gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમારા મુખ્યમંત્રી બંધારણની મજાક ઉડાવે તો શું અમે હાથ પર હાથ મૂકી બેસી રહીશું?, કેમ ભડકી સુપ્રીમ કોર્…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
તમારા મુખ્યમંત્રી બંધારણની મજાક ઉડાવે તો શું અમે હાથ પર હાથ મૂકી બેસી રહીશું?, કેમ ભડકી સુપ્રીમ કોર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image: Facebook

Supreme Court of India: સુપ્રીમ કોર્ટે બુધવારે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને વિધાનસભા અધ્યક્ષને આકરી ફટકાર લગાવતાં કહ્યું કે ‘જો બંધારણની મજાક ઉડાવવામાં આવશે તો સુપ્રીમ કોર્ટ મૌન બેસશે નહીં. તેલંગાણા વિધાનસભા અધ્યક્ષે દલીલ કરી હતી કે ‘કોર્ટ સ્પીકરને તે ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણય કરવાનો આદેશ આપી શકતી નથી જે કથિતરીતે પક્ષપલટો કરીને બીજી પાર્ટીમાં જતાં રહ્યાં છે.’ આની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘બંધારણના રક્ષક તરીકે અમે આદેશ પસાર કરવામાં શક્તિહીન નથી, ખાસ કરીને ત્યારે જ્યારે પક્ષપલટા વિરોધી કાયદા સંબંધિત દસમી યાદીની મજાક ઉડાવવામાં આવી રહી હોય.’

જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહની બેન્ચે તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવંત.રેડ્ડીના વિધાનસભામાં આપવામાં આવેલા તે કથિત નિવેદન પર પણ વાંધો વ્યક્ત કર્યો કે ‘કોઈ પેટા ચૂંટણી થશે નહીં.’ જસ્ટિસ ગવઈએ કહ્યું, ‘જો આ વાત ગૃહમાં કહેવામાં આવી છે તો તમારા મુખ્યમંત્રી દસમી યાદીની મજાક ઉડાવી રહ્યાં છે. બંધારણની દસમી યાદી પક્ષપલટાના આધારે અયોગ્યતાની જોગવાઈઓ સંબંધિત છે.’

પક્ષપલટા સાથે જોડાયેલી અરજી પર થઈ રહી હતી સુનાવણી

બેન્ચ તેલંગાણા વિધાનસભા અધ્યક્ષ દ્વારા અયોગ્ય કરાર આપવાની વિનંતી કરનારી અરજીઓ પર નિર્ણય લેવામાં કથિત મોડાઈ સંબંધિત દલીલોને સાંભળી રહી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે સ્પીકરને પૂછ્યું કે તેમણે કોંગ્રેસમાં સામેલ થયેલા ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ના ધારાસભ્યોની અયોગ્યતા સંબંધિત અરજીઓ પર નોટિસ જારી કરવામાં લગભગ 10 મહિનાનો સમય કેમ લગાવ્યો? આની પર વિધાનસભા અધ્યક્ષે દલીલ કરી હતી કે કોર્ટ સ્પીકરને પક્ષપલટાના મામલે ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણય કરવાનો આદેશ આપી શકતી નથી. 

હાઈકોર્ટના આદેશને આપવામાં આવ્યો હતો પડકાર

એક અરજીમાં ત્રણ ધારાસભ્યોએ તેલંગાણા હાઈકોર્ટના નવેમ્બર 2024ના આદેશને પડકાર આપ્યો છે, જ્યારે એક અન્ય અરજી પક્ષપલટો કરનાર બાકીના સાત ધારાસભ્યોને લઈને દાખલ કરવામાં આવી છે. ગયા વર્ષે નવેમ્બરમાં હાઈકોર્ટની એક બેન્ચે કહ્યું હતું કે ‘વિધાનસભા અધ્યક્ષે ત્રણેય ધારાસભ્યો વિરુદ્ધ અયોગ્યતા અરજીઓ પર યોગ્ય સમયની અંદર નિર્ણય કરવો જોઈએ. બેન્ચનો નિર્ણય સિંગલ જજના નવ સપ્ટેમ્બર 2024ના આદેશ વિરુદ્ધ અપીલ પર આવ્યો.’

સિંગલ જજે તેલંગાણા વિધાનસભાના સચિવને આદેશ આપ્યો હતો કે ‘તે અયોગ્યતાની વિનંતી વાળી અરજીને ચાર અઠવાડિયાની અંદર સુનાવણીનો કાર્યક્રમ નક્કી કરવા માટે અધ્યક્ષ સમક્ષ મૂકે. બુધવારે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો, ‘જો અધ્યક્ષ કોઈ કાર્યવાહી કરતાં નથી તો આ દેશની કોર્ટો, જેની પાસે બંધારણના સંરક્ષક તરીકે માત્ર શક્તિ છે, પરંતુ જવાબદારી પણ છે, શું શક્તિહીન થઈ જશે?’

