gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દુબઈમાં સોનું આટલું સસ્તું મળે! જાણો ભારત કેટલું ખરીદી લાવી શકાય, નિયમ ધ્યાનમાં રાખજો | why is gold …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in Business
0 0
0
દુબઈમાં સોનું આટલું સસ્તું મળે! જાણો ભારત કેટલું ખરીદી લાવી શકાય, નિયમ ધ્યાનમાં રાખજો | why is gold …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Rate India vs Dubai: મોટાભાગના ભારતીય મુસાફરો દુબઈથી પરત ફરતી વખતે સોનાની ખરીદી કરવાનું પસંદ કરે છે. હવે, સવાલ એ થાય છે કે લોકો શા માટે દુબઈથી સોનું ભારતમાં લાવે છે અને ભારતની તુલનામાં ત્યાં સોનું કેટલું સસ્તું મળે છે? સાથે જ, દુબઈથી કેટલું સોનું લાવવાની છૂટ છે તે વિશે પણ લોકો જાણકારી મેળવવા ઉત્સુક છે.

દુબઈમાં સોનું સસ્તું કેમ?

દુબઈમાં સોનું ભારતના ભાવ કરતાં ઘણું સસ્તું મળે છે, જે  હકીકત છે. આંતરરાષ્ટ્રીય ગોલ્ડ માર્કેટ સાથે સીધું જોડાણ હોવાને કારણે, દુબઈમાં સોનાના ભાવ ‘સ્પોટ પ્રાઈસ’ની ખૂબ નજીક રહે છે. એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ ભારતમાં પ્રતિ ગ્રામ 12,569 રૂપિયા છે, જેની સરખામણીમાં દુબઈમાં પ્રતિ ગ્રામ AED 488.22 (એકંદરે 11,800 રૂપિયા)નો ભાવ ચાલી રહ્યો છે.

કુલ 20%નો ફાયદો

વર્તમાનમાં, ભારતની તુલનામાં દુબઈમાં સોનું આશરે 10 ટકા સસ્તું મળે છે. વળી, ભારતના મુકાબલે દુબઈમાં સોના પર મેકિંગ ચાર્જ પણ ઓછો લાગે છે. આ બે ફાયદાઓને કારણે, કુલ મળીને સોનું લગભગ 20 ટકા જેટલું સસ્તું થઈ જાય છે. સસ્તા સોનાના આકર્ષણને લીધે જ લોકો દુબઈથી સોનું ખરીદીને લાવવાનું પસંદ કરે છે, જોકે આ સસ્તા ભાવને કારણે સોનાની તસ્કરીના અહેવાલો પણ સતત આવતા રહે છે.

મેકિંગ ચાર્જની સરખામણી

ઉલ્લેખનીય છે કે, ભારતમાં જ્વેલરી પરનો મેકિંગ ચાર્જ 8% થી 25% સુધીનો હોય છે, જ્યારે દુબઈમાં આ ચાર્જ માત્ર 2% થી 8%ની વચ્ચે લાગે છે. આ તફાવતને કારણે, દુબઈમાં જ્વેલરી ભારતની તુલનામાં ઘણી સસ્તી બને છે. વધુમાં, દુબઈનું ગોલ્ડ માર્કેટ, ખાસ કરીને ‘ગોલ્ડ સૂક’, તેની 99.9% શુદ્ધતા માટે વૈશ્વિક સ્તરે જાણીતું છે. પરિણામે, ત્યાંથી ખરીદવામાં આવેલું સોનું હંમેશા બિલ, સર્ટિફિકેટ અને હોલમાર્ક સાથે મળે છે.

સોનું લાવવાના કસ્ટમ્સ નિયમો

કસ્ટમ વિભાગે વર્ષ 2025 માટે દુબઈથી ભારત આવતા મુસાફરો માટે સોનું લાવવાના નિયમો સ્પષ્ટ કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ(CBIC) મુજબ, પુરુષ પ્રવાસીઓને કોઈ પણ ડ્યુટી વગર 20 ગ્રામ સોનું અથવા મહત્તમ 50000ની કિંમતનું સોનું ખરીદી લાવવાની પરવાનગી છે. જ્યારે મહિલાઓ અને 15 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આ મર્યાદા 40 ગ્રામ સુધીની છે. અથવા મહત્તમ કિંમત 1 લાખ સુધી હોવી જોઈએ. 

જો કોઈ મુસાફર આ મર્યાદિત માત્રા કરતાં વધારે સોનું લાવે, તો તેને કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે. પુરુષો માટે, 20થી 50 ગ્રામ પર 3%, 50થી 100 ગ્રામ પર 6% અને 100 ગ્રામથી વધુ સોના પર 10% ડ્યુટી નક્કી કરવામાં આવી છે. મહિલાઓ અને બાળકો માટે પણ આ જ પ્રકારના સ્લેબ ડ્યુટીના દરો લાગુ પડે છે.

