
– પાક.ની આઇએસઆઇ ઇસ્લામિક સ્ટેટના મોડયૂલથી હુમલાની ફિરાકમાં
– ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવી ભારતીય યુવકોનું બ્રેઇનવોશ કરી કટ્ટરવાદી બનાવવાની જાળ
નવી દિલ્હી : દિલ્હી પોલીસે દિવાળીની ઉજવણી વચ્ચે આતંકી સંગઠન આઇએસના મોડયુલનો પર્દાફાશ કર્યો છે અને બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. દિલ્હીના સાદિક નગર અને ભોપાલમાં ઓપરેશન દરમિયાન આ બન્ને આરોપીઓ ઝડપાયા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીઓ ભારતીય યુવકોમાં કટ્ટરવાદ પણ ફેલાવી રહ્યા હતા.










