gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસના કેસમાં ચાર પકડાયા, ચાર ગુનાનો ભેદ ઉકેલાયો | Four arrested in att…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસના કેસમાં ચાર પકડાયા, ચાર ગુનાનો ભેદ ઉકેલાયો | Four arrested in att…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અઠવાડિયા અગાઉ ગાંધીનગરના સેક્ટર-૨૪માં

એલસીબી દ્વારા હથિયાર સાથે આરોપીઓને પકડી લેવામાં આવ્યા ઃ અન્ય બેની શોધખોળ ઃ પિસ્તોલ, કારતુસ, બે સોનાના દોરા, બાઇકો સહિતનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં અઠવાડિયા અગાઉ રિવોલ્વરની
અણીએ જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્રયાસ થયો હતો. જે ગુનામાં ગાંધીનગર એલસીબી
દ્વારા ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને આ ગુનાની સાથે અન્ય ત્રણ ગુનાઓનો
ભેદ ઉકેલવામાં આવ્યો હતો. જેમાં બે ચેઇન સ્નેચિંગ અને એક કાર સળગાવવાના ગુનાનો પણ
સમાવેશ થાય છે.

ગાંધીનગર જિલ્લામાં તાજેતરમાં બનેલા ગંભીર પ્રકારના ગુનાઓ
ઉકેલવા માટે ગાંધીનગર રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ
તેજા વાસમસેટ્ટી દ્વારા પોલીસને એલર્ટ રહીને આ દિશામાં કામગીરી કરવા માટે તાકીદ
કરવામાં આવી હતી. જેના અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી વાળા દ્વારા
સ્ટાફના માણસોને એલર્ટ રહીને તાજેતરમાં સેક્ટર-૨૪માં બનેલી ઘટનાનો ભેદ ઉકેલવા માટે
તાકીદ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ ટીમ સ્થળ ઉપર તેમજ આસપાસના વિસ્તારમાં
પહોંચી હતી અને ૧૫૦ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી અને ટેકનિકલ
એનાલિસિસ કર્યું હતું. ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે
, પોલીસે પેથાપુરના
રાકેશ ગોવિંદભાઈ સોલંકી અને અમદાવાદ જુહાપુરાના શાહરૃખ ઉર્ફે ચુમ્મા રિઝવામભાઈ
ચાંદભાઈ ડેલીઘરાની ઓળખ કરી હતી. તેમજ આ લૂંટના ગુનામાં તેમને પેથાપુર ખાતે રહેતા
ગજેન્દ્રસિંહ ભગવાનસિંહ પરમાર દ્વારા મદદ કરવામાં આવી હતી. દરમિયાનમાં આ ત્રણેય
શખ્સો ચરેડીથી એન્જિનિયરિંગ કોલેજ જવાના માર્ગ ઉપર હાજર હોવાની બાતમી મળી હતી અને
તેના આધારે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યાં ગજેન્દ્રસિંહ પરમાર પાસેથી લૂંટના
પ્રયાસ માટે વાપરવામાં આવેલી રિવોલ્વર પણ મળી આવી હતી અને બે કારતુસ પણ મળ્યા હતા.
રાકેશ સોલંકી સેક્ટર ૨૧ પોલીસ મથકમાં નોંધાયેલા મર્ડરના ગુનામાં પેરોલ ઉપર છુટયા
બાદ ચાર મહિનાથી ફરાર હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું. એટલું જ નહીં તેણે અને
તેના સાગરીત શાહરુખ સાથે મળીને બે ચેઇન સ્નેચિંગના ગુનાઓને પણ અંજામ આપ્યો હતો.
રાકેશ સોલંકીએ તેના મિત્ર ભાવેશ કાંતિભાઈ ચૌહાણ સાથે મળીને ગૌરાંગ વાઘેલાના
કહેવાથી ચાંદખેડામાં એક કાર પણ સળગાવી હતી. જેથી આ ગુનામાં છત્રાલ ખાતે રહેતા
ભાવેશ કાંતિભાઈ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી એક
પિસ્તોલ
, બે જીવતા
કારતૂસ
, બે
સોનાના દોરા
, એક મોપેડ
બે બાઈક અને ત્રણ મોબાઈલ જપ્ત કરી લીધા હતા.

મધ્યપ્રદેશના છોટુ યાદવ પાસેથી રિવોલ્વર લાવવામાં આવી

હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી જનાર આરોપી રાકેશ સોલંકીની
પૂછપરછ કરવામાં આવતા તેણે કબુલાત કરી હતી કે
,
રૃપિયાની જરૃરિયાત ઊભી થતા સેક્ટર-૩માં રહેતા તેના મિત્ર ગૌરાંગ રાજુભાઈ
વાઘેલાને વાત કરી હતી અને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશમાં ભીંડ
ખાતે રહેતા તેના મિત્ર છોટુ યાદવ પાસે રિવોલ્વર હોવાનું કહ્યું હતું. જેથી રાકેશ
સોલંકી મધ્યપ્રદેશ જઈને આ રિવોલ્વર લઈ આવ્યો હતો. જેથી પોલીસે હાલ ગૌરાંગ વાઘેલા
અને છોટુ યાદવની પણ શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે

આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે

લવારપુર બ્રિજ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ક્લિનરનું મોત, ચાલક ઘાયલ | Cleaner dies driver injured as…

લવારપુર બ્રિજ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ક્લિનરનું મોત, ચાલક ઘાયલ | Cleaner dies driver injured as...

બેંકના બે કર્મીઓ સહિત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના વધુ ચાર કેસ | Four more cases of Corona in the …

બેંકના બે કર્મીઓ સહિત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના વધુ ચાર કેસ | Four more cases of Corona in the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાડે આપેલી કાર વેચી મારી, વડોદરાના શખ્સ સામે ગુનો નોંધાયો | Crime registered against Vadodara man fo…

ભાડે આપેલી કાર વેચી મારી, વડોદરાના શખ્સ સામે ગુનો નોંધાયો | Crime registered against Vadodara man fo…

2 months ago
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ વરસાદ વરસ્યો | Heavy Rain …

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ વરસાદ વરસ્યો | Heavy Rain …

11 months ago
ડિગ્રી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓએ સામાજિક ઈન્ટર્નશિપ હવે ફરજિયાત કરવી પડશે | gtu degree engineerin…

ડિગ્રી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓએ સામાજિક ઈન્ટર્નશિપ હવે ફરજિયાત કરવી પડશે | gtu degree engineerin…

4 months ago
પીજીમાં રહેવું હોય તો નિયમો પાળવા પડશે, રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ નહીં: ગુજરાત હાઈકોર્ટ | Gujarat …

પીજીમાં રહેવું હોય તો નિયમો પાળવા પડશે, રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ નહીં: ગુજરાત હાઈકોર્ટ | Gujarat …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News