gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરનો કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો : રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સોએ રૂપિયા 23.98 લ…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
જામનગરનો કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો : રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સોએ રૂપિયા 23.98 લ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગરનો એક કોન્ટ્રાક્ટર યુવાન શોર્ટકટથી નાણા મેળવવા માટેની એકના ડબલની સ્કીમમાં અમદાવાદની એક મહિલા સહીતના ચાર શખ્સોની ચુંગાલમાં ફસાયો હતો, અને તેણે રોકાણ કરવા માટે આપેલી રૂપિયા 23.98 લાખની રકમ કે જે પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. મોટા ભાગના માણસો રૂપિયા કમાવવાની લાયમાં શોર્ટકટ પસંદ કરતા હોય છે. આવી જ પ્રજાતિના માણસો અન્ય લોકોનું કરી નાખવા માટે જાળ બિછાવતા હોય છે, એ જાળમાં જે ફસાય તેને આર્થિક નુકસાની સિવાય કઈ મળતું નથી, છેલ્લે મામલો પોલીસ દફતર સુધી પહોચે છે, અને કોર્ટ કાર્યવાહી શરુ થતી હોય છે.

આવો જ એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. જેમાં એક કોન્ટ્રાકટર એકના અનેક કરવાની લાલચમાં આવી ગયા અને ઠગબાજોની સ્કીમનો ભોગ બની જતા લાખો રૂપિયા ગુમાવી દીધા છે. અમદાવાદના ચાર શખ્સોએ આ આસામીને મોટા વળતરની લાલચ આપી 23.98 લાખની રકમ ખંખેરી લીધી હોવાનું જાહેર થયું છે. પોલીસે અમદાવાદના 4 શખ્સો સામે છેતરપીંડી સબબ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. 

અમદાવાદની મહિલા સહિતના 4 શખ્સોએ રાજ્યભરમાં જાળ બિછાવી 

ટૂંકા ગાળામાં પૈસાદાર કે પૈસા કમાવવા માટે અમુક સાતીર સખ્સો અનેક લોકોને છેતરવા બજારમાં નીકળી પડે છે, એવા જ અમદાવાદ રહેતા મનોજ પટેલ, હરીશ બારૈયા, પુજા રાવત અને ભવ્ય પટેલ નામના શખ્સોએ પૈસા કમાવવા સુયોજિત પ્લાન રચ્યો હતો. જે મુજબ રાજ્યભરમાં પોતાના પરિચિતોને જાણ કરી એકના અનેક રૂપિયા કરી આપવા માટે રોકાણની સ્કીમ લોન્ચ કરી, બે ગણું રીટર્ન આપવાની સ્કીમ તૈયારી કરી આ શખ્સોએ ‘એક્સીસવર્ડ’ કંપનીમાં રોકાણના નામે જાળ બિછાવી હતી. 

જામનગરની એક હોટેલમાં ચીટર ટોળકીએ સેમીનાર ગોઠવ્યો

અમદાવાદના મનોજ પટેલ, હરીશ બારૈયા, પુજા રાવત અને ભવ્ય પટેલ નામના શખ્સોએ એકના ડબલ આપવાની સ્કીમ લોન્ચ કરી જાળ બિછાવી હતી. જામનગર ખાતે તા.15/9/2024ના રોજ હોટેલ વિવિધ ખાતે એક લાલચી સેમીનારનું આયોજન કર્યો હતું. જેમાં 70 થી વધુ લોકો જોડાયા હતા. જેમાં અમદાવાદના ઠગબાજોએ તમામને સમજાવેલ કે અમારી સાથે રોકાણ કરવાથી એક વર્ષે ડબલ અને બે વર્ષે ત્રણ ગણું રીટર્ન મળશે, વૈભવી હોટેલની ચમક દમક વચ્ચે ઠગબાજોએ હાજર લોકોને આઈડી બનાવી એક સોફ્ટવેરમાં રોકાણ અંગેનો ડેમો પણ બતાવ્યો હતો. 

