સુધી બેંક કર્મચારી કામે લાગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગારમેન્ટ, ઓટોપાર્ટસ સહિત વિવિધ ક્ષેત્રની નિકાસમાં 6 થી 13%નો ઘટાડો

ગારમેન્ટ, ઓટોપાર્ટસ સહિત વિવિધ ક્ષેત્રની નિકાસમાં 6 થી 13%નો ઘટાડો

5 months ago
શેરબજારમાં સપ્તાહના અંતે તેજી, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ | sensex soars …

શેરબજારમાં સપ્તાહના અંતે તેજી, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ | sensex soars …

11 months ago
PHOTO : ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, 17 લોકોના મોત, 16 ગુમ, ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન | Uttara…

PHOTO : ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, 17 લોકોના મોત, 16 ગુમ, ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન | Uttara…

6 months ago
સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News