gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તક અને સ્વામી રામકૃષ્ણ દાસની કથાએ ફરી વિવાદ છંછેડયો

યાત્રાધામ દ્વારકામાં રોષભેર રેલી કાઢીને સૂત્રોચ્ચાર, વિવાદિત સ્વામી-સાધુઓ 48 કલાકમાં રૂબરૂ આવી માફી નહીં માંગે તો વડતાલમાં હલ્લાબોલ કરવા ચીમકી

દ્વારકા, ખંભાળિયા : સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુઓ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાનો સિલસિલો અટકતો જ નથી. આ પહેલા પૂ.જલારામ બાપા અને બાદમાં ભગવાન શિવજી વિશે ટિપ્પણી પછી હવે દ્વારકાધીશ ભગવાન અને ગુંગળી બ્રાહ્મણ જ્ઞાતિ વિશેની ટિપ્પણી વાયરલ થતાં ફરી વિવાદનો મધપુડો છંછેડાયો છે, જેના કારણે આજે યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિરના પુજારી સમસ્ત ગુગળી બ્રાહ્મણ ૫૦૫ અને હિન્દુ સંગઠનોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિવિધ સૂત્રાચ્ચાર સાથે રોષભેર રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં શ્રીકૃષ્ણ ભગવાન અને ગુગળી જ્ઞાતિ વિશે એલફેલ બોલનાર સ્વામી રામકૃષ્ણદાસ સામે ૪૮ કલાકમાં પગલા લેવા અને વિવાદિત સાહિત્યની હોળી કરવામાં નહીં આવે તો વડતાલમાં હલ્લાબોલ કરવા સાથે ઉગ્ર આંદોલન છેડવાની ચેતવણી આપવામાં આવી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુઓ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી અવાર-નવાર થતી હોય અને ત્યારબાદ ફક્ત માફી માગી લેવામાં આવે છે. હવે એક વાયરલ વીડિયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કોટેશ્વર ગુરુકુળના સ્વામી રામકૃષ્ણ દાસ દ્વારા એક ભાગવત કથામાં પ્રસંગ વર્ણવતા એમ કહેવામાં આવ્યું કે ‘ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી, પરંતુ વડતાલમાં છે અને દ્વારકાના ગુગલી બ્રાહ્મણો લાલચુ અને લોભી છે..’ જે વાણી વિલાસના કારણે ભગવાન દ્વારકાધીશના ભક્તો અને ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિમાં ખૂબ જ રોષ સાથે અસંતોષ વ્યાપ્યો છે. બીજી તરફ સ્વામીનારાયણ સંપ્રદાયના ‘શ્રીજી સંકલ્પમૂત સદગુરૂશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો’ નામના પુસ્તકમાં ‘દ્વારકામાં ભગવાન કયાંથી હશે? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ’ એવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે. જેને લઇ સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે.

આ બાબતે દ્વારકા બ્રહ્મપુરીમાં ખાસ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં નક્કી થયા પ્રમાણે, આજે તમામ ભૂદેવો, બ્રહ્મ સમાજ, આહિર સેના, હિંદુ સેના તથા અન્ય સમાજ દ્વારા સૌ પ્રથમ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને તેમના ચરણોમાં આવેદનપત્ર રાખી, ત્યારબાદ જગત મંદિરથી રેલી રૂપે દ્વારકાના મુખ્ય માર્ગો પર થઈ દ્વારકાના સ્વામિનારાયણ મંદિર સામે ‘સ્વામી રામકૃષ્ણદાસ હાય..હાય..’ અને દ્વારકામાં કોણ છે, રાજા રણછોડ છે..’ જેવા નારા લગાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં તમામ લોકોએ દ્વારકાની પ્રાંત કચેરીએ પહોંચીને આ બાબતે જાણકારી આપી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને મધ્યસ્થી કરી આ બાબતે સમાજને ન્યાય અપાવવાનું આહવાન કર્યું હતું. 

