gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ISIS ના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી | delhi police ar…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in INDIA
0 0
0
ISIS ના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી | delhi police ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ISIS Terrorist Arrest: દિવાળી પહેલાં ઈન્ટેલીજન્સ એજન્સીઓએ એક મોટી સફળતા હાંસલ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને સેન્ટ્રલ એજન્સીઓએ દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં દરોડા પાડીને ISISના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરીને એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન, દિલ્હીમાંથી બે અને અન્ય રાજ્યોમાંથી ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ પકડાયા હતા.

ISISના 5 આતંકવાદીઓ ઝડપાયા

આતંકવાદીઓની ઓળખ મુંબઈના આફતાબ અને સુફિયાન તરીકે થઈ છે, જેમને દિલ્હીથી પકડવામાં આવ્યા હતા. તેમના મુંબઈના ઠેકાણાઓ પર સ્પેશિયલ સેલે દરોડા પાડતા હથિયારો અને IED (ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) બનાવવાનો સામાન મળી આવ્યો હતો.

ઝારખંડના રાંચીમાંથી ધરપકડ કરાયેલા અશહર દાનિશ પાસેથી પણ કેમિકલ IED બનાવવાનો સામાન જપ્ત થયો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ આતંકવાદીઓનું જૂથ કોઈ મોટા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યું હતું.

આતંકવાદીઓનો સુરાગ કેવી રીતે મળ્યો?

9 સપ્ટેમ્બરે, દિલ્હી પોલીસને એક બાતમીદાર પાસેથી આતંકવાદી આફતાબ વિશે બાતમી મળી. આ બાતમીના આધારે, સ્પેશિયલ સેલે દરોડો પાડીને આફતાબને ઝડપી લીધો. તેની પૂછપરછ દરમિયાન, પોલીસને દાનિશ વિશે જાણકારી મળી. આફતાબની માહિતીને પગલે, પોલીસે ઈન્ટેલીજન્સ એજન્સીઓ સાથે મળીને ઝારખંડની રાજધાની રાંચીમાં દરોડા પાડ્યા.

ઝારખંડ એટીએસ અને રાંચીની સ્થાનિક પોલીસની મદદથી, ઇસ્લામ નગરની એક લોજ પર દરોડો પાડવામાં આવ્યો, જ્યાં અશહર ઉર્ફે દાનિશ એક વિદ્યાર્થી તરીકે છુપાઈને રહેતો હતો. તેની ધરપકડ બાદ, પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો કે તે કેમિકલ હથિયારો બનાવવામાં નિષ્ણાત છે. દાનિશ અને આફતાબની પૂછપરછને આધારે, અન્ય ત્રણ આતંકવાદીઓ પણ પકડાઈ ગયા.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું

આતંકવાદીઓ પાસેથી શું શું મળી આવ્યું?

દરોડા દરમિયાન આતંકવાદીઓ પાસેથી પિસ્તોલ, ડિજિટલ ડિવાઈસ, હાઈડ્રોક્લોરિક એસિડ, નાઈટ્રિક એસિડ, સોડિયમ બાઈકાર્બોનેટ, સલ્ફર પાવડર, PH વેલ્યુ ચેકર, વેઇંગ મશીન, બીકર સેટ, સેફ્ટી ગ્લવ્સ, રેસ્પિરેટરી માસ્ક, લેપટોપ, મોબાઈલ ફોન, પ્લાસ્ટિક બોક્સ, સ્ટ્રીપ વાયર, સર્કિટ, મધરબોર્ડ અને ડાયોડ્સ જેવો સામાન મળ્યો છે.

હાલ ઈન્ટેલીજન્સ એજન્સીઓ પાંચેય આતંકવાદીઓની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ કઈ કઈ જગ્યાએ હુમલાની યોજના બનાવી રહ્યા હતા અને કયા સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કરવાનું આયોજન હતું. આ સાથે તેમના અન્ય સાથીઓ ક્યાં છે અને કોના આદેશ પર તેઓ ભારતમાં આવીને આ ષડયંત્ર રચી રહ્યા હતા, તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

ISIS ના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતમાં 6 વર્ષમાં 280 બાંધકામ અકસ્માત, 313 કામદારોના મોત, કેગના રિપોર્ટમાં ખુલાસો | gujarat 280 co…

ગુજરાતમાં 6 વર્ષમાં 280 બાંધકામ અકસ્માત, 313 કામદારોના મોત, કેગના રિપોર્ટમાં ખુલાસો | gujarat 280 co...

વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું | israeli …

વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું | israeli ...

અમદાવાદમાં ગરબા યોજવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત, તંત્રએ SOP જાહેર કરી | ahmedabad ga…

અમદાવાદમાં ગરબા યોજવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત, તંત્રએ SOP જાહેર કરી | ahmedabad ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરનો કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો : રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સોએ રૂપિયા 23.98 લ…

જામનગરનો કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો : રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સોએ રૂપિયા 23.98 લ…

6 months ago
અમદાવાદ: નારોલમાં સંબંધોમાં વિશ્વાસઘાત! મિત્રએ જ મિત્ર પર ગોળીબાર કર્યો, એક વ્યક્તિ ગંભીર ઘાયલ | ahm…

અમદાવાદ: નારોલમાં સંબંધોમાં વિશ્વાસઘાત! મિત્રએ જ મિત્ર પર ગોળીબાર કર્યો, એક વ્યક્તિ ગંભીર ઘાયલ | ahm…

7 months ago
ઉનાળામાં વીજ માગ ઊંચી રહેવાની આગાહી બાદ કોલસાની આયાત વધી | Coal imports increase after forecast of h…

ઉનાળામાં વીજ માગ ઊંચી રહેવાની આગાહી બાદ કોલસાની આયાત વધી | Coal imports increase after forecast of h…

1 year ago
નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …

નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News