gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા’, RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું | RJD Lead…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
‘દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા’, RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું | RJD Lead…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Politics: બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીના પરિણામો બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ સોમવારે (17મી નવેમ્બર) પટણામાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેજસ્વી યાદવને સર્વસંમતિથી વિધાનસભા પક્ષના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. જો કે, બેઠક બાદ RJDના વરિષ્ઠ નેતાઓના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગેના નિવેદનોથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.

અમારા 25 ધારાસભ્યોનો વિજય સૌભાગ્યની વાત: જગદાનંદ સિંહ 

સમીક્ષા બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે EVMને લઈને ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યુંહ તું કે, ‘અમને અપેક્ષા નહોતી કે ચૂંટણીમાં RJDને આવી દુર્દશાનો સામનો કરવો પડશે. EVMમાં આશરે 25,000 મત પહેલાથી જ હતા. છતાં અમારા 25 ધારાસભવોનો વિજય અમારા માટે સૌભાગ્યની વાત છે.’ તેમના નિવેદનથી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

‘લોકશાહી પ્રક્રિયા સાથે છેડછાડ’

જગદાનંદ સિંહે લોકશાહી પ્રક્રિયામાં કથિત છેડછાડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘જો લોકશાહી પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવે તો દેશ કઈ દિશામાં જશે? શાસક પક્ષે પરિસ્થિતિ બદલવા માટે ખાસ પગલાં લીધા છે. શું લોકશાહી એક એવો વ્યવસાય છે જ્યાં છેતરપિંડી ચાલુ રહી શકે છે? EVM સાથે છેડછાડ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.’

આ પણ વાંચો: વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરો! આ દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી બંધ, વિદેશમંત્રાલયની એડવાઈઝરી જાહેર

બેલેટ પેપરથી જીતીએ છીએ, EVMથી હારીએ છીએ: ધારાસભ્ય ભાઈ વીરેન્દ્ર

બેઠકમાં હાજર રહેલા મનેરના RJD ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ પણ ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘અમે બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી જીતીએ છીએ, પરંતુ EVMનો ઉપયોગ કરીને ચૂંટણી હારી જઈએ છીએ. EVM સાથે છેડછાડ કરવામાં આવી છે, અને આપણે તેની સામે લડવું જોઈએ.’ તેમણે આ મુદ્દે વધુ આંદોલનની જરૂરિયાત દર્શાવી હતી.

આરજેડી નેતાઓના આ આક્ષેપોથી ફરી એકવાર EVMની વિશ્વસનીયતા પર રાજકીય ચર્ચા શરૂ થઈ છે. જો કે, ચૂંટણી પંચે ભૂતકાળમાં વારંવાર સ્પષ્ટતા કરી છે કે EVM સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમાં કોઈપણ પ્રકારની હેરાફેરી અશક્ય છે.

બિહારમાં NDA 202 બેઠક પર જીત

બિહારમાં NDA 202 બેઠક પર જીત સાથે ફરી સરકાર બનાવશે. ભાજપ 89 બેઠકો પર જીત સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. આ ઉપરાંત, નીતિશ કુમારની પાર્ટી JDU ને 85 બેઠક, ચિરાગ પાસવાનની પાર્ટી LJPR ને 19 બેઠક, જીતન રામ માંજીની પાર્ટી HAMને 5 બેઠક અને RLM ને 4 બેઠક પર જીત મળી છે.

બીજી બાજુ, મહાગઠબંધનના સૂંપડા સાફ થઇ ગયા છે. મહાગઠબંધન ફક્ત 35 બેઠકો પર સમેટાઈ ગયું. મહાગઠબંધનમાં તેજસ્વી યાદવની પાર્ટી RJD એ સૌથી વધુ 25 બેઠક પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 6 બેઠક પર અને અન્ય સહયોગી પક્ષોએ 4 બેઠક પર જીત મેળવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરો! આ દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી બંધ, વિદેશમંત્રાલયની એડવાઈઝરી…

વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરો! આ દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી બંધ, વિદેશમંત્રાલયની એડવાઈઝરી...

વાણી રેસ્ટોરન્ટ ના લાજવાબ સ્વાદ વચ્ચે ‘આવા દે’ ટીમ સાથે ટાફ અને અમદાવાદ એક્ટિવ આર્ટિસ્ટ એલાયન્સ પરિવ…

વાણી રેસ્ટોરન્ટ ના લાજવાબ સ્વાદ વચ્ચે ‘આવા દે’ ટીમ સાથે ટાફ અને અમદાવાદ એક્ટિવ આર્ટિસ્ટ એલાયન્સ પરિવ...

નંદેસરીને જોડતો બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા અસંખ્ય લોકો પરેશાનીમાં મુકાયા : વાહનચાલકોના સમય અને ઇંધણનો વ…

નંદેસરીને જોડતો બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા અસંખ્ય લોકો પરેશાનીમાં મુકાયા : વાહનચાલકોના સમય અને ઇંધણનો વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સાકાતરૂઓને ‘ટીપ’ આપતા | The watchman at the ST bus st…

એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સાકાતરૂઓને ‘ટીપ’ આપતા | The watchman at the ST bus st…

4 months ago
આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ | Violen…

આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ | Violen…

7 months ago
ગુજરાતમાં 9 મહિનામાં સાયબર ફ્રોડના 1.42 લાખ ફોન કોલ! 72 હજાર લોકોના રૂ.678 કરોડ ચાંઉ | Cyber Fraud i…

ગુજરાતમાં 9 મહિનામાં સાયબર ફ્રોડના 1.42 લાખ ફોન કોલ! 72 હજાર લોકોના રૂ.678 કરોડ ચાંઉ | Cyber Fraud i…

8 months ago
GTUમાં માત્ર તારીખ બદલી ગયા વર્ષનું બેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ, NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ…

GTUમાં માત્ર તારીખ બદલી ગયા વર્ષનું બેઠું પેપર પૂછાતા વિદ્યાર્થીઓમાં રોષ, NSUI-ABVPએ નોંધાવ્યો વિરોધ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News