![]()
Jamnagar : જામનગરમાં હનુમાન ટેકરી નજીક કામળિયા વાસ વિસ્તારમાં રહેતો સુરેશ બટુકભાઈ વાઘેલા નામનો ચાલીસ વર્ષનો યુવાન કે જે ગત 10મી તારીખે પોતાના ઘરનો મંદિરનો પૂજાપાનો સામાન રણમલ તળાવમાં પધરાવવા માટે ગયો હતો, જે દરમિયાન અકસ્માતે પોતે પાણીમાં પડી ગયો હતો, અને ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકની પત્ની પાનીબેન સુરેશભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝનના પોલીસે મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.









