![]()
Jamnagar Accident : જામનગર શહેર અને સિક્કામાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં એક વૃદ્ધા અને એક ક્રેઇન ઓપરેટર સહિત બે વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે, અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જામનગરમાં અંબર ચોકડી વિસ્તારમાં બન્યો હતો, જ્યાં નવા ફ્લાય ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહેલા જુબેદાબેન અબ્દુલભાઈ બાબવાણી નામના 67 વર્ષના બુઝુર્ગ મહિલાને પુરપાટ ઝડપે આવી રહેલી ડી.ડી. 02 એમ.9873 નંબરની ખાનગી લક્ઝરી બસના ચાલકે હડફેટમાં લઈ ફેક્ચર સહિતની ગંભીર ઇજા પહોંચાડતાં તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્તના પુત્ર અબ્દુલભાઈ બાબાવાણીએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લક્ઝરી બસના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતનો બીજો બનાવ જામનગર તાલુકાના સિક્કા ગામમાં બન્યો હતો. ત્યારથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહેલા ક્રેઇનના ઓપરેટર મનસુખભાઈ મૂળજીભાઈ વાજા (ઉંમર વર્ષ 38) ને જી.જે. 10 ઇ.જી.2954 નંબરના બાઈકના ચાલકે ઠોકરે ચડાવી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ બનાવ અંગે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.










