gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ’, કોકરોચ જનતા પાર્ટીએ સરકાર સામે માંડ્યો મોરચો | cockroach…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in INDIA
0 0
0
‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ’, કોકરોચ જનતા પાર્ટીએ સરકાર સામે માંડ્યો મોરચો | cockroach…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cockroach Janta Party: કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દિપકેએ કેન્દ્ર સરકાર સામે મોરચો માડી દીધો છે. દિપકે કહ્યું છે કે તેઓ 6 જૂને ભારત પરત આવશે અને દિલ્હીમાં એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે. તેમની માંગ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જોઈએ. કારણ છે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ, જેનાથી લાખો વિદ્યાર્થીઓ પરેશાન છે.

‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ’: અભિજીત દીપકે

અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કર્યો. તેમાં તેમને તેમના સમર્થકો અને વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ તેમની સાથે દિલ્હીમાં અવાજ ઉઠાવે. કહ્યું,-‘હવે સમય આવી ગયો છે કે આપણે બધા એકસાથે આવીએ. બંધારણના માર્ગ પર ચાલતા શાંતિથી આપણી વાત રાખીએ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ. જો આપણે મળીને બોલીશું તો સરકારે સાંભળવું જ પડશે. 6 જૂન, શનિવારની સવારે હું દિલ્હી પહોંચીશ.’ તેમણે લોકોને વિનંતી કરી કે તેઓ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરે. ત્યારબાદ બધા મળીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન જશે અને જંતર-મંતર પર પ્રદર્શનની પરવાનગી માંગશે. દિપકેનો આરોપ છે કે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ અને વિવાદોના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે. તેમણે સરકાર પાસે જવાબદારીની માંગ કરી છે.

વીડિયો સંદેશમાં અભિજીતે શું-શું કહ્યું?

અભિજીત દિપકેએ એક વીડિયો સંદેશ જાહેર કરીને ભારત પરત ફરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘તેઓ NEET પરીક્ષા વિવાદ અને કથિત પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને દેશ પરત આવી રહ્યા છે. અભિજીત દિપકેએ દાવો કર્યો કે નીટ પરીક્ષા સંબંધિત વિવાદોના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત થયું છે. તેમણે કહ્યું કે આ મુદ્દા પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમને સમર્થન આપ્યું છે. શિક્ષણ વ્યવસ્થામાં થયેલી કથિત ગેરરીતિઓ માટે જવાબદારી નક્કી થવી જરૂરી છે અને કોઈને ને કોઈએ તેની જવાબદારી લેવી જોઈએ. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને એક ઓનલાઈન અરજીને લાખો લોકોનું સમર્થન મળ્યું છે. સાથે જ, દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યા છે.

‘સરકારે તેમની માંગણીઓ પર ધ્યાન આપવું પડશે’

દિપકેએ કહ્યું કે, ‘તેઓ 6 જૂને દિલ્હી પહોંચશે અને પોતાના સમર્થકો સાથે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની પરવાનગી માંગશે. ભારતીય બંધારણ નાગરિકોને લોકતાંત્રિક અને શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રાખવાનો અધિકાર આપે છે અને તેમનું સૂચિત આંદોલન આ જ બંધારણીય અધિકાર હેઠળ હશે.’ પોતાના સંદેશમાં તેમણે સમર્થકો, વિદ્યાર્થીઓ અને યુવાનોને આ અભિયાનમાં જોડાવાની અપીલ કરતાં કહ્યું કે જો મોટી સંખ્યામાં લોકો એકજૂથ થઈને પોતાનો અવાજ ઉઠાવશે તો સરકારે તેમની માંગણીઓ પર ધ્યાન આપવું પડશે.

ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો 

અભિજીત દિપકેએ એ પણ જણાવ્યું કે, ‘તેમના પરિચિતો અને પરિવારના કેટલાક લોકોને આશંકા છે કે દિલ્હી પહોંચવા પર તેમની અટકાયત કરવામાં આવી શકે છે, પરંતુ તેમને ભારતીય લોકતંત્ર અને બંધારણ પર ભરોસો છે. તેમનું આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે સંચાલિત થશે. તેઓ વિદેશમાં નોકરી કરી શકતા હતા, પરંતુ દેશ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો છે.’ તેમણે યુવાનોને લોકતાંત્રિક રીતે પોતાનો અવાજ ઉઠાવવા અને શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારી સુનિશ્ચિત કરવાની માંગ કરવાનું આહ્વાન કર્યું.

