![]()
Godhra Demolition: પંચમહાલના ગોધરામાં અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. દશેરાના દિવસે શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડી વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવાયું હતું. સમગ્ર કામગીરી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાના નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલ અંદાજે 35 જેટલા કાચા તથા પાકા મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. ખાસ વાત એ છે કે આમાંથી કેટલાક મકાનો એવા આરોપીઓના હોવાનું જણાયું છે, જેઓએ ગત માર્ચ મહિનામાં ભામૈયા ગામના શિવ મંદિરમાં તોડફોડ અને ચોરી કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં પેટ ડોગની રજિસ્ટ્રેશન ફી વધારીને રૂપિયા બે હજાર કરાઈ, જાણો કેટલા રજિસ્ટ્રેશન થયા
ગોધરા નગરપાલિકા, મહેસૂલ વિભાગ,માર્ગ અને મકાન વિભાગ,પોલીસ અને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આ ડિમોલિશનની કાર્યાવાહી હાથ ધરવામાં આવી હતી.