આ સાથે અલ્ટીમેટમ પણ આપીને ૪૮ કલાકમાં વિવાદિત ટિપ્પણી કરનાર કહેવાતા સ્વામી-સાધુઓ દ્વારકાધીશના શરણે આવી પોતાના વચનો પરત લે અને વિવાદિત પુસ્તકોની હોળી કરે તેમજ હવે પછીના સમયમાં ક્યારેય પણ હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી નહીં કરે તેવો વિશ્વાસ આપે અન્યથા અહીં ગૂગળી બ્રાહ્મણ યુવા ટીમ વડતાલ પહોંચશે અને ત્યાં જઈ અભદ્ર ટીપણી કરનાર સંતોને પડકારવામાં અને લલકારવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. 

સ્વામિનારાયણ સંપ્રદાયે અશોભનીય નિવેદનોથી બચવું જોઈએઃ શંકરાચાર્ય 

દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે પણ વિવાદિત નિવેદનને વખોડીને જણાવ્યું કે, ‘સનાતન ધર્મીઓએ એકતા દાખવી આંતરિક વિવાદને ટાળવા જોઈએ. હિન્દુ સનાતન ધર્મીઓએ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ક્યારેય અશોભનીય ટિપ્પણી કરી નથી, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે પણ સનાતન ધર્મના દેવી દેવતાઓ અને આસ્થાના કેન્દ્ર સમા ભગવાન સામેના ખોટા અને અશોભનીય નિવેદનોથી બચવું જોઈએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …
GUJARAT

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …

March 23, 2026
નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

Next Post
11 માસમાં ભારતના ક્રૂડ આયાત બિલમાં 3 ટકાનો વધારો | India’s crude import bill rises 3% in 11 months

11 માસમાં ભારતના ક્રૂડ આયાત બિલમાં 3 ટકાનો વધારો | India's crude import bill rises 3% in 11 months

દિગ્ગજ કોંગ્રેસી અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલના ઘરે CBIના દરોડા, સહયોગીઓના ઘરે ED ત્રાટકી | CBI …

દિગ્ગજ કોંગ્રેસી અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલના ઘરે CBIના દરોડા, સહયોગીઓના ઘરે ED ત્રાટકી | CBI ...

બોર્ડ બેઠકમાં મંજુરી અપાઈ , VS ના ચિનાઈ પ્રસુતિગૃહ બિલ્ડિંગનું ૧૫ કરોડના ખર્ચે રીનોવેશન કરાશે | Appr…

બોર્ડ બેઠકમાં મંજુરી અપાઈ , VS ના ચિનાઈ પ્રસુતિગૃહ બિલ્ડિંગનું ૧૫ કરોડના ખર્ચે રીનોવેશન કરાશે | Appr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીના સીએમ યોગી પર બની ફિલ્મ, વિવાદ થતાં મામલો હાઈકોર્ટ પહોંચ્યો, જાણો શું છે કારણ | film on cm yog…

યુપીના સીએમ યોગી પર બની ફિલ્મ, વિવાદ થતાં મામલો હાઈકોર્ટ પહોંચ્યો, જાણો શું છે કારણ | film on cm yog…

7 months ago
ઊભેલી ટ્રકમાં બીજી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck crashes into parke…

ઊભેલી ટ્રકમાં બીજી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck crashes into parke…

4 months ago
અમદાવાદમાં શહેરકોટડા પોલીસની હદમાં દારૂની બેરોકટોક હેરફેર : પીસીબીએ દારૂના જથ્થા સાથે ત્રણ કેરીયરને …

અમદાવાદમાં શહેરકોટડા પોલીસની હદમાં દારૂની બેરોકટોક હેરફેર : પીસીબીએ દારૂના જથ્થા સાથે ત્રણ કેરીયરને …

12 months ago
બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓના મોત | Thousands of fish die again in Kalyangarh lake in …

બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓના મોત | Thousands of fish die again in Kalyangarh lake in …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News