![]()
Jamnagar Crime : જામનગરમાં બેડેશ્વર નજીક ગરીબ નગર વિસ્તારમાં રહેતા ફારૂક હનીફભાઈ ચાવડા નામના સાડત્રીસ વર્ષના વાઘેર યુવાને પોતાના માથામાં તલવાર વડે હુમલો કરી માથું ફોડી નાખવા અંગે તેજ વિસ્તારમાં રહેતા સુલતાન અનવરભાઈ સમેજા, કબીર જાફરભાઈ સમેજા, ફારુક દાઉદભાઈ સમેજા, અને સિકંદર અનવરભાઈ સમેજા સામે ફરિયાદ નોંધાવી છે.
ઇજાગ્રસ્ત યુવાનને માથામાં તલવાર વાગી હોવાથી લોહી લુહાણ બન્યો હતો, અને જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. જ્યાં તેને માથામાં સાત ટાંકા લેવા પડ્યા છે. ચારેય આરોપીઓ ફરિયાદીના મિત્ર આરીશ સાથે ઝઘડો કરી રહ્યા હતા, જેની ના પાડવા જતાં ઉસ્કેરાઇ જઈ આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.