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવા આદેશ, CJIએ પણ આપી માહિતી

મુકુલ રોહતગીની દલીલ પર SC ચોંક્યું

સુપ્રીમ કોર્ટે સ્પીકર તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીની તે દલીલ પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું, જેમાં તેમણે કહ્યું હતું કે કોર્ટ અયોગ્યતા અરજીઓ પર નિર્ણય લેવા માટે આદેશ આપી શકતી નથી અને કોઈ સમયમર્યાદા નક્કી કરી શકતી નથી. રોહતગીએ દલીલ કરી હતી કે સ્પીકર સમક્ષ પેન્ડિંગ અયોગ્યતા અરજીઓ ન્યાયિક સમીક્ષાથી પર છે. તેમણે કહ્યું, ‘સ્પીકર દ્વારા નિર્ણય લીધા પહેલા ન્યાયિક સમીક્ષાની પરવાનગી નથી. કોર્ટ આ મામલે સ્પીકરથી વિનંતી કરી શકે છે.’

મુકુલ રોહતગીએ કહ્યું કે ‘પહેલી અયોગ્યતા અરજી 18 માર્ચ, 2024એ દાખલ કરી હતી, તે બાદ ગયા વર્ષે ક્રમશ: બે એપ્રિલ અને આઠ એપ્રિલે બે અન્ય અરજીઓ દાખલ કરવામાં આવી. પહેલી અરજી ગયા વર્ષે 10 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જ્યારે બેન્ચે અયોગ્યતા અરજીઓ પર નોટિસ જાહેર કરવામાં લાગનાર સમય વિશે પૂછ્યું તો વરિષ્ઠ વકીલે સુપ્રીમ કોર્ટ સમક્ષ મામલાને પેન્ડિંગ થવાનો હવાલો આપ્યો.’

જસ્ટિસ ગવઈએ કહ્યું કે ‘સુપ્રીમ કોર્ટના સિંગલ જજે માત્ર ચાર અઠવાડિયાની અંદર કાર્યક્રમ નક્કી કરવાની વિનંતી કરી હતી. મામલામાં દલીલો ત્રણ એપ્રિલે પણ જારી રહેશે. બીઆરએસ નેતા પી.કૌશિક રેડ્ડી તરફથી વરિષ્ઠ વકીલ સી એ સુંદરમે 25 માર્ચે દલીલમાં કહ્યું કે ‘મૂળ પ્રશ્ન એ છે કે શું કોઈ કોર્ટની પાસે બંધારણીય અધિકારીને તેના બંધારણીય આદેશ અનુસાર કાર્ય કરવા માટે બાધ્ય કરવાની શક્તિ, અધિકાર છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…
INDIA

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…

May 18, 2026
બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…
INDIA

બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…

May 18, 2026
શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…
INDIA

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…

May 18, 2026
Next Post
‘સરકારે ચીનને આપી દીધી જમીન, ટેરિફનું શું કરશો?’, સંસદમાં રાહુલ ગાંધીનો સવાલ | /rahul gandhi in lok …

'સરકારે ચીનને આપી દીધી જમીન, ટેરિફનું શું કરશો?', સંસદમાં રાહુલ ગાંધીનો સવાલ | /rahul gandhi in lok ...

વક્ફ સંશોધન બિલ પસાર થતાં જ કાયદામાં થશે આ 10 મોટા ફેરબદલ, જાણો સંપૂર્ણ વિગતો | waqf amendment bill …

વક્ફ સંશોધન બિલ પસાર થતાં જ કાયદામાં થશે આ 10 મોટા ફેરબદલ, જાણો સંપૂર્ણ વિગતો | waqf amendment bill ...

સુરતની આંગણવાડીમાંથી ઝડપાયું મોટું કૌભાંડ, ગરીબ-શ્રમિક બાળકોનું અનાજ બારોબાર વેચી મારતાં તંત્ર દોડતુ…

સુરતની આંગણવાડીમાંથી ઝડપાયું મોટું કૌભાંડ, ગરીબ-શ્રમિક બાળકોનું અનાજ બારોબાર વેચી મારતાં તંત્ર દોડતુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા જળબંબાકાર, સરદાર સરોવર ડેમ હાલ 77 ટકા ભરાયો | gujarat saurashtra flo…

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા જળબંબાકાર, સરદાર સરોવર ડેમ હાલ 77 ટકા ભરાયો | gujarat saurashtra flo…

9 months ago
NDAમાં નવાજૂની? કેબિનેટ મંત્રીના પક્ષે એકલા હાથે પંચાયત ચૂંટણી લડવાની જાહેરાત કરતાં ભાજપમાં ખળભળાટ |…

NDAમાં નવાજૂની? કેબિનેટ મંત્રીના પક્ષે એકલા હાથે પંચાયત ચૂંટણી લડવાની જાહેરાત કરતાં ભાજપમાં ખળભળાટ |…

8 months ago
ઠગાઈનો મહાગુરુ ‘નટવરલાલ’, ડિજિટલ યુગ પહેલાંનો માસ્ટર માઇન્ડ જેણે તાજમહેલ, સંસદ અને લાલ કિલ્લો પણ વેચ…

ઠગાઈનો મહાગુરુ ‘નટવરલાલ’, ડિજિટલ યુગ પહેલાંનો માસ્ટર માઇન્ડ જેણે તાજમહેલ, સંસદ અને લાલ કિલ્લો પણ વેચ…

3 months ago
ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા ત્રણ વર્ષ દરમિયાન 3975 અરજી | 3975 applications received i…

ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા ત્રણ વર્ષ દરમિયાન 3975 અરજી | 3975 applications received i…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News