gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જ્યોતિ પાકિસ્તાનમાં એવી જગ્યાએ ગઈ જ્યાં કોઈ સામાન્ય ભારતીયનું જવું અસંભવ: પોલીસનો દાવો | Even after …

G METRO NEWS by G METRO NEWS
May 19, 2025
in INDIA
0 0
0
જ્યોતિ પાકિસ્તાનમાં એવી જગ્યાએ ગઈ જ્યાં કોઈ સામાન્ય ભારતીયનું જવું અસંભવ: પોલીસનો દાવો | Even after …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાક. માટે જાસૂસી કરતી જ્યોતિ હાલ પાંચ દિવસની કસ્ટડીમાં

– જ્યોતિ પાક.માં એવા સ્થળે ગઇ હતી જ્યાં સામાન્ય નાગરિકો માટે પહોંચવું શક્ય નથી : હિસાર પોલીસ

Jyoti Hissar News : હરિયાણાથી ધરપકડ કરાયેલ પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રાના મામલામાં પોલીસે નવા ખુલાસા કર્યા છે. જ્યોતિએ રૂપિયા અને વૈભવી જીવન જીવવા માટે દેશ સાથે ગદ્દારી કરી હતી. હાલ જ્યોતિ હિસાર પોલીસની કસ્ટડીમાં છે. હાલ જ્યોતિ અને તેના અન્ય સાથીદારોની પોલીસ પૂછપરછ કરી રહી છે. હિસારના એસ પી શશાંક કુમાર સાવને કહ્યું હતું કે જ્યોતિ 22મી એપ્રિલના પહલગામ હુમલા પહેલા કાશ્મીર અને પાકિસ્તાન ગઇ હતી. જ્યોતિએ આ વર્ષે જાન્યુઆરીમાં પહલગામની મુલાકાત લીધી હતી. જ્યારે તેની આ મુલાકાતના બે મહિના બાદ પહલગામમાં 22મી એપ્રિલે આતંકી હુમલો થયો હતો.  

હુમલાના બે મહિના પહેલા જ્યોતિએ પહલગામ સહિતના કાશ્મીરના સ્થળોની મુલાકાત પણ લીધી હતી

પોલીસે એમ પણ જણાવ્યું હતું કે જ્યોતિ મલ્હોત્રા વિદેશમાં ફરવાનો શોખ ધરાવે છે. તે પાકિસ્તાનીઓની મદદથી ચીન, પાકિસ્તાન સહિત આઠ દેશોની યાત્રા કરી ચુકી હતી. જ્યોતિ પાકિસ્તાનમાં એવી જગ્યાઓની મુલાકાત લઇ ચુકી છે જ્યાં પાકિસ્તાની નાગરિકો માટે જવુ પણ મુશ્કેલ છે. આ બધુ પાકિસ્તાનના ટોચના નેતાઓ અને અધિકારીઓની મદદ વગર શક્ય નથી. જ્યોતિની પાક.ના નેતા મરિયમ નવાઝ સાથેની તસવીર પણ સામે આવી છે. તાજેતરમાં ભારતે પાકિસ્તાનમાં આતંકી સ્થળોના નાશ માટે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું જે બાદ પણ જ્યોતિ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતી. જોકે તેણે કોઇ સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડી હોવાની જાણકારી હજુ સુધી બહાર નથી આવી. હિસાર પોલીસ જ્યોતિની વધુ પૂછપરછ કરી રહી છે. 

જ્યોતિ અનેક વખત પાકિસ્તાનની મુલાકાત લઇ ચુકી છે, તેને પાકિસ્તાનીઓ પોતાના દેશમાં રહેવા જમવા અને ટ્રાવેલિંગ સુધીનો ખર્ચો આપતા હતા. તેની મોટાભાગની મુલાકાતો પહલગામ હુમલા પહેલાની હતી. હિસારના એસપીએ કહ્યું હતું કે હાલ યુદ્ધ માત્ર સરહદે નથી લડાઇ રહ્યું, પાકિસ્તાની એજન્ટો ભારતના સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યૂએન્સર્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાની એજન્ટો તેમનો સંપર્ક કરે છે. જ્યોતિ દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઇ કમિશનના કર્મચારી દાનિશના સંપર્કમાં હતી, ગયા વર્ષે તે દાનિશ સાથે પાક. હાઇ કમિશનમાં ઇફ્તાર પાર્ટી માટે પણ ગઇ હતી. જ્યોતિ હાલ પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે જ્યાં તેની આકરી પૂછપરછ કરાઇ રહી છે. 