આ પણ વાંચો: કંપનીઓના કેશ રિઝર્વમાં ઘટાડો જ્યારે દેવામાં વધારો

જોકે, એક વિશેષ નિયમ હેઠળ, મુસાફર 1 કિલોગ્રામ સુધી સોનું દુબઈથી ભારત લાવી શકે છે. આ માટે મુસાફરે ઓછામાં ઓછા 6 મહિના કે તેથી વધુ સમય સુધી દુબઈમાં વસવાટ કરેલો હોવો જોઈએ. એટલે કે, જો કોઈ વ્યક્તિ 6 મહિનાથી દુબઈમાં રહેતી હોય, તો તે 1 કિલો સુધી સોનું પોતાના સામાનમાં લાવી શકે છે, પરંતુ તેના માટે તેણે ડ્યુટી ચૂકવવી ફરજિયાત છે. ડ્યુટીની ચૂકવણી કરતી વખતે સોનાની ખરીદીનું બિલ, પ્યોરિટી સર્ટિફિકેટ અને ઉત્પાદકનો સીરીયલ નંબર રજૂ કરવો જરૂરી છે.

CEPA નિયમો થયા કડક

ભારત-યુએઈના આર્થિક ભાગીદારી કરાર(CEPA) હેઠળ વર્ષ 2025માં સોનાની આયાત સંબંધિત નિયમો કડક બનાવવામાં આવ્યા છે. આ નવા નિયમ મુજબ, હવે અનવોટ(Unwrought) અથવા પાઉડર સ્વરૂપનું સોનું ફક્ત તે જ એજન્સીઓ આયાત કરી શકશે જે CEPA હેઠળ અધિકૃત(નામાંકિત) હોય. કિંમતી ધાતુઓની ગેરકાયદેસર આયાત અને સોનાની તસ્કરીને નિયંત્રણમાં લેવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

દુબઈમાં સોનું આટલું સસ્તું મળે! જાણો ભારત કેટલું ખરીદી લાવી શકાય, નિયમ ધ્યાનમાં રાખજો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …
Business

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …

April 1, 2026
ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…
Business

ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…

April 1, 2026
ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…
Business

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

April 1, 2026
Next Post
આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, હિડમા બાદ વધુ 7 નક્સલીઓ ઠાર | maoist killed mare…

આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, હિડમા બાદ વધુ 7 નક્સલીઓ ઠાર | maoist killed mare...

બિહારમાં ફરી એજ ત્રિપુટીઃ નીતિશ કુમાર મુખ્યમંત્રી, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નાયબ મુખ્યમંત્રી | Pa…

બિહારમાં ફરી એજ ત્રિપુટીઃ નીતિશ કુમાર મુખ્યમંત્રી, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નાયબ મુખ્યમંત્રી | Pa...

યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, તમામ વિદ્યાર્થી અને મૌલવી વિશે ATSને જાણકારી આપવી પડશે | UP Madrasas …

યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, તમામ વિદ્યાર્થી અને મૌલવી વિશે ATSને જાણકારી આપવી પડશે | UP Madrasas ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથ મંદિરમાં 3 પેઢીથી 1 પરિવાર નિત્ય શરણાઇ વાદન કરે છે | A family has been playing the Sharanai f…

સોમનાથ મંદિરમાં 3 પેઢીથી 1 પરિવાર નિત્ય શરણાઇ વાદન કરે છે | A family has been playing the Sharanai f…

8 months ago
કેશકાંડ મામલે જસ્ટિસ વર્માને ઝટકો, તપાસ પ્રક્રિયાની કાયદેસરતાને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી | Suprem…

કેશકાંડ મામલે જસ્ટિસ વર્માને ઝટકો, તપાસ પ્રક્રિયાની કાયદેસરતાને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી | Suprem…

8 months ago
ISIS ના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી | delhi police ar…

ISIS ના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી | delhi police ar…

7 months ago
અડાલજમાં યોજાયેલા વિશાળ સમૈયા મહોત્સવ ખાતે શિક્ષાપત્રીના ૨૦૦ વર્ષ પૂર્ણ થયાનાં અવસરે ઉપસ્થિત રહેતા મ…

અડાલજમાં યોજાયેલા વિશાળ સમૈયા મહોત્સવ ખાતે શિક્ષાપત્રીના ૨૦૦ વર્ષ પૂર્ણ થયાનાં અવસરે ઉપસ્થિત રહેતા મ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News