gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દસાડાના વાલેવડા ગામે પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ : પી.આઇ.એ રિવોલ્વર કાઢી | Clashes between police and…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in GUJARAT
0 0
0
દસાડાના વાલેવડા ગામે પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ : પી.આઇ.એ રિવોલ્વર કાઢી | Clashes between police and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પી.આઇ.ની બદલી કરાવવા ભાજપ-કોંગ્રેસના ધમપછાડા

– દારૂડિયાને પોલીસ મથકે લઈ જતી વખતે ટોળુ ભેગુ થયું : પથ્થરમારાનો પ્રયાસ કરતાં રિવોલ્વર PI કાઢી ટોળાને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો (અંગ્રેજીમાં)

પાટડી : દસાડા તાલુકાના વાલેવડા ગામે શુક્રવારે મોડી રાત્રે દેશી દારૂ અંગે રેઇડ કરવા ગયેલ પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલે દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ખુદ પોલીસ કર્મચારીએ જ ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય અને ગ્રામજનો દ્વારા સ્થાનિક પી.આઈ. દ્વારા યુવકો અને ગ્રામજનોને રિવોલ્વર બતાવી ધમકી આપ્યાનો અને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા માર માર્યાનો આક્ષેપ પણ કર્યો છે.

દસાડાના વાલેવડા ગામે દારૂ અંગે દસાડા પોલીસને ટેલિફોનીક જાણ કરતા પોલીસ ટીમ વાલેવડા ખાતે પહોંચી હતી. તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો ન હતો પરંતુ લક્ષ્મણભાઈ ભીમસંગભાઈ પટેલ અને બુદાભાઈ પુંજાભાઈ પટેલ  દારૂ પીધેલી હાલતમાં જણાઇ આવતા બંને શખ્સોને સરકારી વાહનમાં બેસાડી પોલીસ મથકે લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન ટોળું એકઠુ થયું હતુ અને ગામમાં એક મહિલા બુટલેગર દારૂનું વેચાણ કરતી હોવાનું જણાવતા પી.આઇ. પોતાની સાથે મહિલા પોલીસ નહીં હોવાથી ગામની મહિલાઓને સાથે આવવાનું જણાવતા ગામની આઠથી દસ મહિલાઓ બુટલેગરના ઘરે પહોંચી હતી. 

જોકે, મહિલા બુટલેગરના ઘરેથી દારૂનો જથ્થો નહીં મળી આવતા પોલીસે બહાર નીકળતા મહિલાઓએ બુટલેગર સામે કાર્યવાહી કરવાનું કહેતા પોલીસે વગર પુરાવાએ કાર્યવાહી કરવાની ના પાડતા મહિલાઓ વિફરી હતી અને તમે બુટેલગરોને પહેલાથી બાતમી આપી દેતા હોવાનો આક્ષેપ કરી ઘર્ષણ કર્યું હતું. આ તકનો લાભ લઇ ગામમાં જ રહેતા શખ્સ ગણપતભાઈ ચંદુભાઈ ઠાકોરએ પોલીસની કારમાં બેઠેલા બંને શખ્સોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે બંને શખ્સને ઝડપી પાડ્યા હતા.  

બીજી બાજુ આ મામલે ગ્રામજનો અને પોલીસ વચ્ચે રક્ઝક પણ થઈ હતી. ટોળામાંથી એક શખ્સ દ્વારા પથ્થરમારાનો પ્રયાસ કરતાં દસાડા પી.આઈ. વાય.જી.ઉપાધ્યાય દ્વારા રિવોલ્વર કાઢી ટોળાને કાબુમા લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સામા પક્ષે ગામના યુવકો દ્વારા દસાડા પોલીસને બૂટલેગરો અંગે માહિતી આપતા પોલીસે સ્થળ પર પહોંચી માહિતી આપનાર યુવકો અને વૃદ્ધ મહિલાઓને મારમાર્યાનો પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો અને દોષિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની ગ્રામજનો સહિત પૂર્વ ધારાસભ્યએ માંગ કરી હતી.

ઘર્ષણ દરમિયાન બે મહિલાઓને ઇજાઓ પહોંચતા તેને બહુચરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસ કર્મચારીએ દસાડા પોલીસ મથકે ગણપતભાઈ ચંદુભાઈ ઠાકોર સામે ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવી છે.  ઘટનાને લઇ કોંગ્રેસે પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાવી ભોગ બનનાર લોકોને પોલીસ ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી હતી. 

