![]()
Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાતના લતીપર ગામની સીમમાં ચાલતી ઘોડીપાસાની મીની કલબ સ્થાનિક પોલીસે ઝડપી પાડી હતી અને એક મહિલા સહિત 21 ની અટકાયત કરી રૂ.29 લાખ 44 હજારની કિંમતનો રોકડ સહિતનો મુદમાલ કબજે કર્યો હતો.
ધ્રોલ પો.સ્ટે.ના પો.ઇન્સ.ના માર્ગદશન તથા સુચના અનુસાર સ્ટાફ પેટ્રિંલિંગમાં હતો. દરમ્યાન ધ્રોલ પોલીસ સ્ટાફ બાતમી મળી હતી કે લતીપુર ગામની સીમ મઘરાવાડી વિસ્તારમાં આવેલ કાન્તીલાલ ઉર્ફે કાનો દામજીભાઇ કોટડીયા (રહે.લતીપર તા.ધ્રોલ)ની કબ્જા ભોગવટાની વાડીના મકાનમાં બહારથી માણસો ભેગા કરી, આ કામના નાસી જનાર આરોપી રાજેશભાઇ દેવદાનભાઇ કેશુર તથા વિપુલ ઉર્ફે ભુરી મગનભાઇ કેશુર( રે.રહેલતીપર ગામ તા.ધ્રોલ ) ઓ જુગારના સાધનો પુરા પાડી બન્નેના અંગત ફાયદા સારું નાલ ઉધરાવી પૈસા તથા ઘોડી પાસા વતી ધોડીપાસાનો જુગાર રમવામાં આવી રહ્યો છે. આથી સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. અને જુગારના સ્થળેથી રોકડા રૂ.2,64,300 ની રોકડ રકમ ઉપરાંત તથા રૂ.1,55,000 ની કિંમતના 18 નંગ મોબાઇલ ફોન તથા રૂ.25,25,000ની કિંમતના પાંચ વાહનો મળી કુલ રૂ.29,44,300ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે બનાવના સ્થળેથી જુગાર રમી રહેલા કુલદિપસિંહ ઉર્ફે લકીરાજસિંહ કિશોરસિંહ ઝાલા (રહે,જડેશ્વર સોસાયટી ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર), મનસુખભાઈ રણછોડભાઇ પરમાર (રહે.આંબેડકર નગર-1, સુરેન્દ્રનગર), વીશાલભાઇ પ્રવિણભાઇ રાબા(ગઢવી) (રહે.કુતારપરા, ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર), રહીમ ઉર્ફે બાબો સલીમભાઈ મોવર (રહે.ટાવર પાસે પોસ્ટ ઓફીસ પાછળ શેરી, સુરેન્દ્રનગર), આદીલભાઇ અબ્દુલભાઇ શેખ (રહે.વાવડી રોડ ક્રીષ્ના પાર્ક-૦૨ મોરબી), પ્રકાશભાઈ નરભેરામભાઈ ભુત (રહે.અવની ચોકડી સંકલ એપાર્ટમેન્ટ મોરબી), સુલેમાનભાઈ યુનુસભાઈ મોવર (રહે, પોસ્ટ ઓફીસ પાછળ, સુરેન્દ્રનગર), જીગ્નેશભાઈ દિલીપભાઇ સિંધવ (રહે.આંબેદકર નગર ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર), દિગ્વીજયસિંહ ઉર્ફે દિગભા દિલીપસિંહ પરમાર (રહે.ઘાટ દરવાજાની અંદર, ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર), ચેતન ગંગારામભાઈ તન્ના (રહે-પટેલ પાર્ક શેરી નં.10 તથા સિધ્ધિવિનાયક શેરી નં.01, જામનગર), માનાભાઇ ઉર્ફે મુન્નો ભાલુભાઈ મેવાડા (રહે,સોલડી ગામ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર), મેહુલભાઈ ત્રીભુવનભાઈ રાઠોડ (રહે.જુની ખરાવાડ રોડ,ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર), દાઉદભાઈ હુશેનભાઇ મોવર (રહે.જીન પ્લોટ 9/28 ક્લબ રોડ,ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર), નંદલાલ ઉર્ફે નંદો લખમણભાઇ રૈયાણી (રહે.શનાળા રોડ હાઉસીંગની સામે યાર્ડ પાસે, મોરબી તથા મુળ સજનપર ગામ તા.જી.મોરબી ), સુનીલભાઈ જ્ઞાનચંદ લાલવાણી (રહે.દિગ્વીજય પ્લોટ નં.58, હીંગળાજ ચોક, આશાપુરા સોસાયટી, આશાદીપ એપાર્ટમેન્ટ, જામનગર), જગદીશભાઇ દેવજીભાઇ સોલંકી (રહે-ખેતીવાડીની સામે એરપોર્ટ રોડ, જામનગર), શાહરુખભાઈ બસીરખાન પઠાણ (રહે.લાલપાર્ક સીરામિક સીટી ફ્લેટ નં.302, મોરબી તા.જી.મોરબી મુળ-રહે.હિંમતનગર પાલનપુર પાટીયા તા.જી. બનાસકાંઠા), નરોતમભાઈ હરજીભાઇ મકવાણા (રહે.શીવપુર ગામ, તા.જી.રાજકોટ), કેતન મગનભાઇ ચૌહાણ (રહે.આંબેડકર નગર ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર), કિશનભાઈ દિલીપભાઈ કાનાબાર (રહે.રણછોડ નગર જલારામ પાર્ક સેન્ટ મેરી સ્કુલની બાજુમાં, મોરબી ) અને હૈતલબેન દિપકભાઈ રાઠોડ ( રહે. કનૈયા ચોક જીવનનગર ૩, રાજકોટ) ની અટકાયત.કરી હતી. જ્યારે રાજેશભાઈ દેવદાનભાઈ કેશુર (ધ્રોલ) વિપુલ ઉર્ફે ભુરી મગનભાઇ કેશુર અને કાન્તીલાલ ઉર્ફે કાનો દામજીભાઇ કોટડીયા (રહે. લતીપર ગામ તા.ધ્રોલ) નાસી ગયા હોય પોલીસ તેને શોધી રહી છે.










