
Uttarakhand Cloudburst: ઉત્તરાખંડના દહેરાદૂનમાં સહસ્ત્રધારા કાર્લીગાડ વિસ્તારમાં સોમવારે (15 સપ્ટેમ્બર) મોડી રાત્રે વાદળ ફાટવાથી અમુક દુકાનો વહી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ, બે લોકો ગુમ જણાવવામાં આવી રહ્યા છે. અહીં સતત રેસ્ક્યુ અને બચાવ કામગીરી શરૂ છે. તંત્ર મોડી રાતથી અહીં લોકોની મદદ માટે પહોંચી ગયું છે.










