![]()
Jamnagar Police : જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લાના, પ્રોહીબુટલેગર્સ જાણીતા જુગારીઓ, મિલકત સબંધી/શરીર સબંધી/ગુનાના આરોપીઓને ચેક કરવા સુચના આપી હતી, જેથી તા.06/12/2025ના રોજ જામ સીટી સી.ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારના શંકરટેકરી, દિ.પ્લોટ-49 ચારણ નેશ, દિગ્જામ સર્કલ,બાવરીવાસ, હનુમાન ટેકરી, જાગૂતિનગર, ગણપતનગર, વૂલનમીલ ફાટક, રેલ્વે પાટા વિસ્તારમાં ’’સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ’’ કરવામાં આવી હતી.
આ દરમ્યાન પ્રોહીબીશનના 8 કેસ, મિલ્કત સબંધી ગુનાના એમ.સી.આર ઇસમો ચેક-28, માથાભારે ઇસમો ચેક-8, અસામાજીક ઇસમો ચેક-6, ટપોરી ઇસમ ચેક-7, પ્રોહી બુટેલગર્સ/પ્રોહી ધંધાર્થી ચેક-27, જાણીતા જુગારી/ધંધાર્થી ચેક-7, અવાવરૂ જગ્યા તથા ઝુપડપટ્ટી ચેક-4, વાહન ચેક-136, હોટલ ધાબા/ધાર્મિક સ્થળ ચેક-31, અને વાઇટલ ઇન્સ્ટોલેશન ચેક-6 ની તપાસ કરવામાં આવી હતી.
નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ, એલ.સી.બી.ના પો.ઇન્સ. વી.એમ.લગારીયા, સીટી સી પો.સ્ટે. પો.ઇન્સ. એન.બી.ડાભી, સીટી એ પો.સ્ટેના પો.ઇન્સ. એન.એ.ચાવડા તથા સીટી બી ડીવીઝનના પો.ઇન્સ. પી.પી.ઝા, તથા બેડી મરીન પો.સ્ટેના પો.ઇન્સ. વી.બી.ચૌધરી તથા મહિલા પો.સ્ટેના પો.ઇન્સ. એ.કે.પટેલ તથા એલ.સી.બી./એસ.ઓ.જી સ્ટાફ સાથે આ કાર્યવાહીમા પો.ઇન્સ-06, પો.સબ ઇન્સ-10 આશરે 100 પોલીસ સ્ટાફ.દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી.










