gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી યુનિવર્સિટીમાં ભણતી 6 દિવસથી ગુમ ત્રિપુરાની વિદ્યાર્થિનીનો મૃતદેહ યમુના નદીમાંથી મળ્યો | Body…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
દિલ્હી યુનિવર્સિટીમાં ભણતી 6 દિવસથી ગુમ ત્રિપુરાની વિદ્યાર્થિનીનો મૃતદેહ યમુના નદીમાંથી મળ્યો | Body…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Tripura student Sneha Debnath body found in Yamuna river: દિલ્હી યુનિવર્સિટીના આત્મા રામ સનાતન ધર્મ કોલેજમાં અભ્યાસ કરતી ત્રિપુરાની 19 વર્ષની વિદ્યાર્થીની સ્નેહા દેબનાથ છેલ્લા 6 દિવસથી ગુમ હતી. હવે તેનો મૃતદેહ યમુના નદીમાંથી મળી આવ્યો છે. પોલીસને સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં સિગ્નેચર બ્રિજ પરથી કૂદવાનો ઈરાદો દર્શાવ્યો હતો. 

દિલ્હી પોલીસે ટેકનિકલ દેખરેખના માધ્યમથી દેબનાથની ગતિવિધિઓ વિશે માહિતી મેળવી અને તેનું છેલ્લું લોકેશન સિગ્નેચર બ્રિજ પાસે મળી આવ્યું હતું.

સ્નેહાએ 4 મહિનાથી બેંક ખાતામાંથી પૈસા નહોતા ઉપાડ્યા

એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે સ્નેહાએ છેલ્લે 7 જુલાઈની સવારે તેના માતા-પિતા સાથે વાત કરી હતી. ત્યારબાદ પરિવાર સ્નેહા સાથે વાત કરી શક્યો નથી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, સ્નેહાએ છેલ્લા ચાર મહિનાથી તેના બેંક ખાતામાંથી એક પણ પૈસો ઉપાડ્યો નથી અને અચાનક કોઈ પણ સામાન લીધા વિના ઘરની બહાર નીકળી ગઈ હતી.

7 જુલાઈના રોજ સવારે 5:56 વાગ્યે સ્નેહાએ પોતાના પરિવારને કહ્યું હતું કે, હું મારી મિત્ર પિટુનિયા સાથે સરાઈ રોહિલા સ્ટેશન જઈ રહી છું. પરંતુ લગભગ ત્રણ કલાક પછી જ્યારે તેનો ફોન બંધ આવ્યો, તો પરિવારે પેટુનિયાનો સંપર્ક કર્યો. પિટુનિયાએ તેમને કહ્યું કે હું સ્નેહાને મળવા નથી ગઈ અને અમારી મુલાકાત નથી થઈ. આ સાંભળીને પરિવાર સ્તબ્ધ રહી ગયો.

ત્યારબાદ સ્નેહાના પરિવારે ટેક્સી ડ્રાઈવરને શોધ્યો, જેણે સ્નેહાને છોડી હતી. ડ્રાઈવરે જણાવ્યું કે, મેં સ્નેહાને દિલ્હીના સિગ્નેચર બ્રિજ પાસે ઉતારી હતી. પરંતુ આ વિસ્તારમાં CCTV કવરેજ બરાબર ન હોવાના કારણે દિલ્હી પોલીસ સ્નેહાની આગળની ગતિવિધિ ન જાણી શકી. 

સ્નેહાને શોધવા માટે મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

સ્નેહાના ગુમ થયા પછી દિલ્હી પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ લગભગ સાત કિલોમીટરના દાયરામાં વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ એક અઠવાડિયાની તલાશ પછી પણ કોઈ સુરાગ નહોતો મળ્યો. પરંતુ રવિવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

ત્રિપુરાના મુખ્યમંત્રીએ આપ્યા હતા નિર્દેશ

મૃત્યુ પહેલા ગુમ થયાની માહિતી મળતા જ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને પોલીસને શક્ય તેટલી વહેલી તકે સ્નેહાને શોધવાનો નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચો: રાજીનામાના નાટકનું સૂરસૂરિયું: કાંતિ અમૃતિયા વિધાનસભાથી નિકળ્યા, ગોપાલ ઇટાલિયા ફરક્યા નહી

X પર તેમણે લખ્યું કે, ‘ત્રિપુરાના સાબરૂમની રહેવાસી મિસ સ્નેહા દેબનાથનાદિલ્હીમાં ગુમ થવા અંગેની માહિતી મુખ્યમંત્રી કાર્યાલયને મળી છે. આ મામલે પોલીસને તાત્કાલિક જરૂરી નિર્દેશ આપી દેવામાં આવ્યા છે જેથી સમયસર અને યોગ્ય કાર્યવાહી કરી શકાય.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …
INDIA

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

March 24, 2026
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…
INDIA

લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

March 24, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
Next Post
કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઇવે એન.એચ.-૪૮ પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્…

કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઇવે એન.એચ.-૪૮ પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્...

‘એક અઠવાડિયામાં ગામડું છોડી જતા રહો…’, ભાષા વિવાદ વચ્ચે પંજાબમાં માઈગ્રન્ટ્સને અલ્ટીમેટમ | punjab …

'એક અઠવાડિયામાં ગામડું છોડી જતા રહો...', ભાષા વિવાદ વચ્ચે પંજાબમાં માઈગ્રન્ટ્સને અલ્ટીમેટમ | punjab ...

નોકર ચોરીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

નોકર ચોરીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ | Silver crosses 254000 …

એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ | Silver crosses 254000 …

3 months ago
સેના-રેલવે બાદ સૌથી વધુ જમીન વક્ફ પાસે, જાણો કયા રાજ્યોમાં કેટલી મિલકતો

સેના-રેલવે બાદ સૌથી વધુ જમીન વક્ફ પાસે, જાણો કયા રાજ્યોમાં કેટલી મિલકતો

12 months ago
લીંબડી ડેપોમાં મુસાફરના પગ પર બસ ફરી વળતા કચ્ચરઘાણ નીકળ્યો | A bus rolled over a passenger’s foot at…

લીંબડી ડેપોમાં મુસાફરના પગ પર બસ ફરી વળતા કચ્ચરઘાણ નીકળ્યો | A bus rolled over a passenger’s foot at…

2 months ago
શહેરમાં કાલથી બે દિવસ વીજ કાપના પગલે પાણી કાપ, 25 થી વધુ વિસ્તારને અસર થશે | power cut for two days …

શહેરમાં કાલથી બે દિવસ વીજ કાપના પગલે પાણી કાપ, 25 થી વધુ વિસ્તારને અસર થશે | power cut for two days …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News