gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાના-રીરી મહોત્સવનો આવતીકાલથી વડનગરમાં શુભારંભ, બે દિવસીય કાર્યક્રમમાં કલાકારોની જમાવટ | Tana Riri F…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
તાના-રીરી મહોત્સવનો આવતીકાલથી વડનગરમાં શુભારંભ, બે દિવસીય કાર્યક્રમમાં કલાકારોની જમાવટ | Tana Riri F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tana-Riri Festival : ગુજરાતના સંગીત ઇતિહાસમાં અમર બનેલી બહેનો તાના અને રીરીની સ્મૃતિમાં મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસીય તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવનો શુભારંભ આવતીકાલે (22 નવેમ્બર) મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.આ મહોત્સવમાં દેશના સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય સંગીત, વાદન અને લોકસંગીતની પ્રસ્તુતિ કરીને વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખશે.

કલાપિની કોમકલીને ‘તાના-રીરી સંગીત સન્માન’

સંગીત કલાને બિરદાવતા ‘તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ’ની આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને પ્રદાન કરવામાં આવશે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.

બે દિવસીય કાર્યક્રમ: શાસ્ત્રીય સંગીતથી લોકસંગીત સુધી

22 અને 23 નવેમ્બરના બે દિવસીય કાર્યક્રમમાં સાંજના સમયે વિવિધ સંગીત પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રથમ દિવસ 22 નવેમ્બર, કલાકાર અને તેમની પ્રસ્તુતિ

કલાપિની કોમકલી, શાસ્ત્રીય ગાયન

નિલાદ્રી કુમાર, શાસ્ત્રીય વાદન

ઇશાની દવે, લોકસંગીત

બીજો દિવસ 23 નવેમ્બર, કલાકાર અને તેમની પ્રસ્તુતિ

ડૉ. સુભદ્રા દેસાઇ, શાસ્ત્રીય ગાયન

નિનદ અધિકારી અને ટીમ, શાસ્ત્રીય વાદન

પાર્થ ઓઝા અને ટીમ, લોકસંગીત

કોણ હતા તાના-રીરી? સંગીત સમર્પણની અમર ગાથા

તાના અને રીરી એ ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ હતી. તેમની સંગીત પ્રત્યેની નિષ્ઠાએ તેમને ગુજરાતના ઇતિહાસમાં અમર બનાવી દીધી.

લોકવાયકા મુજબ, સંગીત સમ્રાટ તાનસેને જ્યારે દીપક રાગ ગાયો, ત્યારે તેમના શરીરમાં દાહ (બળતરા) ઉત્પન્ન થયો હતો. આ દાહને શાંત કરવા માટે માત્ર મલ્હાર રાગ જ અસરકારક હતો. તાનસેનની પીડા જોઈને તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઈને તેમને રાહત આપી હતી. પોતાની સંગીત કલાના સન્માન ખાતર આ બંને બહેનોએ આત્મબલિદાન આપ્યું હતું. આ સંગીતની કલાધારિણી બહેનોના સન્માનમાં વડનગરના તાના-રીરી સમાધિ સ્થળ ખાતે વર્ષ 2003થી દર વર્ષે આ મહોત્સવ યોજાય છે.

આ પણ વાંચો: રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની જાહેરાત, જાણો અરજી કરવાની તારીખ

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સંગીત નાટક અકાદમી દ્વારા આ સંગીત સમ્રાજ્ઞીઓની યાદમાં આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક મહોત્સવમાં ગુજરાતભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ સંગીત રસિકો મોટી સંખ્યામાં ભાગ લેવા માટે વડનગર ખાતે ઉમટી પડશે. આ કાર્યક્રમ વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du…

દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du...

છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમા…

છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમા...

બિહારમાં વર્ષો બાદ ભાજપને ગૃહ ખાતું પણ ‘પાવર’ હજુ નીતિશ કુમાર પાસે જ! સમ્રાટ ચૌધરી પર કાંટાળો તાજ | …

બિહારમાં વર્ષો બાદ ભાજપને ગૃહ ખાતું પણ 'પાવર' હજુ નીતિશ કુમાર પાસે જ! સમ્રાટ ચૌધરી પર કાંટાળો તાજ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સાળાઓએ બનેવીનો કાન કરડી ખાધો, જમવાની તકરારમાં પત્નીને લાફો ઝીંકનાર પતિને ઢીબી નાખ્યો | Vad…

વડોદરામાં સાળાઓએ બનેવીનો કાન કરડી ખાધો, જમવાની તકરારમાં પત્નીને લાફો ઝીંકનાર પતિને ઢીબી નાખ્યો | Vad…

1 year ago
15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

4 weeks ago
ભાવનગરમાંથી રૂ.719 કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ, દુબઈ-ચીન કનેક્શન ખૂલ્યું | gujarat cyber …

ભાવનગરમાંથી રૂ.719 કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ, દુબઈ-ચીન કનેક્શન ખૂલ્યું | gujarat cyber …

7 months ago
અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of…

અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News