gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિવ્યાંગનો વીમો કરાવ્યો પછી હત્યા કરી રકમ પચાવી પાડી, યુપીની વીમા ક્લેમ ગેંગનું ભાંડાફોડ | sambhal g…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
દિવ્યાંગનો વીમો કરાવ્યો પછી હત્યા કરી રકમ પચાવી પાડી, યુપીની વીમા ક્લેમ ગેંગનું ભાંડાફોડ | sambhal g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Insurance Claim Scam Sambhal : અંતિમ શ્વાસ લઈ રહેલા અને મૃતકોની વીમા પોલિસી ક્લેમ કરીને પૈસા હડપતી એક ગેંગનો સંભલ પોલીસે ભાંડો ફોડ્યો છે. બે સગા ભાઈઓએ 50 લાખ રૂપિયાના  ઈન્શ્યોરન્સ પોલિસીઓનો ક્લેમ પચાવી પાડવા માટે દરિયાબ નામના એક દિવ્યાંગ વ્યક્તિ પર કાર ચઢાવીને હત્યા કરાવી નાખી હતી. ત્યારબાદ ક્લેમ કરીને 15 લાખ રૂપિયા પણ પચાવી પાડ્યા હતા. જોકે, આ મામલે દિવ્યાંગ વ્યક્તિના નજીકના સંબંધીઓ દ્વારા અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો, ત્યારે સમગ્ર મામલાનો પર્દાફાશ થયો. 

ઘરથી 27 કિમી દૂર કરાવી હતી હત્યા

આ કેસની તપાસ કરી રહેલી પોલીસે શરૂઆતમાં તો પુરાવાના અભાવે FIR દાખલ કરી હતી. જોકે, 4 મહિના બાદ ટાટાની એક લોન કંપનીએ પોલીસને જાણ કરી કે દરિયાબ નામના વ્યક્તિના નામે વીમાનો ક્લેમ માગવામાં આવી રહ્યો છે. મામલો શંકાસ્પદ લાગી રહ્યો છે. કૃપા કરીને આ મામલાની તપાસ કરાવો. ત્યારબાદ પોલીસ ટીમે આ મામલાની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દિવ્યાંગ દરિયાબની હત્યા તેના ઘરથી 27 કિલોમીટર દૂર કરવામાં આવી હતી.

દિવ્યાંગના નામે અનેક વીમા કરાવ્યા

આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે, જ્યારે તે વ્યક્તિ ચાલી જ નહોતો શકતો, તો તે ઘરથી 27 કિલોમીટર દૂર કેવી રીતે પહોંચ્યો અને અકસ્માતનો ભોગ કેવી રીતે બન્યો? જ્યારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી અને શંકાના આધારે લોકોની પૂછપરછ કરી, ત્યારે સમગ્ર મામલે ખુલાસો થયો. તપાસમાં સામે આવ્યું કે, દિવ્યાંગ દરિયબ પર હરિઓમ અને બિનોદ નામના બે સગા ભાઈઓએ ઓક્ટોબર-2023થી અનેક વીમા કરાવવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે બંનેને પૈસાની જરૂર હતી.

વીમા એજન્ટે જણાવ્યો હતો પ્લાન

વીમો કરવાની સલાહ પંકજ રાઘવ નામના વ્યક્તિએ આપી હતી. પંકજ રાઘવ એક્સિસ બેંકમાં મેક્સ લાઈફ વીમા એજન્ટ છે. રાઘવે બંને ભાઈઓને સારો સિવિલ સ્કોર ન હોવાને કારણે લોન આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ સાથે જ તેણે જણાવ્યું હતું કે, કોઈ દિવ્યાંગ વ્યક્તિ જે મૃત્યુ પામવાની સ્થિતિમાં હોય, તેનો વીમો કરાવો અને પછી તેને મારી નાખો. તમને વીમાનો ક્લેમ મળશે અને લોનની પણ જરૂર નહીં પડશે. 

