gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ’, અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ એસોસિયેશનના આરોપ | pilots as…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
‘દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ’, અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ એસોસિયેશનના આરોપ | pilots as…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Plane Crash: અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના પાછળ વિમાનની ફ્યુલ સ્વિચનું કટઓફ હોવાનું કારણભૂત માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આ રિપોર્ટમાં પાયલટ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો એરલાઇન પાયલટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ‘આ રિપોર્ટમાં તપાસની દિશા અને વલણથી એવું લાગી રહ્યું છે કે પાયલટની ભૂલ હોવાનું સૂચવવામાં આવી રહ્યું છે. અમે આ તપાસને નકારી કાઢીએ છીએ. આ દુર્ઘટનાની તપાસ નિષ્પક્ષ અને તથ્ય આધારિત થવી જોઈએ.’

AAIBનો પ્રાથમિક રિપોર્ટ કેવી રીતે લીક થયો?

AAIBનો પ્રાથમિક રિપોર્ટ મીડિયામાં લીક થયાનો આરોપ લગાવતા એરલાઇન પાયલટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ‘AAIBનો પ્રારંભિક રિપોર્ટ કોઈપણ જવાબદાર અધિકારીની સહી અથવા માહિતી વિના મીડિયા સાથે શેર કરવામાં આવ્યો હતો.’

તપાસમાં પારદર્શિતાના અભાવ અંગે એરલાઇન પાયલટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ‘તપાસ સંપૂર્ણપણે ગુપ્ત રહી હતી. આનાથી વિશ્વસનીયતા પર અસર પડી હતી અને જનતા પણ આ રિપોર્ટથી સંપૂર્ણપણે સહમત નથી. આ ઉપરાંત યોગ્ય, અનુભવી કર્મચારીઓ, ખાસ કરીને લાઈન પાયલટ, હજુ પણ તપાસ ટીમમાં સામેલ નથી થઈ રહ્યા.’

એરલાઇન પાયલટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો કે, ’10મી જુલાઈના રોજ એક લેખમાં ફ્યુલ કંટ્રોલ સ્વિચમાં ખામીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આટલી સંવેદનશીલ તપાસની માહિતી આંતરરાષ્ટ્રીય મીડિયામાં કેવી રીતે લીક થઈ.’

આ પણ વાંચો: ‘હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા’, અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ સરકારનું નિવેદન

AAIB રિપોર્ટમાં મહત્ત્વના ઘટસ્ફોટ થયા

AAIBના રિપોર્ટ અનુસાર, પાયલટે મેડે (MAYDAY) કોલ આપ્યો હતો. જો કે, થોડી જ સેકન્ડો પહેલા જ વિમાનને બચાવવા માટે છેલ્લો પ્રયાસ કર્યો હતો. મેડે કોલના માત્ર 13 સેકન્ડ પહેલા પાયલટે એન્જિન ફ્યુલ કંટ્રોલ સ્વિચને કટઑફથી રનમાં પરત ફેરવ્યું, જેનો અર્થ થાય છે કે, એન્જિન ફરીથી સ્ટાર્ટ કરવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી. 

•12મી જૂને બપોરે 1 વાગ્યાને 38 મિનિટ અને 52 સેકન્ડ પર ફ્યુઅલ સ્વિચ રન પર લાવવામાં આવી.

•બપોરે 1 વાગ્યાને 38 મિનિટ અને 54 સેકન્ડ પર ઓક્સિલરી પાવર યુનિટ (APU) ઇનલેટ દરવાજા ખુલવા લાગ્યા. જેનાથી એન્જિન શરુ થવાની પ્રક્રિયા એક્ટિવ થઈ હતી.

•બપોરે 1 વાગ્યાને 38 મિનિટ અને 56 સેકન્ડ પર એન્જિન 2ની સ્વિચ પણ રન કરવામાં આવ્યું.

આ પ્રક્રિયા દરમિયાન ફૂલ ઑથોરિટી ડિજિટલ એન્જિન કંટ્રોલ (FADEC) સિસ્ટમ આપમેળે ફ્યુલ અને ઇગ્નિશનનો કંટ્રોલ લઈ લે છે. બંને એન્જિનમાં એક્ઝોસ્ટ ગેસ ટેમ્પરેચર (EGT)માં તીવ્ર વધારો જોવા મળ્યો, જે રિલાઈટ થવાનો સંકેત આપે છે.

એન્જિન 1 શરુ થઈ રહ્યું હતું અને એન્જિન 2 બંધ

•એન્જિન 1માં ફ્યુલ કટ ઑફ બાદ પણ પાયલટને રિકવરીની આશા હતી. તેની કોર સ્પીડ રોકાયા બાદ ફરી વધવા લાગી હતી, પરંતુ વિમાનને બચાવવા માટે તે પૂરતું નહતું.

•એન્જિન 2ને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે સંપૂર્ણ રીતે સ્થિર ન થઈ શક્યું. વાંરવાર ફ્યુલ નાંખવા છતાં વિમાનની સ્પીડ સતત ઘટતી ગઈ અને દુર્ઘટના ટાળવી અશક્ય થઈ ગઈ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …
INDIA

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …

May 19, 2026
Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…
INDIA

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…

May 19, 2026
PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …
INDIA

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …

May 19, 2026
Next Post
શું એક પણ રાઈડ વગર યોજાશે રાજકોટનો લોક મેળો? ત્રીજી મુદત પૂર્ણ થઈ છતાં નથી ભરાયું એક પણ ફોર્મ | Rajk…

શું એક પણ રાઈડ વગર યોજાશે રાજકોટનો લોક મેળો? ત્રીજી મુદત પૂર્ણ થઈ છતાં નથી ભરાયું એક પણ ફોર્મ | Rajk...

અમદાવાદ પ્લેન ક્રેશઃ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજથી માંડીને રેકોર્ડર ડેટાની સંપૂર્ણ વિગત, સમજો સરળ ભાષામાં

અમદાવાદ પ્લેન ક્રેશઃ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજથી માંડીને રેકોર્ડર ડેટાની સંપૂર્ણ વિગત, સમજો સરળ ભાષામાં

સાંસદ કંગના રણૌતના એક નિવેદનથી હિમાચલ પ્રદેશમાં ભાજપની વધી મુશ્કેલી, કોંગ્રેસે મોકાનો ફાયદો ઉઠાવ્યો

સાંસદ કંગના રણૌતના એક નિવેદનથી હિમાચલ પ્રદેશમાં ભાજપની વધી મુશ્કેલી, કોંગ્રેસે મોકાનો ફાયદો ઉઠાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાક વીમો કોને ભાગે? . | Gujarat Samachar Tantri Lekh 09 January 2026

પાક વીમો કોને ભાગે? . | Gujarat Samachar Tantri Lekh 09 January 2026

4 months ago
માર્કેટ કરતાં સસ્તા ભાવે સોનુ ખરીદવા જતા રૂ. 31.46 લાખ ગુમાવ્યા | Lost Rs 31 46 lakh while buying go…

માર્કેટ કરતાં સસ્તા ભાવે સોનુ ખરીદવા જતા રૂ. 31.46 લાખ ગુમાવ્યા | Lost Rs 31 46 lakh while buying go…

6 months ago
વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

2 months ago
યુનિવર્સિટી દ્વારા વિવિધ સત્તા મંડળની બેઠકનું કેલેન્ડર જાહેર | University releases calendar of meeti…

યુનિવર્સિટી દ્વારા વિવિધ સત્તા મંડળની બેઠકનું કેલેન્ડર જાહેર | University releases calendar of meeti…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News