gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં વિવિધ 600 જેટલા સ્થળો પર યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા | Tiranga Yatra held at around 60…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં વિવિધ 600 જેટલા સ્થળો પર યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા | Tiranga Yatra held at around 60…
0
VIEWS
Share on FacebookShare on Twitter

79માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ જુદા જુદા 600થી વધુ સ્થળોએ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ સ્વયંભૂ રીતે જોડાયા હતા અને દેશભક્તિ તથા સ્વચ્છતાના અનોખા સંગમ સમી આ યાત્રાની ઉમંગભેર ઉજવણી કરી હતી. જામનગર મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિવિધ તાલુકા કક્ષાએ આયોજિત આ તિરંગા યાત્રામાં બાળકથી લઈ વયોવૃદ્ધ સુધીના તમામ લોકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો. ઠેર ઠેર ‘ભારત માતા કી જય’ અને દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

જામનગર શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે રણમલ તળાવથી રણજીતનગર સુધી ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા, ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા, જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં એક વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં પાંચ હજારથી વધુ લોકો જોડાયા હતા. આ યાત્રામાં પોલીસ અશ્વદળ, પોલીસ બેન્ડ, આર્મી, એરફોર્સ, અને નેવીના જવાનો સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. યાત્રાના સમાપન બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, જોડિયા તાલુકાના કેશિયા ગામમાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 600 ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. યાત્રા બાદ મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગામમાં સફાઈ કાર્યક્રમ પણ યોજાયો હતો. લાલપુરમાં વીર સાવરકર હાઈસ્કૂલથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને માર્ગમાં મદ્રેસા દ્વારા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ જામનગર તાલુકાના ઢીંચડા ખાતે ભવ્ય યાત્રા યોજાઈ હતી.જામજોધપુર નગરપાલિકા તથા તાલુકા કક્ષાની તિરંગા યાત્રા મીની બસ સ્ટેન્ડથી આઝાદ ચોક સુધી યોજાઈ જેમાં હજારો નાગરિકો સહભાગી બન્યા જ્યારે સિક્કા ખાતે પણ માધ્યમિક શાળાથી સર્વિસ ચોક થઈ જલારામ મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું. ધ્રોલ નગરપાલિકા તથા તાલુકા કક્ષાની સંયુક્ત તિરંગા યાત્રા પોલીસ સ્ટેશનથી પટેલ સમાજ, ગાંધી ચોક થઈ ત્રિકોણ સુધી દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ જ્યારે કાલાવડ ખાતે પણ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી મેઈન બજાર થઈ મ્યુનિસિપલ હાઇસ્કુલ સુધી યોજાયેલ યાત્રામાં વિશાળ સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો.સાથે કાલાવડ તાલુકા કક્ષાની યાત્રા નવાગામ તથા ધૂન ધોરાજી ખાતે યોજવામાં આવી જેમાં ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ભાગ લઈ રાષ્ટ્રભાવનાના અનોખા દર્શન કરાવ્યા હતા.

આ કાર્યક્રમોમાં સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત સમાજના તમામ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રાષ્ટ્રભાવનાનું પ્રદર્શન કર્યું હતું. આ ભવ્ય આયોજન દ્વારા સ્વતંત્રતા પર્વ અને રાષ્ટ્રધ્વજની ગરિમાને બુલંદ કરવાનો એક સુંદર સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
કોણ છે તિરુચિ શિવા? જેમને NDAના રાધાકૃષ્ણન વિરુદ્ધ ઉમેદવાર બનાવી શકે છે I.N.D.I.A. ગઠબંધન | Who Is T…

કોણ છે તિરુચિ શિવા? જેમને NDAના રાધાકૃષ્ણન વિરુદ્ધ ઉમેદવાર બનાવી શકે છે I.N.D.I.A. ગઠબંધન | Who Is T...

ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | heavy rain forecast …

ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | heavy rain forecast ...

પોલીસથી બચવા અપડાઉન કરતા ચોરો, દિલ્હીથી ટ્રેનમાં અછોડા તોડવા આવતા બે લૂંટારા પકડાયા | Two robbers we…

પોલીસથી બચવા અપડાઉન કરતા ચોરો, દિલ્હીથી ટ્રેનમાં અછોડા તોડવા આવતા બે લૂંટારા પકડાયા | Two robbers we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોડીયાના તારાણાં ગામ પાસેથી કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો મૂળ જામનગરનો શખ્સ પકડાયો | man …

જોડીયાના તારાણાં ગામ પાસેથી કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો મૂળ જામનગરનો શખ્સ પકડાયો | man …

4 months ago
બિહારના રાજકારણના મોટા સમાચાર, CM નીતિશના પુત્ર નિશાંત કુમાર આવતીકાલે JDUમાં જોડાશે | Nitish Kumar’s…

બિહારના રાજકારણના મોટા સમાચાર, CM નીતિશના પુત્ર નિશાંત કુમાર આવતીકાલે JDUમાં જોડાશે | Nitish Kumar’s…

4 months ago
બિલાલ મર્ડર કેસમાં આરોપી ઇમરાન સૈયદની જામીન અરજી ફગાવવામાં આવી | session court reject bail applicati…

બિલાલ મર્ડર કેસમાં આરોપી ઇમરાન સૈયદની જામીન અરજી ફગાવવામાં આવી | session court reject bail applicati…

12 months ago
વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર માસ સુધી રિટેલ ઈક્વિટી હોલ્ડિંગમાં રૂ. 10 લાખ કરોડનો વધારો | Retail eq…

વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર માસ સુધી રિટેલ ઈક્વિટી હોલ્ડિંગમાં રૂ. 10 લાખ કરોડનો વધારો | Retail eq…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News