gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો : છરીના ઘા મારી 4 શખ્સો ફરાર …

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો : છરીના ઘા મારી 4 શખ્સો ફરાર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામના યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા અજયસિંહ ગુલાબસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કંપનીના અન્ય કર્મચારી સાથે થયેલા મનદુઃખનો ખાર રાખી આરોપીઓએ અગાઉથી કાવતરું રચી હુમલો કર્યો હતો.

ફરિયાદ મુજબ તા. 9 જૂન 2026ના રોજ અજયસિંહ જાડેજા અને તેમના સહકર્મી વિનોદભાઈ રાઠોડ મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં ફરજ પૂર્ણ કરી મોટરસાયકલ પર પોતાના ગામ ડેરાછીકારી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કાનાછીકારી ગામના તળાવના પુલ પાસે એક કાળા રંગની સ્વિફ્ટ કાર (નંબર જીજે-37-એબી-1702) ના ચાલકે ઇરાદાપૂર્વક તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી.

મોટરસાયકલ પરથી નીચે પટકાયા બાદ કંપનીમાં ટ્રેક્ટર ડ્રાઇવર તરીકે કામ કરતા હરીશભાઈ ખેતસીભાઈ દોસાણી તથા તેની સાથે આવેલા આશરે 20 થી 30 વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ફરિયાદીનો આક્ષેપ છે કે હરીશ દોસાણીએ પેન્ટના નેફામાંથી છરી કાઢી જમણા પડખા, જમણા પગના સાથળના ભાગે અને ગોઠણમાં ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સાથે આવેલા અન્ય આરોપીઓએ કાચની બોટલોના ટુકડા ફેંકી હુમલો કર્યો હતો, જેમાં એક બોટલ ફરિયાદીના જમણા કાન પાસે વાગતા ઇજા પહોંચી હતી. ઉપરાંત આરોપીઓએ ફરિયાદીને હાથ-પગ અને શરીરના અન્ય ભાગોમાં ઢીકાપાટુનો માર પણ માર્યો હતો.

હુમલા બાદ ફરિયાદી જીવ બચાવવા કંપનીના બાયોમાસ ગેટ તરફ દોડી ગયા હતા, પરંતુ આરોપીઓ ત્યાં સુધી તેમનો પીછો કરીને ફરી હુમલો કરવા પહોંચ્યા હતા. જોકે કંપનીના ગેટ પાસે લોકો ભેગા થઈ જતા ચારેય આરોપીઓ સ્વિફ્ટ કારમાં ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત અજયસિંહ જાડેજાને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના જમણા પડખા, જમણા પગના વિવિધ ભાગો તેમજ કાન પાસે ગંભીર ઇજાઓની સારવાર ચાલી રહી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હરીશ દોસાણી કંપનીમાં ટ્રેક્ટર ચલાવતો હતો અને ટ્રેક્ટર નિર્ધારિત જગ્યાએ ખાલી ન કરતાં ફરિયાદીએ આ બાબતની જાણ કંપનીના વોટ્સએપ ગ્રુપમાં કરી હતી. આ રજૂઆતનો ખાર રાખી આરોપીએ અન્ય શખ્સો સાથે મળીને હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે હરીશભાઈ ખેતસીભાઈ દોસાણી અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના પ્રવેશદ્વારે મહાવીર સ્વામીની પ્રતિમા, માહોલ ગરમાયો | Bharuch Jama Ma…
GUJARAT

ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના પ્રવેશદ્વારે મહાવીર સ્વામીની પ્રતિમા, માહોલ ગરમાયો | Bharuch Jama Ma…

June 11, 2026
મોટા વરાછામાં શિક્ષણ વ્યવસ્થા સામે વિવાદ : વિદ્યાર્થીઓ ઉપવાસ પર, વાલીઓ રસ્તા પર | Controversy over e…
GUJARAT

મોટા વરાછામાં શિક્ષણ વ્યવસ્થા સામે વિવાદ : વિદ્યાર્થીઓ ઉપવાસ પર, વાલીઓ રસ્તા પર | Controversy over e…

June 11, 2026
ગીર સોમનાથ: ‘જાહેર રસ્તો બંધ કરવાનો પાવર કલેક્ટરને કોણે આપ્યો?’, ગુજરાત હાઈકોર્ટે માગ્યો જવાબ | Somn…
GUJARAT

ગીર સોમનાથ: ‘જાહેર રસ્તો બંધ કરવાનો પાવર કલેક્ટરને કોણે આપ્યો?’, ગુજરાત હાઈકોર્ટે માગ્યો જવાબ | Somn…

June 11, 2026
Next Post
૧૨ વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણના’: કામરેજમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન

૧૨ વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણના’: કામરેજમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન

સંયુક્ત પરિવારો તૂટતા વડીલોમાં એકલતા અને વૃદ્ધાશ્રમોની જરૂરિયાત વધી: એમ.એસ. યુનિવર્સિટીના સંશોધનમાં …

સંયુક્ત પરિવારો તૂટતા વડીલોમાં એકલતા અને વૃદ્ધાશ્રમોની જરૂરિયાત વધી: એમ.એસ. યુનિવર્સિટીના સંશોધનમાં ...

જામનગરમાં બેફિકર રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને હડફેટે લેતાં ગંભીર ઇજા, રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ…

જામનગરમાં બેફિકર રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને હડફેટે લેતાં ગંભીર ઇજા, રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રી વિસ્તારમાં રોડલાઇનમાં નડતરરૃપ ઓરડીઓ તોડી પાડી | Obstructive rooms on the road line in Gotri a…

ગોત્રી વિસ્તારમાં રોડલાઇનમાં નડતરરૃપ ઓરડીઓ તોડી પાડી | Obstructive rooms on the road line in Gotri a…

9 months ago
એપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં 12 ટકાનો ઘટાડો | Natural gas import bill down 12 percent in…

એપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં 12 ટકાનો ઘટાડો | Natural gas import bill down 12 percent in…

6 months ago
વોકથોન અને બાઈકર્સ રેલી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરતી અમદાવાદ શહેર પોલીસ

વોકથોન અને બાઈકર્સ રેલી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરતી અમદાવાદ શહેર પોલીસ

3 months ago
Adheip Bakshi Elevated to Sales Director at Ascenta

Adheip Bakshi Elevated to Sales Director at Ascenta

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News