gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘તમને છૂટ તો ભારત સામે વાંધો કેમ..?’, જર્મની-યુકેની બોલતી બંધ કરી કેન્દ્રીય વાણિજ્યમંત્રી ગોયલે | un…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in INDIA
0 0
0
‘તમને છૂટ તો ભારત સામે વાંધો કેમ..?’, જર્મની-યુકેની બોલતી બંધ કરી કેન્દ્રીય વાણિજ્યમંત્રી ગોયલે | un…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Piyush Goyal: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે (24 ઓક્ટોબર) પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કર્યા હતા અને પૂછ્યું હતું કે, જ્યારે યુરોપિયન દેશો પોતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે યુએસ પ્રતિબંધોમાંથી મુક્તિ માંગી રહ્યા છે ત્યારે ભારતને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. બર્લિન ગ્લોબલ ડાયલોગ કોન્ફરન્સમાં યુકેના વેપાર મંત્રી ક્રિસ બ્રાયન્ટ સાથેની ચર્ચા દરમિયાન, ગોયલે એવા પ્રશ્નો પૂછ્યા જેનાથી નેતાઓની બોલતી બંધ થઈ ગઈ હતી. 

તમને મુક્તિ તો અમારા પર પ્રતિબંધ કેમ?: પિયુષ ગોયલ

ગોયલે કહ્યું કે, “મેં આજના અખબારમાં વાંચ્યું કે જર્મની અમેરિકન પ્રતિબંધોમાંથી તેલ માટે મુક્તિ માંગી રહ્યું છે. બ્રિટનને પહેલાથી જ મુક્તિ મળી ચૂકી છે. તો ભારતને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે?”

આ પણ વાંચોઃ ‘મારા પિતાએ મુસ્લિમને સીએમ બનાવવા માગ કરી હતી પણ…’, ચિરાગ પાસવાનનું મોટું નિવેદન

બ્રિટિશ મંત્રી બ્રાયન્ટે આ મુદ્દે જવાબ આપ્યો, “ના, ના, તેમના દેશને મળતી અમેરિકન છૂટ ફક્ત રૉસનેફ્ટની એક વિશેષ પેટાકંપની માટે છે. આટલું સાંભળતા જ ગોયલે તુરંત વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘અમારી પાસે પણ તો રૉસનેફ્ટની એક પેટાકંપની છે… તો ભારત કેમ…!” પછી શું… મંત્રીની બોલતી બંધ થઈ ગઈ.

અમેરિકાનું દબાણ અને વધતા ટેરિફ

ગોયલની ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે અમેરિકા અને તેના સાથી દેશો ભારત પર રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવા સામે વિરોધ નોંધાવતા દબાણ વધારી રહ્યા છે. ગયા મહિને, ટ્રમ્પ વહીવટીતંત્રે કેટલાક ભારતીય ઉત્પાદનો પર વધારાના ટેરિફ લાદ્યા હતા, જેના કારણે કુલ ટેરિફ લગભગ 50 ટકા થઈ ગયા હતા. નવી દિલ્હીએ આ ટેરિફને “અયોગ્ય, અન્યાયી અને અવ્યવહારુ” ગણાવ્યા છે.

ટ્રમ્પ વહીવટીતંત્રની દલીલ છે કે, ભારત જેવા દેશો પર દબાણ કરવાથી રશિયા આર્થિક રીતે નબળું પડશે અને તેને યુક્રેન યુદ્ધનો અંત લાવવા દબાણ કરવામાં આવશે. આ દરમિયાન, યુરોપિયન સંઘે (EU) તાજેતરમાં રશિયન સૈન્ય સાથેના કથિત સંબંધો માટે ત્રણ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. વધુમાં, અમેરિકાએ ગયા અઠવાડિયે રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધો લાદ્યા હતા.

“અમે દબાણ હેઠળ કરાર કરતા નથી”

પીયુષ ગોયલે ભારતની સ્વતંત્ર વેપાર નીતિ પર ભાર મૂકતા કહ્યું કે, ‘અમે ક્યારેય સમયમર્યાદા કે માથા પર બંદૂક તાકીને વેપાર કરાર કરતા નથી. જો કોઈ ટેરિફ લાદે છે, તો તેમને તેમ કરવા દો. અમે નવા બજારો શોધી રહ્યા છીએ, સ્થાનિક માંગને મજબૂત બનાવી રહ્યા છીએ અને લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતા બનાવી રહ્યા છીએ. ભારતની આર્થિક વ્યૂહરચનાનો હેતું આગામી 20-25 વર્ષમાં 30 ટ્રિલિયન ડૉલર અર્થતંત્ર બનવાનો છે. અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને વાટાઘાટો કરીએ છીએ. ભારત માટે જે પણ શ્રેષ્ઠ સોદો હશે તે અમે કરીશું. ભારતની આર્થિક વ્યૂહનીતિનો હેતુ આવતા 20-25 વર્ષોમાં 30 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાનો છે. અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને વાટાઘાટો કરીએ છીએ. ભારત માટે જે સૌથી સારો કરાર હશે અમે તે જ કરીશું.’