તમે રૂપિયા આપશો અમારે ડોલરમાં કન્વર્ટ કરવા પડશે

હોટેલમાં યોજેલ સેમીનારમાં આરોપીઓએ એક્સીસવર્ડ કંપનીમાં રોકાણ કરવા લાલચ આપી હતી જે મુજબ જે તે રોકાણકાર કંપનીમાં રોકાણ કરવા ઇચ્છે તો તેઓએ પોતાના નાણા આંગડીયા મારફત મોકલવાના રહેશે, એવો નિયમ બનાવાયો, જે નાણા ચારેય શખ્સોને મળે છે તે નાણાને તેઓ અમેરિકન ડોલરમાં કન્વર્ટ કરી એટલે કે ડોલરની ખરીદી કરશે એમ કહેવાયું હતું. જો કે રોકાણ માટે એક માત્ર આંગડીયા નહિ પરંતુ બેંક કે રોકડરૂપે પણ નાણાસ્વીકારવામાં આવશે એમ તેઓએ જણાવ્યું હતું. 

જામનગરના આસામીએ સમયાંતરે કર્યું લાખોનું રોકાણ

એક ખાનગી કંપનીમાં પેટા કોન્ટ્રાકટર તરીકે કાર્યરત એવા મયુર કાન્તીભાઈ ગોહિલએ જામનગર ખાતે તા.15/9/2024ના રોજ યોજેલ સેમીનારમાં ભાગ લીધો હતો. જે સ્કીમ સારી લાગતા તેઓએ તા.24/9/2024ના રોજ આરોપી હરેશ બારૈયાના પત્ની સ્વેતા બારીયાના બેંક એકાઉન્ટમાં રૂપિયા 3.99 લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ એક આઈડી બનાવી મયુરભાઈને મોકલ્યું હતું. જેમાં રોકાણ, નફો અને નુકસાનીના આકડા બતાવવામાં આવતા હતા. ચાર લાખના રોકાણ બાદ બે’ક મહિનામાં વધુ નફો જે તે આઈડી પર દેખાતા મયુરભાઈ વધુ નાણા રોકવા માટે તૈયાર થયા હતા. 

મયુરભાઈએ સપ્ટેમ્બર 2024થી સપ્ટેમ્બર 2025માં નાણાં રોક્યા હતા

અમદાવાદની એક્સીસવર્ડ નામની ઠગ કંપનીના ચારેય ઠગબાજોની જાળમાં જામનગરના મયુરભાઈ સપડાઈ ગયા, મયુરભાઈએ ચાર લાખના રોકાણ બાદ વધુ નફાની લાલચે તા.7/10/2024ના રોજ આંગણિયા વાટે રૂપિયા 2,62,000, તા.3/2/2025ના રોજ આંગડીયા મારફતે રૂપિયા 8,55,000 તથા  તા.15/3/2025ના રોજ આંગડીયા વાટે રૂપિયા 4,68,000 અને તા.3/4/2025ના રોજ વધુ એક વખત આંગડિયા મારફતે રૂપિયા 1,48,500, અને તા.28/8/2025ના રોજ બેંક દ્વારા રૂપિયા 95,000 અને તા.4/9/2025ના રોજ રૂપિયા 1,53,400ની રકમ બેંકમાં જમા કરાવી હતી. આમ કુલ 23,98,700 મૂડી મયુરભાઈએ એક વર્ષમાં જમા કરાવી હતી. 

ઓનલાઈન નફો બતાવવામાં આવે પણ ખાતામાંથી રકમ વિડ્રો ન થઇ શકે

મયુરભાઈએ આશરે 24 લાખનું રોકાણ કર્યા બાદ કંપનીના સોફ્ટવેરમાં તેની એન્ટ્રીઓ પણ બતાવતી હતી, અને આ રોકાણ બાદ મળેલ નફો પણ  થતો હતો. તગડા રોકાણ બાદ મયુરભાઈએ જોઈતી રકમ વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જે તે એકાઉન્ટમાથી બેંક ખાતામાં ટ્રાન્સફર થતી ન હતી. જેથી તેઓએ કંપનીના ઠગબાજોનો સંપર્ક કર્યો હતો પરંતુ ઠગબાજો યેનકેન ઉતર આપી દેતા હતા. વારેવારે કોલ કરવામાં આવતા ઠગબાજો ધમકી સુધી પહોચી ગયા અને છેવટે તો ફોન રીસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું. જેને લઈને પોતે છેતરાઈ ગયા હોવાનો ભાવ થયો હતો.

