![]()
અમદાવાદ
એસઓજીનો દરોડો
શંકાસ્પદ
ભેળસેળ યુક્ત ૨૨૩ કિલો ઘી સીઝ,
૫૪૩ કીલોગ્રામ ઘીનો નાશ કરાયો
સાયલા –
દસ્ક્રોઇ તાલુકાના વહેલાલ ગામની સીમમાંથી શંકાસ્પદ ભેળસેળ
યુક્ત ઘીનો ૭૬૬ કિલો જથ્થોને અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયો છે.
પોલીસે શંકાસ્પદ ભેળસેળ યુક્ત ૨૨૩ કિલો ઘી સીઝ, ૫૪૩
કીલોગ્રામ ઘીનો નાશ કર્યો છે.
કણભા
પોલીસ સ્ટેશન તાબામાં આવતા દસ્ક્રોઇ તાલુકાના વહેલાલ ગામની સીમમાં આવેલા વાઇબ્રન્ટ
મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના શેડ-૧માં આવેલી ‘મા અર્બુદા પ્રોડક્ટ‘નો સંચાલક પોલીસે જીગર ઉમેશભાઇ
પ્રજાપતી (રહે.મહાલક્ષ્મી ડેરીની પાસે, તા.દહેગામ) પોતાના
ગોડાઉનમાં બનાવટી ઘીનુ વેંચાણ કરે છે તેવી બાતમી અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસને
મળી હતી.
જેના
આધારે એસ.ઓ.જી. પોલીસે ખોરાક અને ઔષધી વિભાગ અમદાવાદ-૨ના અધિકારી સાથે રાખી તપાસ કરતા બાતમીવાળી જગ્યાએ શંકાસ્પદ
ભેળસેળ યુક્ત ઘીનો ૨૨૩.૨૦૦ કિલોગ્રામ (કિ.રૃ.૧,૫૬,૨૪૦)નો જથ્થો સીઝ
કર્યો છે. જ્યારે શંકાસ્પદ ભેળસેળ યુક્ત ૫૪૩ કીલોગ્રામ ઘી (કિ.રૃ.૩,૪૩,૦૫૦)નો જથ્થો નાશ કર્યો છે.