આ પણ વાંચોઃ 4 વોટ ક્યાંથી આવ્યાં? જમ્મુ-કાશ્મીર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ સામે લાગ્યો હોર્સ ટ્રેડિંગનો આરોપ

‘રાષ્ટ્રીય હિત સર્વોપરિ’

ગોયલે કહ્યું કે, ભારતના તમામ વ્યાપારિક સંબંધ રાષ્ટ્રીય હિતના આધાર પર નક્કી થાય છે, બહારના દબાણો પર નહીં. ભારતે ક્યારેય કોઈ બહારના લોકોના કહેવા પર નક્કી નથી કર્યું કે, તેના મિત્ર કોણ હશે. જો કાલે કોઈ અમને કહે છે કે, તમે યુરોપિયન સંઘ સાથે સંબંધ ન રાખો અથવા કેન્યા સાથે વેપાર ન કરો, તો તે અમારા માટે સ્વીકાર્ય નથી.’

આ સિવાય પીયુષ ગોયલે જણાવ્યું કે, વેપાર કરાર ફક્ત ટેરિફ અથવા બજારની પહોંચ સુધી સીમિત નથી. પરંતુ, વિશ્વાસ અને સંબંધો પર આધારિત હોય છે. વર્તમાનમાં ભારતના યુરોપિયન સંઘ અને અમેરિકા બંને સાથે દ્વિપક્ષીય વેપાર કરાર પર વાતચીત ચાલી રહી છે. પ્રસ્તાવિક ભારત-અમેરિકા વેપાર કરારનો હેતુ 2030 સુધી વેપારને 500 અબજ ડૉલર સુધી પહોંચાડવાનો છે. સત્રના અંતે ગોયલે વિશ્વાસ અપાવ્યો કે, ભારતનો આર્થિક પાયો સુદ્રઢ છે. અમારી પાસે 1.4 અરબ યુવા, મહત્વાકાંક્ષી લોકો છે. અમે આગળની તરફ જોઈ રહ્યા છીએ અને કોઈ દબાણમાં આવીને ટૂંકા ગાળાના કે નબળા કરાર નહીં કરીએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘મારા પિતાએ મુસ્લિમને સીએમ બનાવવા માગ કરી હતી પણ…’, ચિરાગ પાસવાનનું મોટું નિવેદન | Chirag Paswan D…

'મારા પિતાએ મુસ્લિમને સીએમ બનાવવા માગ કરી હતી પણ...', ચિરાગ પાસવાનનું મોટું નિવેદન | Chirag Paswan D...

4 વોટ ક્યાંથી આવ્યાં? જમ્મુ-કાશ્મીર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ સામે લાગ્યો હોર્સ ટ્રેડિંગનો આરોપ | Dr…

4 વોટ ક્યાંથી આવ્યાં? જમ્મુ-કાશ્મીર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ સામે લાગ્યો હોર્સ ટ્રેડિંગનો આરોપ | Dr...

આગરામાં પૂરપાટ દોડતી કારે ઘરની બહાર બેસેલા લોકોને ફંગોળ્યા, 5ના મોત, 2 ઈજાગ્રસ્ત | Horror in Agra: 5…

આગરામાં પૂરપાટ દોડતી કારે ઘરની બહાર બેસેલા લોકોને ફંગોળ્યા, 5ના મોત, 2 ઈજાગ્રસ્ત | Horror in Agra: 5...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયન ઑઇલ ખરીદવા માટે ટ્રમ્પની ધમકીના પગલે એન.એસ.એ. દૉવલ મોસ્કોની મુલાકાતે | NSA Doval visits Moscow…

રશિયન ઑઇલ ખરીદવા માટે ટ્રમ્પની ધમકીના પગલે એન.એસ.એ. દૉવલ મોસ્કોની મુલાકાતે | NSA Doval visits Moscow…

1 year ago
રેલ્વે સ્ટેશન તથા બસ ડેપો ખાતે મુસાફરોનો ભારે ઘસારો | Heavy rush of passengers at railway station an…

રેલ્વે સ્ટેશન તથા બસ ડેપો ખાતે મુસાફરોનો ભારે ઘસારો | Heavy rush of passengers at railway station an…

10 months ago
ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક ભાજપે કબ્જે કરી | BJP captured 7 district panchayat seats in G…

ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક ભાજપે કબ્જે કરી | BJP captured 7 district panchayat seats in G…

3 months ago
પેથાપુર પાસે નકલી નંબર પ્લેટવાળી કારમાંથી ૬.૮૩ લાખનો દારૃ પકડાયો | Liquor worth Rs 6 83 lakh seized …

પેથાપુર પાસે નકલી નંબર પ્લેટવાળી કારમાંથી ૬.૮૩ લાખનો દારૃ પકડાયો | Liquor worth Rs 6 83 lakh seized …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News