gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા | Road blockade movement on Dhor…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા | Road blockade movement on Dhor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડાયવર્ઝનના મામલે રોષભેર વિરોધ પ્રદર્શન

નવા રેલવે ઓવરબ્રિજની કામગીરી અંતર્ગત રેલવે ક્રોસિંગ પાસે ડાયવર્ઝન આપવાના બદલે ૮થી ૧૦ કિ.મી. દૂર અપાતા ત્રાહિમામ બનેલા લોકો દ્વારા આંદોલન

ધોરાજી: ધોરાજી શહેરનાં જૂનાગઢ રોડ પર રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ક્રોસિંગ પાસે ડાયવર્ઝન આપવાને બદલે ૮થી ૧૦ કિલોમીટર દુર સૂધી ડાયવર્ઝન આપવામાં આવતાં ધોરાજીનાં નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અનેક રજૂઆતો છતાં નિંભર તંત્રના કાને પ્રજાનો અવાજ નહી પડતા આખરે હિત રક્ષક સમિતિના નેજા તળા શહેરીજનોએ જૂનાગઢ રોડ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. ચક્કાજામના પગલે વાહનોના થપ્પા થઈ ગયા હતા.ં

કોઈપણ રોડ રસ્તા કે પુલના નિર્માણ કાર્ય સમયે વાહનચાલકો માટે આસપાસમાં ડાયવર્ઝન અપાતું હોય છે. પણ ધોરાજીના જૂનાગઢ રોડ પાસે ઓવરબ્રિજની કામગીરી સંદર્ભે ધોરાજીથી જૂનાગઢ જવા માટે આઠથી દસ કિલોમીટર દૂર ડાયવર્ઝન અપાયું છે. જેના વિરોધમાં ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગકારો, ખેડૂતો, વેપારીઓ દ્વારા જૂનાગઢ રોડ ફાટક પાસે ચક્કાજામનો કાર્યક્રમ વિરોધ સ્વરૂપે અપાયો હતો. તથા લોકોએ રોડ પર ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો.

આ તકે હિત રક્ષક સમિતિના અગ્રણીઓએ જણાવેલ કે રેલ્વે ક્રોસિંગ પાસે ધોરાજીનો પ્લાસ્ટિક ઉદ્યોગ કાર્યરત છે. વેપારીઓ મજૂરો કે માલ સામાન હેરફેર કરવા માટે ૮થી ૧૦ કિલોમીટર દૂર ફરવા જવું પડે છે. ડાયવર્ઝન ક્રોસિંગ પાસે આપવું જોઈએ. ખેડૂતોએ જણવેલ કે જૂનાગઢ રોડ પર ખેતરોમાં જવા માટે ૮થી ૧૦ કિલોમીટર દુર ફરવા જવું પડે છે. 

કાચા રસ્તા પર વાહનોની અવરજવરને કારણે સતત ધૂળ ઉડતી હોઈ અને આસપાસના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ધોરાજીની જનતા છેલ્લા પાંચ વર્ષથી જેતપુર રોડ અને જૂનાગઢ રોડ અને જમનાવડ રોડ બિસ્માર રસ્તાને કારણે પેરશાન થતી હતી હવે જુનાગઢ રેલવે રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવાના કામ બે વર્ષ ચાલવાનું છે. ત્યારે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. તે મુજબ ધોરાજીથી જૂનાગઢ જવું હોય તો ફરેણી નાની પરબડી તોરણીયા થઈને જૂનાગઢ જવું પડે છે. ૧૦ કિલોમીટર રસ્તો દૂર થાય છે. અને જૂનાગઢથી ધોરાજી આવું હોય તો જૂનાગઢ ખામ ધ્રોલ ચોકડીથી મજેવડી ગોલાધર થઈને જમનાવડ, ધોરાજી આવવું પડે છે. એ બંને રસ્તા સિંગલ પટ્ટીના છે આટલો મોટો ટ્રાફિક આ રોડ ઉપર ચાલી શકે એમ નથી. તેથી બંને જાહેરનામાં કેન્સલ કરવામાં આળે તેવી માંગણી કરવામાં આવી છે.

નિયમ મુજબ ક્રોસિંગની આસપાસમાં કામચલાઉ પાકો ડામર રોડ બનાવવા માંગ કરાઈ છે. બેથી ત્રણ દિવસમાં આ પ્રશ્નો ઉકેલ નહી આવે તો ધોરાજી બંધ સહિતનાં કાર્યક્રમો યોજવાની ચિમકી અપાઈ છે. ડાયવર્ઝન મામલે થયેલ ચક્કાજામમાં દોઢ કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો. અંતે ધોરાજી પોલીસ સમજાવટથી પ્રાંત અધિકારીને યોગ્ય રજૂઆત કરવા તેમજ તંત્ર તરફથી યોગ્ય સહકારની વાત કરવામાં આવતા આંદોલન સમેટાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
અવાણિયા માલણકા રોડ પર આવેલા પતરાના ઝૂંપડામાં આગ ભભુકી | Fire breaks out in a hut on Avaniya Malanka …

અવાણિયા માલણકા રોડ પર આવેલા પતરાના ઝૂંપડામાં આગ ભભુકી | Fire breaks out in a hut on Avaniya Malanka ...

સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીના વળતા પાણી: બે દિવસમાં ભાવ રૂ.900તૂટયા | Gold prices rebound on global…

સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીના વળતા પાણી: બે દિવસમાં ભાવ રૂ.900તૂટયા | Gold prices rebound on global...

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં 89.94 લાખના તેલના 4751 ડબા સીઝ કરાયા | 4751 cans of oil worth Rs 89 …

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં 89.94 લાખના તેલના 4751 ડબા સીઝ કરાયા | 4751 cans of oil worth Rs 89 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બદ્રીનાથ ધામના દરવાજા આવતી કાલે ખુલશે, સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવાયો | Badrinath: The gates …

બદ્રીનાથ ધામના દરવાજા આવતી કાલે ખુલશે, સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવાયો | Badrinath: The gates …

11 months ago
માતા-પિતાએ તરૃણીને ઠપકો આપતા ઘર છોડયું | Parents scolded the young woman and left the house

માતા-પિતાએ તરૃણીને ઠપકો આપતા ઘર છોડયું | Parents scolded the young woman and left the house

4 months ago
મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

12 months ago
ખેડામાં મેઘરાજાની તોફાની બેટિંગ: મહેમદાવાદમાં 6 કલાકમાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ, જનજીવન ઠપ | kheda …

ખેડામાં મેઘરાજાની તોફાની બેટિંગ: મહેમદાવાદમાં 6 કલાકમાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ, જનજીવન ઠપ | kheda …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News