gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ, બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત | Tap…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ, બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત | Tap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tapi Songadh Gidhmali Dungar: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા સ્થિત ગીધમાળી ડુંગર પર પૂજા કરવાના અધિકારને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. આજે પરંપરાગત ‘કણી કંસરી’ની પૂજા કરવા જઈ રહેલા આદિવાસીઓને પોલીસે અટકાવતા અને દેવ બિરસા સેનાના અધ્યક્ષની અટકાયત કરતા સમગ્ર પંથકમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.

શું છે વિવાદનું મુખ્ય કારણ?

આદિવાસી સમુદાયનો દાવો છે કે તેઓ આદિકાળથી દર વર્ષે ખેતરમાં પકવેલું નવું અનાજ (હિજારી) ગીધમાળી ડુંગર પર લાવી ‘કણી કંસરી’ માતાની પૂજા કરી ચઢાવે છે. આ ધાર્મિક વિધિ બાદ જ તેઓ અનાજનો ઉપયોગ શરૂ કરે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ ડુંગર પર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મરિયમ માતાનું ધર્મસ્થાન ઊભું કરી દેવામાં આવતા સ્થાનિક આદિવાસીઓની પરંપરાગત પૂજામાં અવરોધ ઊભો થયો છે.

આ પણ વાંચો: મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ

પોલીસે ડુંગરને ‘અભેદ કિલ્લા’માં ફેરવ્યો

દેવ બિરસા સેના દ્વારા આજે ડુંગર પર જઈ પૂજા કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ વણસે નહીં તે માટે તાપી પોલીસ અને વહીવટીતંત્રે વહેલી સવારથી જ ગીધમાળી ડુંગર ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ દરમિયાન પૂજા કરવા જઈ રહેલા કાર્યકરો અને ગ્રામજનોને રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યા હતા. દેવ બિરસા સેનાના અધ્યક્ષ સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત ડુંગર તરફ જવાના તમામ માર્ગો પર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું હતું.

આદિવાસી સમાજમાં ભારે રોષ

પૂર્વજોના વખતથી ચાલી આવતી ધાર્મિક પરંપરા અટકતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે શ્રદ્ધાના કેન્દ્ર સમાન ડુંગર પર અતિક્રમણ કરીને અન્ય ધર્મનું સ્થાનક બનાવી દેવામાં આવ્યું છે, જે તેમની સંસ્કૃતિ પર પ્રહાર છે. બીજી તરફ, વહીવટીતંત્ર દ્વારા શાંતિ જાળવવા માટે બંને પક્ષો સાથે સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…
GUJARAT

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

April 2, 2026
રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…
GUJARAT

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

April 2, 2026
લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …
GUJARAT

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

April 2, 2026
Next Post
મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Nar…

મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Nar...

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, ઉપાધ્યક્ષ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને | Guj…

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, ઉપાધ્યક્ષ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને | Guj...

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વિજયનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલાએ ઝાડ પર લટકીને જીવન ટૂંકાવ્યું | woman living in V…

વડોદરાના વિજયનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલાએ ઝાડ પર લટકીને જીવન ટૂંકાવ્યું | woman living in V…

2 weeks ago
ફુલસરમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યુ | Tired of her husband torture the wife swallo…

ફુલસરમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યુ | Tired of her husband torture the wife swallo…

2 weeks ago
‘આવા રાક્ષસોને સમાજથી દૂર રાખો…’, બુલંદશહેર હાઈવે પર માતા-પુત્રી સાથે ગેંગરેપ કેસમાં 5 દોષિતને આજી…

‘આવા રાક્ષસોને સમાજથી દૂર રાખો…’, બુલંદશહેર હાઈવે પર માતા-પુત્રી સાથે ગેંગરેપ કેસમાં 5 દોષિતને આજી…

3 months ago
શેર બજારમાં જાન્યુઆરીમાં 10 વર્ષમાં સૌથી નબળું વળતર | Stock market posts weakest return in 10 years …

શેર બજારમાં જાન્યુઆરીમાં 10 વર્ષમાં સૌથી નબળું વળતર | Stock market posts weakest return in 10 years …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News