
Air India News : એર ઇન્ડિયાનું સર્વર દેશભરમાં ડાઉન થતાં હજારો પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવાનો આવ્યો છે. આખા દેશમાં કેટલાય એરપોર્ટ પર એર ઇન્ડિયાનું સર્વર ડાઉન થઈ ગયું. સર્વર ડાઉન થવાના કારણે દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાંબી-લાંબી લાઇનો જોવા મળી હતી.
દિલ્હી એરપોર્ટ સાથે જોડાયેલા અધિકારીએ એ વાતને સમર્થન આપ્યું હતું કે દેશના બધા એરપોર્ટ પર એર ઇન્ડિયાનું સર્વર ડાઉન થયાના સમાચાર મળ્યાં છે. આ સમસ્યાનો ટૂંક સમયમાં નીવેડો આવશે એમ તેમણે જણાવ્યું હતું.