આ પણ વાંચો: ‘આતંકીઓના મદદગારોને છોડીશું નહીં, કડક નિર્ણય લેવાશે..’, PM મોદીનું મોટું નિવેદન

ત્યારબાદ હરિઓમે એક વર્ષની અંદર દિવ્યાંગ વ્યક્તિ પર અનેક વીમા કરાવ્યા અને પછી તેની હત્યા કરાવી નાખી. હરિઓમ અને તેના ભાઈએ પ્રતાપ નામના વ્યક્તિને વિકલાંગ વ્યક્તિને મારવા માટે 50,000 રૂપિયાની સોપારી આપી હતી અને તેના પર કાર ચઢાવીને મારી નાખવા માટે કહ્યું હતું. હત્યા બાદ હરિઓમ અને તેના ભાઈએ વિકલાંગ વ્યક્તિના નામે લીધેલા 50 લાખ રૂપિયાથી વધુના અનેક વીમામાંથી ઘણા પૈસા પચાવી પાડ્યા હતા. 

25 લોકોની ધરપકડ

તપાસ બાદ પોલીસ અત્યાર સુધીમાં ગેંગ સાથે સંકળાયેલા 25 લોકોની ધરપકડ કરી ચૂકી છે. ગેંગમાં સામેલ અન્ય આરોપીઓની તલાશ ચાલી રહી છે. આ મામલાની વિગતવાર તપાસ કરવાની જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવી છે. પોલીસ ટીમ અન્ય રાજ્યોમાં આ ગેંગ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરાવી રહી છે. પોલીસનો દાવો છે કે, આ પ્રકારના કેસોનો ખુલાસો અન્ય રાજ્યોમાં પણ થઈ શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…
INDIA

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…

February 13, 2026
SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…
INDIA

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

February 13, 2026
‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n…
INDIA

‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n…

February 13, 2026
Next Post
કન્ફર્મ રાઇડ કેન્સલ કરનારા કેબ ડ્રાઈવર્સને લાગશે પેનલ્ટી, મહારાષ્ટ્રમાં નવા નિયમથી ગ્રાહકોને રાહત | …

કન્ફર્મ રાઇડ કેન્સલ કરનારા કેબ ડ્રાઈવર્સને લાગશે પેનલ્ટી, મહારાષ્ટ્રમાં નવા નિયમથી ગ્રાહકોને રાહત | ...

‘આતંકીઓના મદદગારોને છોડીશું નહીં, કડક નિર્ણય લેવાશે..’, PM મોદીનું મોટું નિવેદન | pm modi meets pres…

'આતંકીઓના મદદગારોને છોડીશું નહીં, કડક નિર્ણય લેવાશે..', PM મોદીનું મોટું નિવેદન | pm modi meets pres...

BIG NEWS: પાકિસ્તાની ધ્વજ ધરાવતાં જહાજો પર પ્રતિબંધ, એક જ દિવસમાં ત્રીજો મોટો નિર્ણય | India takes t…

BIG NEWS: પાકિસ્તાની ધ્વજ ધરાવતાં જહાજો પર પ્રતિબંધ, એક જ દિવસમાં ત્રીજો મોટો નિર્ણય | India takes t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

30 હજાર કરોડની સંપત્તિ પર કોનો હક? સંજય કપૂરના મોત પાછળ આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રનો આરોપ, યુકેમાં ફરિયા…

30 હજાર કરોડની સંપત્તિ પર કોનો હક? સંજય કપૂરના મોત પાછળ આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રનો આરોપ, યુકેમાં ફરિયા…

6 months ago
નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ | General rainfall in 5 talukas in Narmada …

નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ | General rainfall in 5 talukas in Narmada …

6 months ago
ચંદ્ર પર સૌર વાવાઝોડાની અસર ઈસરોની ઐતિહાસિક શોધ | ISRO’s historic discovery of the impact of solar s…

ચંદ્ર પર સૌર વાવાઝોડાની અસર ઈસરોની ઐતિહાસિક શોધ | ISRO’s historic discovery of the impact of solar s…

4 months ago
એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી | Air India co…

એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી | Air India co…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News