કોકરોચ જનતા પાર્ટી શું છે?

આ એક યુવાનો દ્વારા ચલાવવામાં આવતું સોશિયલ મીડિયા આંદોલન છે, જેને અભિજીત દિપકેએ શરૂ કર્યું હતું. આ પાર્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ છે અને કેટલીક જાણીતી હસ્તીઓએ પણ તેને ફોલો કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 22 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. હવે 6 જૂને સૂચિત આ પ્રદર્શન પર બધાની નજર રહેશે, કારણ કે પરીક્ષા સંબંધિત મુદ્દાઓને લઈને દેશભરમાં ચર્ચા ચાલુ છે અને વિદ્યાર્થીઓમા આ વિષયને લઈને સતત ચર્ચા-વિચારણા થઈ રહી છે. એ પણ જોવાનું રહેશે કે ઓનલાઈન તો બે કરોડથી વધુ લોકો જોડાયા, પરંતુ વાસ્તવિકતામાં કેટલા લોકો આ પ્રદર્શનમાં સામેલ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
3.25 લાખ કરોડની મેગા ડીલ: 114 રાફેલ વિમાનોની ખરીદી માટે LoR આપી ભારતે રચ્યો ઈતિહાસ | India Sends Let…

3.25 લાખ કરોડની મેગા ડીલ: 114 રાફેલ વિમાનોની ખરીદી માટે LoR આપી ભારતે રચ્યો ઈતિહાસ | India Sends Let...

પંચમહાલ: શહેરાના બાહી ગામમાં દીપડાની એન્ટ્રીથી ખેડૂતોમાં ભારે ફફડાટ | Breaking Panchmahal Leopard Sp…

પંચમહાલ: શહેરાના બાહી ગામમાં દીપડાની એન્ટ્રીથી ખેડૂતોમાં ભારે ફફડાટ | Breaking Panchmahal Leopard Sp...

નિલમબાગથી 26 બાળકોએ 81 કિ.મી.ની સ્કેટીંગ યાત્રા કરી બગદાણામાં શિશ ઝુકાવ્યું | 26 children from Nilam…

નિલમબાગથી 26 બાળકોએ 81 કિ.મી.ની સ્કેટીંગ યાત્રા કરી બગદાણામાં શિશ ઝુકાવ્યું | 26 children from Nilam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિ 2025: વડોદરામાં યુનાઈટેડ વેના પાસ માટે અફરાતફરી, કાચ તૂટ્યા અને લોકો ઇજાગ્રસ્ત | vadodara n…

નવરાત્રિ 2025: વડોદરામાં યુનાઈટેડ વેના પાસ માટે અફરાતફરી, કાચ તૂટ્યા અને લોકો ઇજાગ્રસ્ત | vadodara n…

10 months ago
થાન તાલુકામાં ગેસના પુરવઠામાં ઘટાડા બાદ 60થી 65 સિરામિક ઉદ્યોગો બંધ | 60 to 65 ceramic industries cl…

થાન તાલુકામાં ગેસના પુરવઠામાં ઘટાડા બાદ 60થી 65 સિરામિક ઉદ્યોગો બંધ | 60 to 65 ceramic industries cl…

4 months ago
યુનિ.ની સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલ દોઢ વર્ષથી પ્રકાશિત થઈ નથી | msu journal of science and technolo…

યુનિ.ની સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલ દોઢ વર્ષથી પ્રકાશિત થઈ નથી | msu journal of science and technolo…

7 months ago
પોલીસ સ્ટે.થી 200 મીટર દૂર મકાનમાંથી દારૂ વેચાણના 2.44 લાખ રોકડા મળ્યા | Rs 2 44 lakh cash from liqu…

પોલીસ સ્ટે.થી 200 મીટર દૂર મકાનમાંથી દારૂ વેચાણના 2.44 લાખ રોકડા મળ્યા | Rs 2 44 lakh cash from liqu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News