પાકિસ્તાની એજન્ટો જ્યોતિને પોતાની સંપત્તિ તરીકે તૈયાર કરી રહ્યા હતા. જ્યોતિ અન્ય યુટયુબ ઇન્ફ્લ્યૂએન્સર્સના સંપર્કમાં હતી, જેઓ પણ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં રહ્યા હતા. પાકિસ્તાની એજન્ટો આ યુટયુબર્સનો ઉપયોગ પોતાના જુઠ્ઠાણા લોકો સુધી પહોંચાડવા કરતા હતા. જ્યોતિ ભારતમાં જે પણ સ્થળોએ ગઇ હતી તેની વિગતો સામે આવી રહી છે. જે મુજબ તેણે ઓડિશાની એક યુટયુબરની સાથે પુરીનો પ્રવાસ કર્યો હતો.   હાલ મીડિયાએ જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાનો સંપર્ક કર્યો હતો, જેમાં હરીશ મલ્હોત્રાએ કહ્યું હતું કે જ્યોતિ યુટયુબ વીડિયો બનાવતી હતી, તે પાકિસ્તાન અને અન્ય સ્થળોએ જતી હતી. જોકે કેટલી વખત તે પાકિસ્તાન ગઇ તે મને નથી ખ્યાલ. જ્યોતિના બેંક ખાતાની વિગતો, લેપટોપ, ફોન, પાસપોર્ટ વગેરે લઇ લીધા છે. પિતાએ પુત્રીનો બચાવ કરતા કહ્યું હતું કે જ્યોતિના પાકિસ્તાની મિત્રો હોય તો શું તે તેની સાથે વાતચીત ના કરી શકે? શું તેમને ફોન ના કરી શકે? અમને અમારા ફોન પાછા આપી દો. 

જ્યોતિ પાકિસ્તાનમાં એવી જગ્યાએ ગઈ જ્યાં કોઈ સામાન્ય ભારતીયનું જવું અસંભવ: પોલીસનો દાવો 2 - image

પિતા મજૂરીકામ કરે છે જ્યારે જ્યોતિ વૈભવી જીવન જીવતી રહી 

જ્યોતિ મૂળ હરિયાણાના હિસારમાં રહે છે. જ્યોતિના પિતા કારપેંટર છે, તેમની આવક બહુ જ મામૂલી છે. ઘરનો ખર્ચો જ્યોતિના કાકાના પેંશન પર ચાલતો હતો. જ્યોતિ પહેલા દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી, તેનો પગાર મહિને ૨૦ હજાર રૂપિયા હતો. જોકે લોકડાઉન સમયે તેની નોકરી છૂટી ગઇ હતી. જે બાદ તે હિસાર પાછી આવી હતી. પછી તેણે યુટયુબ પર ટ્રાવેલ વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. ધીરે ધીરે તેની ચેનલ લોકપ્રિય થવા લાગી હતી અને તે વૈભવી જીવન જીવવા લાગી હતી. પિતા મજૂરી કામ કરે છે જ્યારે પુત્રી વૈભવી જીવન જીવતી હતી. જ્યોતિના આસપાસના પાડોશીઓએ કહ્યું હતું કે તે અમારી સાથે વધુ વાત કરવાનું ટાળતી હતી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
EOS-09 સેટેલાઈટનું લોન્ચિંગ ટેકનિકલ ખામીના કારણે નિષ્ફળ | Launch of EOS 09 satellite fails due to te…

EOS-09 સેટેલાઈટનું લોન્ચિંગ ટેકનિકલ ખામીના કારણે નિષ્ફળ | Launch of EOS 09 satellite fails due to te...

હૈદરાબાદમાં રહેણાંક ઇમારતમાં આગ : આઠ બાળકો સહિત 17નાં મોત | Fire in residential building in Hyderaba…

હૈદરાબાદમાં રહેણાંક ઇમારતમાં આગ : આઠ બાળકો સહિત 17નાં મોત | Fire in residential building in Hyderaba...

ત્રણ દિવસમાં 60 ફોન-મેસેજથી ત્રાસીને યુવકે ઈન્ટરવ્યુ છોડયો | Young man leaves interview after being …

ત્રણ દિવસમાં 60 ફોન-મેસેજથી ત્રાસીને યુવકે ઈન્ટરવ્યુ છોડયો | Young man leaves interview after being ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

78 વર્ષ પછી ‘સોનાનો સૂરજ’ ઊગ્યો’, અમરેલીના સુડાવડ ગામના વાડ વિસ્તારમાં વીજળી પહોંચી, પરિવારોમાં હરખન…

78 વર્ષ પછી ‘સોનાનો સૂરજ’ ઊગ્યો’, અમરેલીના સુડાવડ ગામના વાડ વિસ્તારમાં વીજળી પહોંચી, પરિવારોમાં હરખન…

2 months ago
થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી | Drivers face problems as ir…

થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી | Drivers face problems as ir…

2 months ago
શિલ્પી કામ કરતા યુવક પર ચાકૂથી હુમલો કરી અપહરણ કર્યુ | A young man working as a sculptor was attacke…

શિલ્પી કામ કરતા યુવક પર ચાકૂથી હુમલો કરી અપહરણ કર્યુ | A young man working as a sculptor was attacke…

6 months ago
21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો, પછી ઘરમાં કર્યો બ્લાસ્ટ! દિલ્હીમાં ચો…

21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો, પછી ઘરમાં કર્યો બ્લાસ્ટ! દિલ્હીમાં ચો…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News