
PM Modi Thanks Trump for Diwali Greetings : વ્હાઈટ હાઉસમાં પણ દિવાળીની ઉજવણી પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર શુભેચ્છા પાઠવી હતી. જે બાદ વડાપ્રધાન મોદીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ટ્રમ્પનો આભાર માન્યો.
આતંકવાદ વિરુદ્ધ બંને દેશો એક રહે તેવી આશા: PM મોદી
પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી કહ્યું, દિવાળીની શુભકામનાઓ માટે ફોન કરવા બદલ આપનો આભાર. પ્રકાશના આ પર્વ પર બંને લોકશાહી દેશો દુનિયાને આશાની રોશની બતાવતા રહે.