પોલીસની કામગીરીએ રાજકીય રંગ પકડયો

બીજી તરફ વેલાવડા ગામ નજીક ફાર્મ હાઉસમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપ પટેલ, તેમજ અન્ય રાજકીય આગેવાનો એકત્રિત થઇ ભોગ બનનાર સાથે બેઠક યોજી અને પીઆઇની બદલી થાય તે માટેનો તખતો ઘડવાની તૈયારી શરૂ કરી હતી. આ મામલે કોંગ્રેસ પણ ભાજપ સાથે હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ ફાર્મહાઉસ પર ૩૧મી ડિસેમ્બરે પી.આઇ.એ દરોડો પાડી દારૂ પીતા ચારથી પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. જેની દાઝ રાખી પી.આઇ.ની બદલી કરવાની તૈયારી ચાલી રહી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

રિવોલ્વર કાઢી ન હોત તો પથ્થરમારો થયો હોતઃ પી.આઇ.

આ મામલે દસાડા પી.આઈ. વાય.જી.ઉપાધ્યાયએ જણાવ્યું કે આરોપીઓને પોલીસવાનમાં બેસાડી પોલીસ મથકે લઇ જતી વખતે એક શખ્સે આરોપીઓને ભગાડી દેવાનો પ્રયાસ કરવા મુદ્દે ઘર્ષણ સર્જાયું હતું. ગામજનો એકત્રિત થઈ અને પોલીસનો ઘેરાવ કર્યો હતો. પરિસ્થિતને કાબૂમાં લેવા રિવોલ્વોર કાઢી હવામાં રાખી હતી. જો રિવોલ્વર કાઢી ન હોત તો પોલીસ ઉપર પથ્થર મારો થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
ચકચારી બગદાણા વિવાદમાં : 26 દિવસ બાદ આખરે જયરાજ આહિરની ધરપકડ | Chakchari Bagdana controversy: Jayara…

ચકચારી બગદાણા વિવાદમાં : 26 દિવસ બાદ આખરે જયરાજ આહિરની ધરપકડ | Chakchari Bagdana controversy: Jayara...

મ્યુનિ.અધિકારીઓએ એડવર્ટાઈઝીંગ પોલીસી બનાવી, ખાનગી કન્સલ્ટન્ટને ૩૯ લાખ ચૂકવવાની દરખાસ્ત ઉપર બ્રેક મરા…

મ્યુનિ.અધિકારીઓએ એડવર્ટાઈઝીંગ પોલીસી બનાવી, ખાનગી કન્સલ્ટન્ટને ૩૯ લાખ ચૂકવવાની દરખાસ્ત ઉપર બ્રેક મરા...

વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી માટે યુવકને મારકૂટ કરી હથિયાર બતાવ્યું | A young man was beaten up and sh…

વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી માટે યુવકને મારકૂટ કરી હથિયાર બતાવ્યું | A young man was beaten up and sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો | …

વડોદરાના ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો | …

12 months ago
પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન અપાવવાનું કહ્યું 8.35 લાખની છેતરપિંડી | Fraud of Rs 8 35 lakhs claimi…

પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન અપાવવાનું કહ્યું 8.35 લાખની છેતરપિંડી | Fraud of Rs 8 35 lakhs claimi…

8 months ago
દૂષિત પાણીને લીધે અમદાવાદમાં એક મહિનામાં ટાઈફોઈડના 180 કેસ, પાણીના 17 સેમ્પલ અનફીટ | Due to polluted…

દૂષિત પાણીને લીધે અમદાવાદમાં એક મહિનામાં ટાઈફોઈડના 180 કેસ, પાણીના 17 સેમ્પલ અનફીટ | Due to polluted…

3 months ago
સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં ગંભીર બેદરકારી, સુરતના 800 વિદ્યાર્થીઓને સવારનું જમવાનું સાંજે મળ્યું…

સર્વ શિક્ષા અભિયાનના પ્રવાસમાં ગંભીર બેદરકારી, સુરતના 800 વિદ્યાર્થીઓને સવારનું જમવાનું સાંજે મળ્યું…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News