 ચારેય સખ્સો સામે સિટી સી.ડિવિઝનમાં છેતરપીંડી અંગેની પોલીસ ફરિયાદ

અમદાવાદની એક્સીસવર્ડ કંપનીના ચારેય શખ્સો સામે મયુરભાઈ ગોહિલે સીટી.સી ડીવીઝન પોલીસમાં અરજી કરી પોતાની ફરિયાદ આપી હતી. પોલીસે ચારેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા સને-2023 ની કલમ-316(2), 54 મુજબ ફરિયાદ નોંધી છે. જામનગરમાં એક માત્ર મયુરભાઈ જ નહિ પણ અન્ય લોકો પણ ચીટર ટોળકીના જાસામાં આવી ગયા હોવાની વિગતો આધારભૂત સુત્રો પાસેથી જાણાવા મળી છે. જો કે કેટલા આસામીઓને કેટલા નાણા ફસાયા છે તેની વિગતો પોલીસ તપાસમાં બહાર આવશે. પોલીસે છેતરપીંડી સબબ ફરિયાદ નોંધી આરોપીઓ સુધી પહોચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AuraCam Unveils Ganesh Chaturthi Campaign: ‘Bappa Ki Aarti, AuraCam Ke Saath’
GUJARAT

AuraCam Unveils Ganesh Chaturthi Campaign: ‘Bappa Ki Aarti, AuraCam Ke Saath’

September 11, 2026
बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
Next Post
સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર | pm narendra mo…

સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર | pm narendra mo...

વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 4 ઇજાગ્રસ્ત, 7 વિરૂદ્ધ ગુનો દાખલ | Vadoda…

વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 4 ઇજાગ્રસ્ત, 7 વિરૂદ્ધ ગુનો દાખલ | Vadoda...

બાપુનગરમાં છરા સાથે આવેલા શખ્સોનો આતંક: પુત્રોની નજર સામે જ પિતાને નિર્દયતાપૂર્વક ફટકાર્યા | Four Me…

બાપુનગરમાં છરા સાથે આવેલા શખ્સોનો આતંક: પુત્રોની નજર સામે જ પિતાને નિર્દયતાપૂર્વક ફટકાર્યા | Four Me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટીલ્થ જેટ એન્જિન બનાવવા ભારત અને ફ્રાંસની પાર્ટનરશીપ, 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર પણ થશે! | India…

સ્ટીલ્થ જેટ એન્જિન બનાવવા ભારત અને ફ્રાંસની પાર્ટનરશીપ, 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર પણ થશે! | India…

1 year ago
શેત્રુંજ્ય પર્વત પર થયેલ મૂર્તિ ચોરીના જૈન સમાજમાં ઘેરા પડઘા | The theft of idols on Shetrunjya moun…

શેત્રુંજ્ય પર્વત પર થયેલ મૂર્તિ ચોરીના જૈન સમાજમાં ઘેરા પડઘા | The theft of idols on Shetrunjya moun…

4 months ago
જામનગરમાં જીવલેણ બન્યો તાવ, 4 હોસ્પિટલ ફેરવી છતા યુવતીનું મોત | jamnagar 21 year old girl mahek kank…

જામનગરમાં જીવલેણ બન્યો તાવ, 4 હોસ્પિટલ ફેરવી છતા યુવતીનું મોત | jamnagar 21 year old girl mahek kank…

4 months ago
તેજીની અવિરત ચાલ : ચાંદી વાયદો વધીને રૂ.ત્રણ લાખને આંબી ગયો | Unrelenting bullish trend: Silver futu…

તેજીની અવિરત ચાલ : ચાંદી વાયદો વધીને રૂ.ત્રણ લાખને આંબી ગયો | Unrelenting bullish trend: Silver futu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News