![]()
,વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના દક્ષિણ ઝોનમાં ઘનકચરાના નિકાલ માટે ડોર ટુ ડોર કચરાના નવા વાહનોની ફાળવણી કરવામાં આવી છે.
કચરાના નિકાલ માટે ૧૭૫ વાહનો ફાળવ્યા છે, જેમાં ૨૦ વાહનો ઇલેકટ્રિક છે. કોર્પોરેશન દ્વારા કચરા નિકાલની કામગીરી માટે નવો ૧૦ વર્ષનો ઇજારો કરવામાં આવ્યો છે. હવે નવી ટેકનિકલ વ્યવસ્થાથી કમાન્ડ સેન્ટર દ્વારા રિયલ ટાઇમ મોનિટરિંગ થઇ શકશે. કચરા નિકાલનું મેનેજમેન્ટ વધુ સારી રીતે અને સુચારૃઢબે થઇ શકશે. કચરાનું પાંચ વિભાગમાં સૂકો, ભીનો, સેનેટરી, ઘરેલુ જોખમી અને ઇલેકટ્રોનિક (ઇ-વેસ્ટ) કચરો વહેંચી દેવાશે. પાંચેય પ્રકારના કચરાનું અલગ-અલગ વર્ગીકરણ કરાશે.
કોર્પોરેશન દ્વારા આજે આ વાહનોના લોકાર્પણની સાથે સાથે શહેરના ૬ અલગ અલગ વિસ્તારમાં થીમ બેઝડ ગાર્ડનના લોકાર્પણ કર્યા હતા. આ ગાર્ડન કારેલીબાગ, છાણી, માંજલપુર, કલાદર્શન ચાર રસ્તા, સયાજીપુરા વગેરે વિસ્તારમાં બનાવ્યા છે.










